કેળા

કેળાં માં મસા

Phyllosticta maculata

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાં અને ફળ પર મેસ જેવા, સામાન્ય રીતે નાના (પરંતુ ક્યારેક ક્યારેક મોટા), ઘેરા કથ્થાઈ કે કાળા રંગના ટપકાં.
  • ટપકાંઓ એકત્ર થઇ એક રેખા બનાવી શકે છે અને તે પાંદડાંના ડીટાં, મુખ્ય શીરા, સંક્રમણ પામતાં પાંદડાં અને પુષ્પપત્ર પર પણ દેખાઈ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

પાંદડાં અને ફળો પર સૌથી વિવિધ કદના કાળા અથવા ઘેરા કથ્થાઈ રંગના ટપકાં એ રોગના મુખ્ય લક્ષણ છે. પાંદડા અને ફળની સપાટી કાચપેપર જેવી જણાય છે. નાના ટપકાંનો વ્યાસ 1 મીમી કરતાં પણ ઓછો હોય છે. તેઓ એક રેખામાં જોડાઈને પાંદડાં પર કર્ણની જેમ ત્રાસો ઘાવ ફેલાવે છે, અથવા ક્યારેક પાંદડાની નસોને સમાંતર, મુખ્ય શીરાથી પાંદડાની કિનારી તરફ ફેલાયેલ છટાઓ દેખાઈ શકે છે. મોટા ટપકાં 4 મીમી વ્યાસ સુધીના હોય છે અને તે છટાઓ તરીકે પણ દેખાઈ શકે છે. ક્યારેક આ મોટા ટપકાંના કેન્દ્ર આછા રંગના હોય છે. પાંદડાંના ડીટાં, મુખ્ય શીરા, સંક્રમણ પામતાં પાંદડાં અને પુષ્પપત્ર પર પણ દેખાઈ શકે છે. ઘોણના ઉત્પાદનના 2-4 અઠવાડિયામાં આ મસા દ્વારા ફળને પણ અસર થઇ શકે છે. ટપકાં શરૂઆતમાં ઘેરા લીલા, પાણી શોષાયેલ કોષોથી ઘેરાયેલ લાલાશ પડતાં કથ્થાઈ મસા તરીકે દેખાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત પાંદડા રોગના બીજકણોનો પ્રાથમિક સ્ત્રોત હોવાથી, લણણી પછી, કેળાને બેગ સાથે વીંટાળવાથી, અવરોધ નિર્માણ કરે છે અને રોગનો ફળ પર ફેલાવો થતો અટકાવે છે. લીમડાના તેલ (1500 પીપીએમ) @ 5ml 1 લીટર પાણીમાં સર્ફ (1 ગ્રા) સાથે અથવા સેન્ડોવીત (1મિલી) સાથે, ફૂલઆવવાના તબક્કે અથવા રોગ પ્રથમવાર દેખાય ત્યારે સુરક્ષાત્મક રીતે સારવાર આપી શકાય છે,.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સમગ્ર વર્ષ દરમિયાન દર બે અઠવાડિયે અથવા મહિનામાં એક વાર પાંદડાં અને ફળ પર માનેબનો છંટકાવ કરવાથી રોગ ફેલાવતાં રોગના કણોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. ફોલપેટ, ક્લોરોથેલોનીલ, મેન્કોઝેબ, ટ્રાયેઝોલ્સ, પ્રોપિકોનેઝોલ અને સ્ટ્રોબિલ્યુરિન પરિવારના ફૂગનાશકોનો પખવાડિક છંટકાવ પણ રોગ સામે અસરકારક પરિણામો કરી શકે છે.

તે શાના કારણે થયું?

ફિલોસ્ટિક્ટા મેકુલતા ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે વિકાસના તમામ તબક્કા દરમ્યાન કેળાંના છોડને અસર કરી શકે છે અને તે “ભીના રોગના કણ” તરીકે ગણવામાં આવે છે કારણકે આ રોગના બીજને ફેલાવા માટે પાણીની ( ઉદાહરણ તરીકે વરસાદના છાંટાં, પાણીનો છંટકાવ, ઝાકળ બિંદુઓ) જરૂર પડે છે. કેળાંના મસાના ચેપનો ફેલાવો ચેપગ્રસ્ત ખેતીની સામગ્રી અને ફળોના પરિવહન ના પરિણામે પણ ફેલાય છે. મસાના ટપકાં રોગના બીજ પેદા કરતું ફુગનું માળખું ધરાવે છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે, આ રોગના બીજકણ ફિલામેન્ટ બનાવે છે જે યજમાનમાં પ્રવેશ કરે છે અને કોષોમાં કે કોષોની વચ્ચે ગુણાન્વિત થાય છે, જેનાથી પેશીઓના ઉપરછલ્લા આવરણોમાં નવા ટપકાં કે જખ્મ નિર્માણ થાય છે. ગરમ ભેજવાળા વાતાવરણમાં સેવનનો સમયગાળો 20 દિવસ જેટલો હોઈ શકે છે.


નિવારક પગલાં

  • રોગના લક્ષણો માટે નિયમિતપણે વાડીનું નિરીક્ષણ કરો.
  • છોડના ચેપગ્રસ્ત ભાગને દૂર કરી અને વાડીથી દૂર લઈ જઈને તેનો નાશ કરો.
  • રોગમુક્ત ખેતરમાં વાવણી કરવાની ખાતરી કરો.
  • ખેતીના સાધનો, બીજ અને જમીન માટે સ્વચ્છતાની યોગ્ય પદ્ધતિઓ અમલમાં મુકવાની ટેવ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો