દાડમ

ફળ અને પાંદડાં પર કોરકોસ્પોરા ના ટપકાં

Pseudocercospora punicae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાં અને ફૂલોની પાંદડી પર ઘેરા રંગના ટપકાં.
  • ફૂલની પાંદડી પર પડેલા ટપકાં મોટા અને વધુ ઘેરા બને છે.
  • પાંદડા પરના ટપકાંની ફરતે પીળા રંગની કિનારી હોય છે.
  • પાંદડા આછા લીલા, પીળા પડે, અને ખરી પડે છે.
  • પર્ણ દંડને પણ ચેપ લાગશે.

માં પણ મળી શકે છે

1 પાક

દાડમ

લક્ષણો

ફૂલોની પાંદડી પર સૌ પ્રથમ લક્ષણો જોઈ શકાય છે. ત્યાં નાના, ગોળાકાર અને રંગમાં કથ્થઈ-કાળા રંગના ટપકાં દેખાય છે. ત્યારપછી તે ટપકાં મોટા બની, એકરૂપ અને ઘાટા બને છે. આકાર અનિયમિત બને છે અને આ પટ્ટા 1 થી 12 મીમી વ્યાસના કદ સુધી પહોંચી શકે છે. ફળ પરના ટપકાં બેક્ટેરિયયા થી થતાં નુકશાન જેવા દેખાય છે પરંતુ તે ઘાટા કાળા, અલગ, વિવિધ કદના, તિરાડો વગરના હોય છે અને ચીકણાં હોતા નથી. પાંદડા પર આ ટપકાં છૂટાછવાયા, ગોળાકાર અથવા અનિયમિત આકારના, ફરતે પીળા રંગની કિનારી સાથે ઘેરા લાલશ પડતાં કથ્થઈ કે લગભગ કાળા રંગના હોય છે. ટપકાં 0.5 થી 5 મીમી વ્યાસ ધરાવે છે અને તેને એકરૂપ થતાં નથી. ટપકાં વાળા પાંદડા આછા લીલા બની જાય છે, પીળા પડે છે અને અંતે ખરી પડે છે. ડાળી પર લંબગોળ કાળા રંગના ટપકાં દેખાય છે, જે ચપટા બને છે અને ફરતે ઉપસેલી કિનારી ધરાવે છે. ચેપગ્રસ્ત ડાળીઓ સૂકાઈ છે અને નાશ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, આ રોગ માટે અમને જૈવિક નિયંત્રણ વિશે કંઈપણ ખબર નથી. અમે આ ખૂટતી કડી ને ભરવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો આર્થિક રીતે નુકશાનનો દર વધે તો નિયંત્રણના પગલાંઓ લેવાની જરૂર પડે છે. ફળોના ઉદ્ભવ બાદ, 15 દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવાથી આ રોગ પર સારું નિયંત્રણ મેળવી શકાય છે. મેન્કોઝેબ, કોનાઝોલ અથવા કિટઝિન સક્રિય ઘટકો છે. ફક્ત દાડમ માટે જ નોંધણી પામેલ ફૂગનાશકનો છંટકાવ કરવો. પ્રતિકાર નિર્માણ થતો અટકાવવા માટે દર્શાવેલ સાંદ્રતા પ્રમાણે અને જુદીજુદી પધ્ધતિથી ફૂગનાશકોનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. સમયનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

સ્યુડોકોરોસ્પોરા પ્યુનિસાઇ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે છોડના કચરા અને ચેપગ્રસ્ત થડના ભાગોમાં ટકી શકે છે. તે પવન દ્વારા ફેલાય છે. વરસાદ અને પાણીનો ભરાવો રોગના ઉદભવ માટે અનુકૂળ રહે છે. ચેપ લાગવાની પ્રક્રિયા અને રોગનો ફેલાવો ભેજવાળી અને વરસાદની પરીસ્થિતિમાં ઝડપી હોય છે. પાંદડાં પરના ટપકાં પરોક્ષ રીતે ઉપજમાં ઘટાડો કરી શકે છે. તેઓ પાંદડાંના પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા શક્તિ નિર્માણ કરતાં વિસ્તારમાં ઘટાડો કરે છે. ચેપગ્રસ્ત પાંદડા ચાના ઉત્પાદન અથવા અન્ય કંઈપણ ઉપયોગીતા માટે વેચી શકાતા નથી. ફળ પરના ટપકાં ના કારણે તેનું બજાર મૂલ્ય ઘટે છે અને આર્થિક નુકસાનમાં પરિણમે છે. ચેપગ્રસ્ત ફળો વેચી પણ શકાતા નથી.


નિવારક પગલાં

  • પરોપજીવીથી મુક્ત અને પ્રમાણિત વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • ઉપજ પર અસર ન પડે માટે તમારા પાકને પૂરતું ખાતર આપો.
  • ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • વિકાસના દરેક તબક્કે, ખાસ કરીને ફૂલો આવે ત્યારે, રોગના ચિહ્ન જોવા માટે તમારા છોડ અથવા ખેતરને તપાસો.
  • ખેતરની સારી સ્વચ્છતા ફૂગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • રોગગ્રસ્ત ફળોને એકત્રિત કરી અને તેનો નાશ કરવો જોઈએ.
  • રોગગ્રસ્ત ડાળીઓને કાપી અને તેનો નાશ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ખરી પડેલા પાંદડાઓનો ઢગલો કરવો જોઈએ.
  • દાડમનો આઠથી બાર અઠવાડિયા સુધી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 92% કરતા વધુની ભેજવાળી પરિસ્થિતિમાં સંગ્રહ કરવો જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો