કોળુ

કુકુરબીટમાં એન્થ્રાકોનોઝ

Glomerella lagenarium

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પીળા રંગના પાણીવાળા ડાઘ.
  • ફળ પર ગોળાકાર, કાળા અને ઊંડા કેન્કરો.
  • ફળના જખમની મધ્યમાં જિલેટીન જેવા સાલ્મન રંગના બીજકણ સમૂહ.

માં પણ મળી શકે છે

4 પાક
કાકડી
તરબૂચ
કોળુ
ઝૂચીની

કોળુ

લક્ષણો

પાંદડાના લક્ષણો પાણીવાળા જખમ તરીકે શરૂ થાય છે, જે પાછળથી પીળા રંગના ગોળાકાર ડાઘમાં ફેરવાય છે. આ ડાઘની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે અનિયમિત હોય છે અને મોટા થાય તેમ ઘાટા છીકણી અથવા કાળા રંગના થઈ જાય છે. ડાળીઓ પરના જખમ પણ વિશિષ્ટ હોય છે અને જેમ જેમ તેઓ વધે છે, ત્યારે તેઓ ચેતાક્ષ પેશીઓને વળગી શકે છે જેથી દાંડીઓ વળી જાય છે. કેટલીક જાતિઓમાં, ડાળીઓ દેખાય છે. ફળો પર, મોટા, ગોળાકાર, કાળા અને ઊંડા ડાઘ દેખાય છે અને પછીથી કેન્કર બની જાય છે. તરબૂચ પર આ ડાઘનું માપ આશરે ૬ થી ૧૩ મીમી વ્યાસ અને ૬ મીમી જેટલું ઊંડું હોઈ શકે છે. જ્યારે ભેજ હોય ​​છે, ત્યારે જખમનું કાળું કેન્દ્ર સાલ્મન જેવા રંગના જીલેટીન જેવા પદાર્થથી ઢંકાઈ જાય છે. આવા જ જખમ ટેટી અને કાકડી પર ઉત્પન્ન થાય છે. આ ગુલાબી રંગવાળા કેન્કર એ કુકરબીટ્સમાં રોગનું સૌથી વિશિષ્ટ લક્ષણ છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કુકરબીટ્સમાં આ રોગમાં જૈવિક રીતે માન્યતા પ્રાપ્ત કોપર સંયોજનનો છંટકાવ કરી શકાય છે અને તેણે ભૂતકાળમાં અસરકારક પરિણામો દર્શાવ્યા છે. જૈવિક નિયંત્રણ એજન્ટ બેસિલસ સબટિલિસ ધરાવતા સંયોજન પણ ઉપલબ્ધ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો વારંવાર વરસાદ પડે તો નિયમિત સમયાંતરે પાક પર જરુરી ફૂગનાશકનો ઉપયોગ કરો. ઉપલબ્ધ ફૂગનાશકોમાં ક્લોરોથોલોનીલ, માનેબ અને મેન્કોઝેબ સંયોજનનો સમાવેશ થાય છે. મેન્કોઝેબ અને ક્લોરોથોલોનીલનું મિશ્રણ એક ખૂબ જ અસરકારક સ્પ્રે પુરવાર થાય છે.

તે શાના કારણે થયું?

પાંદડા અને ફળો પરના લક્ષણો ફૂગ ગ્લોમેરેલા લજેનેરિયમ દ્વારા થાય છે, જે જૂના પાકમાંથી રોગગ્રસ્ત અવશેષો પર રહીને ચેપ લગાડે છે અથવા કુકરબીટના ચેપગ્રસ્ત બીજને કારણે થાય છે. વસંત ઋતુમાં, જ્યારે હવામાન ભીનું થઈ જાય છે, ત્યારે ફૂગ હવાથી ભરાયેલા બીજકણ બહાર કાઢે છે, જે જમીનની નજીકના વેલા અને પર્ણસમૂહને ચેપ લગાડે છે. ફૂગનું જીવન ચક્ર મોટે ભાગે આસપાસના ભેજ, પાંદડાની ભીનાશ અને થોડા ઊંચા તાપમાન (મહત્તમ ૨૪ ° સે) પર આધાર રાખે છે. ૪.૪ ડિગ્રી સેલ્સિયસથી નોચા અથવા ૩૦ ° સેથી ઉપરના તાપમાનમાં બીજકણને ભેજ ન મળે તો તેના અંકુર ફૂટતા નથી. આ ઉપરાંત, તે ફૂગના શરીર પરથી બીજકણને મુક્ત કરવા તેમના શરીર પર પાણી હોવું આવશ્યક છે કારણ કે તેની સપાટી ચીકણી હોય છે. આ સમજાવે છે કે છોડની છત્ર વિકસિત થયા પછી એન્થ્રાકોનોઝ સામાન્ય રીતે મધ્ય ઋતુમાં શા માટે સ્થાપિત થાય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત, રોગ મુક્ત બીજનો ઉપયોગ કરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય (બજારમાં ઘણી ઉપલબ્ધ છે), પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ત્રણ વર્ષના ગાળામાં અસંબંધિત પાક સાથે કુકુરબીટ પાકની ફેરબદલીની યોજના બનાવો.
  • ઋતુના અંતમાં ફળ અને વેલાની નીચે ખેડીને ખેતરની સ્વચ્છતા જાળવો.
  • પર્ણસમૂહ ભીના હોય ત્યારે ખેતરમાં મશીનરી અથવા કામદારોના હલનચલનને ટાળો.
  • જો ઓવરહેડ સિંચાઈ જરૂરી હોય તો, વહેલી સવારે તેની યોજના બનાવો અને ખાતરી કરો કે રાત પહેલાં પાક સુકાઈ જાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો