કઠોળ

ચપટાં દાણાવાળા કઠોળમાં ચોકલેટ જેવા ટપકાં

Botrytis fabae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા, દાંડી અને ફૂલો પર પર અસંખ્ય નાના, લાલ-કથ્થાઈ રંગના ટપકાં હોવા.
  • જેમ જેમ તે મોટા થાય છે તે એકરૂપ થઈ અને પાંદડાની સપાટી પર ચોકલેટ-રંગ ના જખમ બનાવે છે.
  • રોગના વધુ આક્રમક (પરંતુ ખુબ દુર્લભ) સ્વરૂપમાં પાંદડાં વધુ કાળા અને ચોકલેટ જેવો પાવડર બનાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કઠોળ

લક્ષણો

આ રોગ ચપટા દાણાવાળા કઠોળમાં વધુ જોવા મળે છે અને મુખ્યત્વે પાંદડા પર, પરંતુ દાંડી અને ફૂલો પર પણ, અસંખ્ય નાના, લાલ-કથ્થાઈ ટપકાં ના લક્ષણો તરીકે દર્શાવાય છે. જેમ જેમ તે મોટું થાય છે, તે લાલાશ પડતાં કથ્થાઈ રંગની આભાથી ઘેરાયેલ રાખોડી, સુકાયેલ કેન્દ્ર વિકસાવે છે. આ ટપકાં એકરૂપ થઈ અને પાંદડાંની સપાટી પર ચોકલેટ રંગના જખમની રચના કરી શકે છે. રોગના વધુ આક્રમક (પરંતુ ખુબ દુર્લભ) સ્વરૂપમાં પાંદડાં અને દાંડી વધુ કાળા બને છે અને તેના પર ચોકલેટ જેવો પાવડર છાંટવામાં આવેલ હોય તેવું લાગે છે. આખરે, આનાથી છોડનો વિકાસ અટકે છે અથવા છોડના એક ભાગ અથવા સંપૂર્ણ અંકુરણ પ્રણાલીનો નાશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, ફૂલોની કળીઓ અટકી જાય છે. કઠોળના દાણા હજુ ખાઈ શકાય તેવા હોય છે, પરંતુ શીંગો વિકૃત રંગની થઈ શકે છે. ઉપર બતાવેલ પ્રકારનો હુમલો આ રોગના ચેપ દ્વારા થતાં મોટા ભાગના નુકસાન માટે જવાબદાર છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી કોઈપણ આર્થિક રીતે પોસાય તેવી નિયંત્રણની પદ્ધતિ મળી નથી. જો કે પાક નબળો ન થાય અથવા હુમલા માટે વધુ સરળ ન બને તે માટે યોગ્ય કાળજી લેવી જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજ દિનસુધી, ચપટાં દાણાવાળા કઠોળમાં ચોકલેટી ટપકાંના રોગ સામે કોઈપણ આર્થિક રીતે પોસાય તેવી નિયંત્રણ પદ્ધતિ મળી નથી. કેટલાક કિસ્સાઓમાં, ફૂલ આવવાના સમયગાળા દરમિયાન પાક પર ફુગનાશકથી છંટકાવ કરવાથી ઉપજની દ્રષ્ટિએ વધુ પડતું નુકસાન ટાળી શકાય છે.

તે શાના કારણે થયું?

જોકે બીજા પ્રકારની બોટ્રીટીસ પ્રજાતિનો સમાવેશ થતો હોવા છતાં, વાલ પાપડીમાં નિર્માણ થતા લક્ષણો મુખ્યત્વે બોટ્રીટીસ ફૅબે ફુગના કારણે થાય છે. મૃત પેશીઓ પર ટપકાંના કેન્દ્રમાં રોગાણુ નિર્માણ થાય છે અને તંદુરસ્ત છોડ પર ચેપને ફેલાવે છે. અનુકૂળ પરિસ્થિતિ હેઠળ પાંદડાની સપાટી પર આ બીજ એક મહિના અથવા તેથી વધુ સમયગાળા માટે રહી શકે છે. ભેજનું ઊંચું પ્રમાણ, વારંવાર વરસાદ, લાંબા સમય સુધી ભેજવાળા પાંદડાં અને 15 - 22 ° સે વચ્ચેનું તાપમાન ચેપ માટે શ્રેષ્ઠ હોય છે. પાંદડાંમાંના ભેજનું બાષ્પીભવન કરતા કોઈપણ પરિબળો(પવન, સૂકૂં હવામાન) ચેપના દરને રોકે અથવા ઘટાડે છે. તેજાબી જમીન, ગીચ વાવેતર, પોટેશિયમ અથવા ફોસ્ફરસની ઉણપ અથવા જમીનમાં પાણીનો ભરાવો જેવી અન્ય પાકને નબળી કરતી પરિસ્થિતિઓ રોગ અથવા તેની આક્રમકતાની તરફેણ કરી શકે છે. શિયાળું પાક અને છાયડાં વાળા વિસ્તારોમાં ઉગતા પાક પણ રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતો તરફથી મેળવેલ તંદુરસ્ત બીજનો ઉપયોગ કરો.
  • વાવેતર કરતી વખતે બીજ અથવા છોડની વચ્ચે સારી જગ્યા રાખો.
  • તાજેતરમાં વાલ પાપડી ઉગાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ખેતરનો ઉપયોગ ન કરવો.
  • રોગ પ્રત્યે ઉચ્ચ પ્રતિકારકતા ધરાવતી જાતો વાપરો.
  • જો જરૂરી હોય તો ચુના દ્વારા જમીનમાં યોગ્ય પીએચ જાળવી રાખો.
  • સંતુલિત ખાતર આપવાની ખાતરી કરો.
  • નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરશો નહીં.
  • રોગના ચિહ્નો માટે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરો.
  • લણણી પછી છોડનો કચરો ભેગો કરો અને નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો