Botryotinia squamosa
ફૂગ
ચેપ વૃદ્ધિના કોઈપણ તબક્કે લાગી શકે છે અને સામાન્ય રીતે પ્રથમ તે જુના પાંદડા પર જોઈ શકાય છે.પાંદડાની ઉપલી સપાટી પર નાના (1-5 મીમી), ગોળ અથવા વિસ્તરેલ સફેદ ટપકા પ્રારંભિક લક્ષણો તરીકે દેખાય છે.અલગ અલગ ટપકા અને પાછળથી ટપકા ના જૂથ આછા લીલા અથવા ચાંદી જેવા પ્રભામંડળ થી ઘેરાયેલા અને શરૂઆતમાં પાણી શોષાયેલા ફોલ્લીઓ જેવો દેખાવ ધરાવે છે. સમય જતાં, જખમની સંખ્યામાં વધારો થાય છે અને જુના ટપકા ના કેન્દ્ર ઊંડા અને તણખલા જેવા રંગના થાય છે , જે મૃત કોષો ના વિકાસ નો સંકેત છે. પાછળના તબક્કે જખમ માં લાંબો ચીરો દેખાઈ શકે છે. પાંદડાની ટોચ અને કિનારીઓ પોચી થાય છે અને ધીમે ધીમે મૃત બની જાય છે, જે પાંદડાંના ફુગાવવા અને રોગગ્રસ્ત થવાનું કારણ બને છે. અનુકૂળ પરીસ્થિતિ માં, રોગ ગાંઠો (કંદમૂળ) પર પણ અસર કરે છે અને તેના કદ અને તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. જયારે રોગ વધુ ફેલાય છે,ત્યારે ખેતરમાં મૃત્યુ પામેલા છોડમાં મોટા પીળા પટ્ટા દૂરથી જોઇ શકાય છે.
આ રોગમાં સારવાર માટે આ ક્ષણે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ થઇ નથી.જો તમે કંઈક જાણતા હોવ તો અમારો સંપર્ક કરો.
હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખેતીની સારી પદ્ધતિઓ ચેપનું જોખમ ઘટાડવા માટે આવશ્યક છે. જો ફુગનાશક દવાઓની જરૂર પડે તો, ફ્લુડાઈઓક્ષોનીલ સાથે સંયોજનમાં ઇપ્રોડાઈઓન,પાયરીમેથાનીલ,ફ્લુએઝીનમ અથવા સાયપ્રોડિનીલ સમાવતા ઉત્પાદનો નો છંટકાવ ઉત્તમ પરિણામો આપે છે. ક્લોર્થાલોનીલ અને માંકોઝેબ પર આધારિત અન્ય ઉત્પાદનો પણ કામ છે પરંતુ તેની અસર ઓછી થાય છે. હવામાં છંટકાવ પદ્ધતિઓ કરતા ફુગનાશકોનો જમીનમાં ધુમાડો કરવાની પદ્ધતિ વધુ અસરકારક હોય છે.
આ રોગ બોટ્રીટીસ સ્કાવામોસા ફૂગ ના કારણે થાય છે, જે ચેપગ્રસ્ત ગાંઠો અથવા ખેતરમાં રહેલા છોડના અન્ય અવશેષો અથવા સંગ્રહ કરવામાં આવેલ જગ્યા પર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે આ પેશીઓ પર ફુગના બીજકણ ઉત્પન્ન થાય છે અને પવન દ્વારા પડોશી છોડ પર ફેલાય છે, જે ચેપનું એક પ્રાથમિક સ્ત્રોત તરીકે વર્તે છે. 10 અને 20 ° સે, વધારે વરસાદ ,લાંબા સમય સુધી પાંદડા પર ભીનાશ અથવા વધારે પ્રમાણમાં ભેજ ફૂગના જીવન ચક્ર ની તરફેણ કરે છે. ચેપની તીવ્રતાને ઘટાડવા પાંદડાને શક્ય તેટલા સૂકા રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષણો જેમ કે દુષ્કાળ નું દબાણ, કરાની ઈજા, જીવાણુ નો ઉપદ્રવ અથવા વનસ્પતિનાશક નુકસાન જેવા અન્ય રોગશાસ્ત્ર અથવા વિકૃતિઓ સાથે લક્ષણોમાં મુંઝવણ થઈ શકે છે.