Puccinia hordei
ફૂગ
પ્રારંભિક લક્ષણો તરીકે શિયાળાના અંતથી લઈને વસંત સુધી પાંદડાની ઉપરની સપાટી પર નાની, ગોળાકાર, નારંગી-કથ્થઈ રંગની ફોલ્લીઓ વિખેરાયેલ જોવા મળે છે. જેમાં રોગના બીજકણ હોય છે જે જવના છોડમાં ચેપી પ્રક્રિયામાં વધારો કરે છે. કેટલીક વાર આ ફોલ્લીઓ ડાળી, પર્ણદંડ અને થડની ગાંઠો પર પણ વિકાસ પામે છે. જેની ફરતે ઘણીવાર પીળા અથવા લીલા રંગની આભા હોય છે. પાછળની ઋતુમાં (વસંતના અંત અથવા ઉનાળાની શરૂઆતમાં) પાંદડાની નીચેની બાજુએ નાની,કાળા રંગની ફોલ્લીઓ વિકાસ પામે છે. આ નવો વિકાસ રોગના બીજકણ ધરાવે છે જે રોગનું ચક્ર ફરી શરુ કરવા માટે પાકના છોડ અથવા વૈકલ્પિક યજમાન છોડમાં ટકી રહે છે. આછા કથ્થઈ રંગની ફોલ્લીઓની સરખામણીએ કાળા રંગની ફોલ્લીઓ આંગળીથી ભૂંસવા છતાં ભુંસાતી નથી.
આજ દિન સુધી, જવમાં કથ્થઈ કાટનાં રોગ માટે કોઈ જૈવિક નિયંત્રણની પદ્ધતિ ઉપલબ્ધ નથી. જો તમે કોઇ રીત જાણતા હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. સામાન્ય રીતે, પ્રોથિઓકોનાઝોલ આધારિત સંરક્ષક ફૂગનાશકનો સમયસર છંટકાવ કથ્થઈ રંગના કાટનાં રોગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જવના પાંદડામાં આ રોગની સારવાર કરવા માટે ઘણા અન્ય ફૂગનાશક પણ ઉપલબ્ધ છે. તેને શ્રેષ્ઠ રીતે દૂર કરવા માટે, જ્યારે સૌપ્રથમ આ રોગ જોવા મળે ત્યારે ફુગનાશક લાગુ કરો. જ્યારે કાટનાં રોગ માટે અનુકૂળ હવામાન નિર્માણ થાય ત્યારે ફરીથી સારવાર કરવાની જરૂર ઉભી થઇ શકે છે.
પુકિનીએ હોર્ડેઈ ફૂગના કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે જવમાં કાટ જેવો રોગ નિર્માણ કરતી ચાર પ્રકારની ફૂગમાંની એક છે. આ ફક્ત લીલા છોડ પર જ વિકાસ પામે છે. આ ફૂગ ઉનાળામાં મોડેથી ઊગેલ છોડ અને બેથલેહેમ સ્ટાર (ઓર્નિથોગાલમ અમ્બેલેટમ) જેવા વૈકલ્પિક યજમાનો પર ટકી રહે છે. (15 ડિગ્રી થી 22 ડિગ્રી સેલ્સિયસ) ગરમ તાપમાન, વધુ ભેજ અને વારંવાર વરસાદની ઘટના રોગના વિકાસ માટે અનુકૂળ રહે છે, જ્યારે સૂકા પવન રોગના બીજકણને ફેલાવા માટે મદદ કરે છે. જવમાં ખાસ કરીને જયારે વધુ માત્રામાં નાઇટ્રોજન પૂરું પાડવામાં આવેલ હોય ત્યારે પાછળની ઋતુમાં કથ્થઈ રંગના કાટનો ગંભીર હુમલો થાય છે. ખાસ કરીને જ્યારે રાતનો સમય ગરમ હોય ત્યારે, વહેલા વાવેતર કરેલ પાકને મોડેથી વાવેતર કરેલ પાક કરતાં વધુ ગંભીર અસર થાય છે. જો કે, જો પાકને ફૂગનાશક સાથે સારવાર આપવામાં આવી હોય તો જવમાં આ રોગ ભાગ્યે જ સમસ્યા બની શકે છે.