તરબૂચ

કાકડીના પાક પર ગુંદર જેવી ફૂગ

Stagonosporopsis cucurbitacearum

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર ગોળાકાર, આછાથી ઘાટા ભૂરા રંગની ઝડપથી વિસ્તૃત થતી ફોલ્લીઓ.
  • ચીકણું પ્રવાહી છોડતી ભૂખરા રંગની ફૂગ લાગેલી ડાળીઓ.
  • ફળ પર નાનાં, પાણીથી ભરેલ ચીકણું પ્રવાહી છોડતા ડાઘ.

માં પણ મળી શકે છે

5 પાક
કારેલા
કાકડી
તરબૂચ
કોળુ
વધુ

તરબૂચ

લક્ષણો

રોપાઓના પાંદડા અને દાંડી પર ગોળાકાર, પાણીથી ભરેલા, કાળા અથવા ભૂખરા રંગની ફોલ્લીઓ દેખાય છે. જૂનાં છોડ પર પાંદડા અને ખાસ કરીને તેની કિનારીઓ પર ઘેરા બદામી રંગની ફોલ્લીઓ દેખાય છે. આ ફોલ્લીઓ ઝડપથી વિસ્તરીને સંપૂર્ણ પાંદડા પર ફેલાઈ જાય છે. દાંડીઓની ચેતાક્ષ પેશીઓમાં સડાનો વિકાસ થાય છે અને સામાન્ય રીતે સપાટી પર ભૂરા રંગનું ચીકણું પ્રવાહી ઉત્પન્ન થાય છે. ફૂગના નાના શરીરને અનુલક્ષીને જખમ પર ઘણીવાર કાળા ડાઘ જોવા મળે છે, દાંડી રૂંધાઇ શકે છે અને રોપાઓ અથવા નાના છોડ મરી શકે છે. જો જૂના છોડમાં ચેપ લાગે, તો પેશીઓ પરનાં સોજાનાં કેન્દ્રની નજીક દાંડી પર ધીરે ધીરે જખમ વિકસે છે. સામાન્ય રીતે ઋતુનાં મધ્ય સમય પછી, સડો ધરાવતી દાંડી વળીને તૂટી શકે છે. ચેપગ્રસ્ત ફળ પર નાની અને પાણીથી ભરેલી ફોલ્લીઓ વિકાસ પામે છે, જે અનિશ્ચિત કદ સુધી વધે છે અને ચીકણું પ્રવાહી છોડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જૈવિક વાવેતરમાં Reynoutriasachalinensis ના અર્કનો ઉપયોગ કરી શકાય છે.Bacillus subtilis strain QST ૭૧૩ ની ફોર્મ્યુલેશન પણ આ રોગ સામે અસરકારક સાબિત થઈ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ક્લોરોથોલોનીલ (chlorothalonil), મેન્કોઝેબ(mancozeb), માનેબ(maneb), થિઓફેનેટ-મિથાઈલ(thiophanate-methyl) અને ટેબ્યુકોનાઝોલ(tebuconazole) ધરાવતા સંયોજનવાળા ફૂગનાશકનો ઉપયોગ આ રોગ સામે અસરકારક છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો Stagonosporopsis cucurbitacearum ફૂગ દ્વારા થાય છે, જે આ પરિવારના અસંખ્ય પાકને સંક્રમિત કરી શકે છે. રોગ ચેપગ્રસ્ત બીજમાં અથવા તેના પરથી ફેલાય છે. યજમાન છોડની ગેરહાજરીમાં, આ રોગનાં જીવાણુઓ એક વર્ષ કે તેથી વધુ સમય માટે ચેપગ્રસ્ત પાકના અવશેષો પર જીવિત રહી શકે છે. વસંત ઋતુમાં, જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ હોય છે, ત્યારે બીજકણ ઉત્પન્ન થાય છે, જે ચેપનો પ્રાથમિક સ્ત્રોત બને છે. ૮૫ ટકાથી વધુ પ્રમાણમાં ભેજ, વરસાદ અને પાંદડાની ભીનાશનો સમયગાળો (૧ થી ૧૦ કલાક સુધી) ચેપને સફળ બનાવે છે અને લક્ષણોનો વિકાસ નિર્ધારિત કરે છે. રોગ ઉત્પન્ન અને ફેલાવાનું આદર્શ તાપમાન છોડના પ્રકારનાં આધારે બદલાય છે, તરબૂચ અને કાકડીમાં આશરે ૨૪ ડિગ્રી સેલ્સિયસ અને ટેટીમાં આશરે ૧૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રોગ માટે આદર્શ ગણાય છે. રોગનાં જીવને છોડમાં પ્રવેશવા માટે સ્ટોમાટા કે કોઈ ઘાની જરૂર પડતી નથી, તેઓ સપાટી પર કાણું પાડીને છોડમાં પેસી જાય છે. ઘા, કાકડીમાં પટ્ટાવાળી વાંદોનો ઉપદ્રવ, અને એફિડની હાજરી, પાવડરી માઇલ્ડ્યુ (મશરૂમ રોગ) થવાથી, છોડને ચેપ લાગી શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી અથવા રોગ મુક્ત અને હવાજન્ય રોગથી મુક્ત વાવેતરમાંથી આવતાં બીજ જ વાવો.
  • ગૌણ ચેપ લાગવાની તક ઘટાડવા માટે, પાવડર-માઇલ્ડ્યુ પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • રોગના લક્ષણો ચકાસવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • ૨ વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના બનાવો અને તેનું પાલન કરો.
  • કુકુરબીટ રોપતા પહેલા જંગલી સાઇટ્રન (નારંગી-લીંબુ જેવું ફળ), બાલસમ નાસપતી અથવા કુકુરબીટના છોડને નાબૂદ કરવા જોઈએ.
  • લણણી પછી તરત જ છોડનાં કચરાને જમીનમાં દાટી દેવા જમીન ખેડવી જોઇએ.
  • લણણી દરમિયાન ફળોને ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • લણણી પછી થતાં કાળા સડાને રોકવા માટે ફળોને ૭-૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહિત કરો.
  • છોડમાં ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો