સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં એન્થ્રેકનોસ (ઘેરા રંગના ચાઠાં)

Colletotrichum spp.

ફૂગ

ટૂંકમાં

  • પાકતા રહેલા ફળ પર આછા કથ્થાઇ રંગના, પાણીપચ્યા ટપકાં.
  • પાકેલા ફાળો પર ગોળાકાર ઘેરા કથ્થાઈ અથવા કાળા રંગના, ખાડાવાળા ઝખ્મ.
  • મુખ્યત્વે મૂળથી ઉપર રહેલ છોડની પેશીઓ વિકૃત રંગની.
  • પાંદડા પર કાળા રંગના ટપકાં અને નુકસાન.
  • લીલા કુમળા ભાગો પર ખાડાવાળા ઘેરા કથ્થાઈ અથવા કાળા રંગના, ગોળાકાર ટપકાં.

માં પણ મળી શકે છે

1 પાક
સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

લક્ષણો

આ રોગથી છોડના તમામ ભાગો પ્રભાવિત થઇ શકે છે જે સડાનું કારણ બને છે. સડતા રહેલા ફળો એ સૌથી સ્પષ્ટ લક્ષણો છે અને મૂળની નજીક તથા ઉપરની તરફ આવેલ પેશીઓ વિકૃત રંગની બને છે, જેને ‘ક્રાઉન રોટ’ પણ કહેવામાં આવે છે. જ્યારે છોડના ઉપરના ભાગને ચેપ લાગે છે, ત્યારે આખો છોડ નબળો પડી શકે છે. ચેપગ્રસ્ત છોડના ઉપરના ભાગને કાપીને જોતા તમે રંગીન વિકૃતિકરણ જોઈ શકો છો. પાકતા રહેલા ફળ પર ફળ આછા કથ્થાઈ રંગના, પાણીપચ્યા ટપકાં તરીકે ફળોમાં સડો શરૂ થાય છે, જે ઘેરા કથ્થાઈ અથવા કાળા રંગના, કડક ઝખ્મમાં ફેરવાય છે. ભેજવાળી પરિસ્થિતિમાં, ફળના ઝખ્મમાંથી નારંગી રંગનું પ્રવાહી બહાર આવતું જોઈ શકાય છે. કળીઓ અને ફૂલો પર કાળા રંગના ઝખ્મ અને સૂકાતા રહેલા ફૂલો એ ચેપના પ્રારંભિક લક્ષણો છે. પાંદડા પર પણ કાળા રંગના ટપકાં અને નુકસાન હોઈ શકે છે, પરંતુ ફક્ત આ લક્ષણ નો અર્થ છોડમાં એન્થ્રેકનોઝ સાબિત કરતો નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જે રોગને સ્પષ્ટપણે નિયંત્રિત કરે તેવા ઉત્પાદનો માટે તપાસ કરો. તેને ઉપયોગી બેક્ટેરિયા અથવા ફૂગથી બનાવવામાં આવે છે. રોગની શરૂઆત થાય તે પહેલાં ઉપયોગ કરાવથી આ ઉત્પાદનો સારું પરિણામ આપી શકે છે. જમીનમાં કાર્બનિક પદાર્થોને જાળવી અને/અથવા ઉમેરીને તથા પાછલા વર્ષના પાકના કચરાને દૂર કરીને તમારી જમીનને સ્વચ્છ રાખો. તંદુરસ્ત માટીમાં ઘણા ઉપયોગી સજીવો હોઈ શકે છે, જે માટીમાં રહેલા રોગાણુને ફેલાતા અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશાં જૈવિક ઉપચાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જ્યારે છોડ પર ફૂલો આવવાનું શરૂઆત થાય ત્યારે છંટકાવ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારવાર ચાલુ કરવા માટે ફળ પર લક્ષણો નિર્માણ થવાની રાહ જોશો નહીં. સરકાર દ્વારા માન્ય હોય તેવા જ ફુગનાશકોનો ઉપયોગ કરો. એન્થ્રેકનોઝ સૌથી અસરકારક ફૂગનાશક પ્રત્યે પ્રતીકરક્ષમતા નિર્માણ ન કરે તે માટે ફૂગનાશકનોને બદલતા રહો. તમે પસંદ કરેલા ફૂગનાશક કેવીરીતે કામ આપે છે તે તમે સમજી શકો તે માટે તેની પરનું લેબલ વાંચવાની ખાતરી કરો, અને તેના ઉપયોગ માટેની સૂચનાઓ અને નિયમોનું પાલન કરો. કેટલાક ફૂગનાશક એવું પણ દર્શાવે છે કે તેનો ઉપયોગ રોપણી તબક્કે ઊંડાણમાં મૂકી શકાય છે, જે તમારા પાકને વધુ સુરક્ષા આપી શકે છે.

