Glomerella cingulata
ફૂગ
વસંત દરમ્યાન કુમળા ફળો પર નાના રાખોડી અથવા કથ્થાઈ રજકણો તરીકે પ્રારંભિક લક્ષણો દેખાય છે. ઉનાળા સુધીમાં, આ રજકણો નાના, ચીમળાયેલ, કથ્થઈ ઝખ્મ વિકસાવે છે, જે ક્યારેક લાલ આભા દ્વારા ઘેરાયેલા હોય છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય, આ જખમ થોડા વધુ મોટા બને છે અને તેમના કેન્દ્રમાં, નાના, કાળા અથવા ઘેરા કથ્થાઈ ટપકાં દર્શાવે છે. ધીમે ધીમે કથ્થઈ, પ્રવાહી સડો ફળની સપાટીથી શરુ કરી તેના કેન્દ્ર સુધી વિસ્તરે છે અને વી આકારની ભાતની રચના કરે છે(કેન્દ્રની આસપાસ નળાકાર સડો સફરજનના અન્ય રોગ, બોટ સડાની લાક્ષણિક હોય છે). વિઘટન દ્વારા ઘેરાઈ, નાશ પરંતુ સફરજન સૂકાય છે અને સામાન્ય રીતે શાખા પર જ લટકતું રહે છે, જેનાથી શબ જેવા ફળની રચના થાય છે. પાંદડા પર, ચેપના લક્ષણો નાના જાંબલી ધબ્બાઓ દ્વારા દેખાય છે જે પાછળથી અનિયમિત સુકાયેલ વિસ્તારમાં ફેરવાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પાંદડા પીળા પડે છે અને છેવટે ખરી પડે છે. અંકુર પર રોગની માઠી અસર ના કારણે પછીની ઋતુમાં ફૂલો સાથે બાંધછોડ થાય છે. સફરજનની બધી જ જાતો કડવા સડા પ્રત્યે સંવેદનશીલ હોય છે.
નિયંત્રિત પરિસ્થિતિમાં 'સોનેરી સ્વાદિષ્ટ' સફરજન પર કડવો સડો રોકવા હરીફ, મેટિકનીકોવિયા પુલચેરીમા ટી5-એ2, નો ગરમીથી સારવાર સાથે સંયોજનમાં ઉપયોગ થતો હોય છે. આ સારવારની હજુ ખેતરમાં પ્રયોગિક પરીક્ષણ કરવાની જરૂર છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો યોગ્ય સ્વરછતા જાળવવામાં આવે તો, ડીનેથીઓન, કોપર અથવા સલ્ફર પર આધારિત છંટકાવ પખવાડિયામાં એક વાર કરવાથી સારા પરિણામ આવી શકે છે. જો ગરમ, ભીનું હવામાન જોવા મળે છે, તો 14 દિવસ કરતાં ઓછા અંતરાલે છંટકાવ કરવો હિતાવહ છે.
એક જ રોગ પેદા કરતા જીવાણુના બે અલગ અલગ જાતીય તબક્કાના કારણે પાંદડાં અને ફળો પર લક્ષણો નિર્માણ થાય છે. ગ્લોમોરેલા સિંગ્યુલેટ જાતીય સ્વરૂપ દ્વારા પેશીઓમાં વસાહતનાં પરિણામે પાંદડાં અને ફળો પર ટપકાં નિર્માણ થાય છે. અજાતીય સ્વરૂપ કોલેટોટ્રીચમ ગ્લોએઓસ્પોરિઓડેસ કહેવામાં આવે છે અને તે મોસમમાં પાછળથી ફળ પર જખમ માટે કારણભૂત છે. શબ જેવા ફળો અને ચેપી લાકડું એ ફૂગ માટે ઠંડી દરમ્યાન ટકી રહેવાની જગ્યા છે. વસંત દરમિયાન, તે ફરી વૃદ્ધિ શરૂ કરે છે અને રોગના બીજકણ વરસાદના છાંટા દ્વારા છુટા પડે છે અને પવન દ્વારા ફેલાય છે. ઉંચુ તાપમાન (25 ડીગ્રી સે) અને લાંબા સમયગાળા માટે પાંદડાની ભીનાશ ફૂગનું જીવન ચક્ર અને ચેપની પ્રક્રિયા માટે અનુકૂળ છે. ફળોના વિકાસના તમામ તબક્કે તેમને માઠી અસર થઇ શકે છે, પરંતુ તે ઋતુના ઉત્તરાર્ધમાં વધુ સામાન્ય છે. ફળના વિકાસના સમયગાળા દરમિયાન લાંબા સમય માટે ભીનું ગરમ હવામાન રોગચાળાનું પ્રમાણ અને વ્યાપક નુકસાન પહોંચાડે છે.