Phytophthora nicotianae
ફૂગ
આ રોગ ના લક્ષણો છોડની વૃદ્ધિના તમામ તબક્કે અને છોડના તમામ ભાગોમાં જોઈ શકાય છે. પાંદડામાં અસામાન્ય રંગો અને સ્વરૂપો, વિકૃતિ અને વળેલા દેખાય છે. પાંદડાંમાં વ્યાપકપણે પીળાશ પડતી પટ્ટીઓ દેખાય છે. જેમ વૃક્ષોમાં, ફળો પણ અયોગ્ય આકારના હોય છે, અને તેમની પર કાળા અથવા કથ્થઈ રંગના ઝખ્મ હોય છે. અંતિમ તબક્કામાં આ ઝખ્મમાં વ્યાપક ફૂગ નિર્માણ થાય છે અને તેમાંથી સ્ત્રાવ ટપકતો જોઈ શકાય છે. ફળો કરમાય છે અને છાલને સ્પષ્ટપણે સંકોચાતી જોઈ શકાય છે. ઝાડની છાલ ઘેરા બદામી રંગની બને છે અને ડાળીપર સ્પષ્ટપણે ઉધઈ જોઇ શકાય છે. ઝાડની છાલ પરના જખમ માંથી પુષ્કળ ગુંદર (ગમોસિસ) બહાર આવે છે. જ્યારે કાપવામાં આવે ત્યારે, ડાળી અને મૂળની આંતરિક પેશીઓમાં સડાના (વિકૃતિકરણ) ના ચિહ્નો જોઈ શકાય છે. એકંદરે, છોડ કરમાય જાય છે અને ગંભીર કિસ્સાઓમાં, આદ્રીકરણ જોઇ શકાય છે.
પાક અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને, આ ફૂગને નિયંત્રિત કરવું અલગ અલગ હોઈ શકે છે. ફિટોફથોરા નિકોટિનેના ઘણા હરીફ અને પરોપજીવી અસ્તિત્વ ધરાવે છે, ઉદાહરણ તરીકે એસ્પેરગિલસ ટેરેઅસ, સ્યુડોમોનાસ પુટિડા અથવા ટ્રાઇકોડર્મા હરઝીયાનમ છે. તાંબા-આધારિત ફુગનાશકનો ભીની ઋતુ દરમિયાન દરેક 2-3 મહિને લાગુ કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકે છે. અસરગ્રસ્ત છાલને દૂર કરી અને તેની પર તાંબા આધારિત ફૂગનાશક સાથે રંગી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કેટલાક પાકોમાં, મેટલેકસીલ અને ફોસ્ફોનેટ બંને અસરકારક જોવા મળ્યા છે. મેટલેકસીલ માટે કેટલોક પ્રતિકાર પણ જોવા મળેલ છે.
ફિટોફથોરા નિકોટિને કૃષિ અને બાગાયતી ક્ષેત્રે ઘણી મહત્વની વનસ્પતિઓની જાતિઓમાં જોવા મળે છે. જે ખાસ કરીને તેને ગંભીર રોગ પેદા કરતા જીવાણુ તરીકે ઓળખાવે છે. તે માટીજન્ય ફૂગ છે અને સામાન્યરીતે ગરમ અને ભેજવાળી આબોહવામાં જોવા મળે છે પણ સમશીતોષ્ણ આબોહવામાં જોઇ શકાય છે. રોગ પેદા કરતા જીવાણુના પ્રસાર અને તેના બીજના ફેલાવા માટે ભેજ જરૂરી છે. વરસાદ અથવા સિંચાઇના પાણીનો છંટકાવ રોગના બીજને અસરગ્રસ્ત છોડ પરથી નજીકના તંદુરસ્ત છોડપર પ્રસ્થાપિત થવામાં મદદ કરે છે. તે બીજ તરીકે પાણીમાં પણ ટકી રહે છે અને આમ નીક અથવા સિંચાઇ પદ્ધતિ મારફતે દૂરની તંદુરસ્ત જગ્યાને પણ સંક્રમિત કરી શકે છે.