તે શાના કારણે થયું?

એન્થ્રેકનોઝ એ એક ફુગનો રોગ છે અને સ્ટ્રોબેરી માટે તે બહુ જ નુકસાનકારક છે. તે સમગ્ર વિકાસની ઋતુ દરમિયાન અને લણણી પછી પણ મોટા નુકસાનનું કારણ બની શકે છે. સામાન્ય રીતે આ રોગ ખેતરમાં નવા સ્ટ્રોબેરીના રોપા દ્વારા પ્રવેશ કરે છે. ત્યાં રોગાણુ હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી વિકાસ માટે અનુકૂળ તાપમાન અને ભેજ મળે નહિ ત્યાં સુધી તે કોઈ ચિહ્નો દર્શાવતાં નથી. જ્યારે હવામાન ગરમ અને ભેજવાળું હોય ત્યારે રોગનો ફેલાવો વધુ થાય છે. જ્યારે વરસાદના ટીપાં જમીન પર પડે ત્યારે ત્યારે તેનાથી માટીના રજકણો હવામાં ધકેલાય છે અને તેનાથી રોગનો ફેલાવો થઈ શકે છે. ખાસ કરીને જયારે પવન વધુ ફૂંકાતો હોય ત્યારે આવું બને છે. એવું પણ નોંધવામાં આવ્યું છે કે રોગનું નવ મહિના સુધી જમીન તથા પાકના કચરામાં ટકી શકે છે, અને તે ખેતરની નજીક ઉગતા નીંદણને ચેપ લગાવી શકે છે. ખેતરમાં થતા યંત્રો તથા લોકોની અવરજવરથી પણ પણ રોગ ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત રોપાઓનો ઉપયોગ કરો અને ત્યારબાદ ખેતી માટેની યોગ્ય સારી પદ્ધતિઓ અનુસરવાનું ધ્યાન રાખો કારણ કે કેટલીકવાર તમારા રોપાઓ ખરેખર રોગ મુક્ત છે કે નહીં તે જાણવું મુશ્કેલ હોય છે.
  • ખેતીની યોગ્ય પધ્ધતિ જાળવી ખાતરી કરો કે પાકમાં યોગ્ય હવાઉજાસ મળી રહે છે અને જેથી નર્સરીમાં અને ખેતર બંનેમાં ફળ ઝડપથી કોરા પડી જાય છે.
  • પાણીના ટીપાં દ્વારા રોગ ન ફેલાય તે માટે ખુલ્લી માટીને લીલા ઘાસના મલ્ચથી આવરી લો.
  • પ્લાસ્ટિકના મલ્ચથી રોગનો ફેલાવો થતો હોવાના કારણે તેનો ઉપયોગ ટાળો.
  • ઉપરથી પડતા પાણીની બદલે નીચે મૂળમાં અપાતા અથવા ટપક સિંચાઈનો ઉપયોગ કરો.
  • જયારે છોડ ખીલવાની શરૂઆત હોય અને હવામાનની સ્થિતિ રોગ માટે અનુકૂળ હોય ત્યારે એન્થ્રેકનોઝ સામે કામ આપતાં પરંપરાગત અથવા કાર્બનિક ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરો.
  • ભલે તમને કોઈ લક્ષણો ન દેખાય, પરંતુ આ ફૂગનાશક દવાઓનો ઉપયોગ રોગને વધતો અટકાવે છે.
  • જે જમીનમાં જુના પાકનો કચરો ન હોય ત્યાં વાવેતર કરો અને નવા કાર્બનિક દ્રવ્યો ઉમેરી માટી તંદુરસ્ત રાખવાની ખાતરી કરો.
  • જમીન સંપૂર્ણપણે રોગમુક્ત હોવાની ખાતરી કરવા માટે, તમે તેમાં ધુમાડો કરી શકો અથવા સૂર્યપ્રકાશમાં તપાવી શકો છો.
  • નિયમિતપણે ખેતરમાંથી નીંદણ દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો