Erysiphe necator
ફૂગ
લક્ષણો ની ગંભીરતા વેલાની વિવિધતા અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે, સૌથી પહેલા તાજા કુમળા પાંદડા ની ઉપરની સપાટી પર કિનારી ની નજીક હરિતદ્રવ્ય ટપકા (2 થી10 મીમી વ્યાસ) દેખાય છે.ધીમે ધીમે આ ટપકા પર રાખોડી થી સફેદ પાઉડરી ફૂગનો વિકાસ થાય છે. જેમ જેમ રોગ વિકસે છે, તેમ તેમ ટપકા મોટા થાય છે જે એકરૂપ થઈ આખા પાંદડાને આવરી છે અને જે આખરે વિકૃત, થઈ સુકાઈ જાય છે અને ખરી પડે છે. ચેપી પાંદડા ની નીચેની બાજુના નસોના ભાગ કથ્થઈ થઈ શકે છે. અંકુર પર, કથ્થઈ અથવા કાળા ચાઠા પણ વિસ્તરેલા દેખાય છે. પછીના તબક્કે, ફાલ અને દ્રાક્ષ ને પણ અસર થાય છે અને વેલાઓ માંથી ઊતરી ગયેલ ગંધ આવે છે. દૂષિત દ્રાક્ષ ઘેરા કથ્થઈ રંગની અને ડાઘા વાળી અથવા શબજેવી થાય છે. કેટલાક વેલાની જાતોમાં આવરણ છુટાછવાયા હોય છે અને તેના લક્ષણો પાંદડા ના રાખોડી અથવા આછા જાંબુડી રંગના વિકૃતિકરણ સુધી મર્યાદિત હોય છે.
સલ્ફર, બાગાયતી તેલ અને વિવિધ વ્યાપારી ઉત્પાદનો વ્યવસ્થિત પ્રમાણિત દ્રાક્ષ પર સ્વીકારવામાં આવે છે. એમ્પએલોમાઇસિસ કવિસક્યુએલિસ પરોપજીવી ફૂગ ઇરીસીફે નેકટર ના જીવન ચક્રને નિષ્ફળ બનાવવા જોવા મળેલ છે. એવું જાણવા મળેલ છે કે, કેટલાંક વેલા માટે ફૂગ ભક્ષણ કરતાં અતિ સૂક્ષ્મ જંતુઓ અને ફૂદાં પાવડરી ફૂગની વસાહતો ઘટાડે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બધા લીલા છોડ ની સપાટીને આવરી લેતો અને સમયસર સારો છંટકાવ કરવો જરૂરી છે. સલ્ફર, તેલ , બાયકાર્બોનેટ અથવા ફેટી એસિડ્સ પર આધારિત રક્ષકો નો પ્રાથમિક ચેપ ઘટાડવા માટે ઉપયોગ કરી શકાય. એક વાર જયારે ફૂગ દેખાય ત્યારે સ્ટ્રોબીલુરીન્સ અને એઝોનાફથાલેનસ પર આધારિત ઉત્પાદનો છાંટી શકાય છે.
ફૂગનો રોગ પેદા કરતા જીવાણુ ઇરીસીફે નેકટરને કારણે પાવડરી ફૂગ થાય છે. તે શિયાળામાં નિષ્ક્રિય કળીઓ અથવા વૃક્ષની છાલની ફાટ માં સુપ્ત ફૂગના બીજ તરીકે રહે છે. વસંત દરમ્યાન, આ બીજ પવન દ્વારા નવા છોડ પર (પ્રાથમિક ચેપ) લઈ જવામાં આવે છે.ફુગનો છોડના વિવિધ ભાગો પર વિકાસ થયા પછી ,તે નવા બીજકણ ઉત્પન્ન કરે છે કે જે પવન દ્વારા (દ્વિતીય ચેપ) વધુ ફેલાય છે. ધુમ્મસ અને ઝાકળરહિત ભેજ, લાંબા સમય સુધી પાંદડા ની ભીનાશ અથવા વાદળછાયુ વાતાવરણ બીજકણ ઉત્પાદનની તરફેણ કરે છે પરંતુ તે ચેપ પ્રક્રિયા માટે જરૂરી નથી ( અન્ય ફૂગના રોગો થી વિરુદ્ધ). ઓછા થી મધ્યમ કિરણોત્સર્ગ અને 6 થી 33 ° સે તાપમાન (22 થી 28 ° સે થી મહત્તમ) ફુગના જીવનચક્રની તરફેણ કરે છે. 35 ° સે તાપમાન , સીધો સૂર્યપ્રકાશ અને વારંવાર વરસાદ માં પાંદડાની સપાટીઓને ખુલ્લી કરવાથી પાવડરી ફૂગમાં ઘટાડો થાય છે.