જુવાર

જુવારમાં ફૂગ (એરગોટ)

Claviceps africana

ફૂગ

ટૂંકમાં

  • અંડકોશ પર સફેદ આવરણ થઈ જાય છે.
  • છોડના બધા ભાગો પર મધના ટીપા જેવું દ્રવ્ય ફેલાય છે.
  • સફેદ પોપડો રચે છે.

માં પણ મળી શકે છે

1 પાક

જુવાર

લક્ષણો

જુવારના ડૂંડા માંના કેટલાક અથવા તમામ નાના ફૂલો નરમ, સફેદ, લગભગ ગોળાકાર આકારની ફુગના માળખા માં બદલાઈ જાય છે, જે ધાનના ફોતરાં વચ્ચે વધે છે. બીજકણ ધરાવતા મધના ટીપા જેવું ચીકણું, પાતળા કે રગડા જેવું, નારંગી-બદામી અથવા ઉપર થી સફેદ ટીપાં ઝમી શકે છે. ઉચ્ચ સાપેક્ષ ભેજવાળા વાતાવરણમાં, મધના ટીપાં ઓછી સ્નિગ્ધતા અને સફેદ હોય છે. ડૂંડા, બીજ, પાંદડાં, સાંઠા અને માટીની સપાટી ટપકતાં ટીપાં ના કારણે ચોળાય છે અને સફેદ દેખાય છે. જ્યાંથી પણ આ મધ જેવા ટીપાં સુકાય છે ત્યાં સફેદ, પાવડર જેવો પોપડો રચાય છે. મધના ટીપાંમાં બીજી વિવિધ તકવાદી ફૂગની વસાહતો થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કેટલાક, ટ્રાઇકોડર્મા સહિત, ચોક્કસ ફુગને અલગ કરતા વ્યાપારી ઉત્પાદનો,ખાસ કરીને ફૂગના ફેલાવાના ઘણા દિવસો પહેલાં, નો ઉપયોગ ગ્લાસહાઉસમાં રોગને ઘટાડે અથવા અટકાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચેપી મધના ટીપાથી અસર પામેલ બિયારણને કેપટનથી સારવાર આપવી જોઇએ. વરસાદની ગેરહાજરીમાં, પ્રોપિકોનાઝોલ અથવા ટબુકોનાઝોલ (ટ્રાયએઝોલ ફુગનાશક) થી 5-7 દિવસના અંતરે, 3-4 વખત જમીન પર છંટકાવ બીજના નિર્માણમાં સારું પરિણામ આપે છે. આ ફુગનાશકો તેમજ એઝોકસીસ્ટ્રોબીન પણ રોગગ્રસ્ત ભાગ પર સંતોષ જનક અસર સાથે સીધું અજમાવી શકાય છે.

તે શાના કારણે થયું?

કલેવિસેપ્સ અફ્રિકાના ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. દૂષિત જુવારના ફૂલો માંથી પ્રાથમિક રોગના બીજકણોની ઊંચી સાંદ્રતા ધરાવતા મધ જેવા ટીપાં ઝરે છે. વધુમાં, પવનજન્ય રોગના બીજકણો ઉત્પાદન થાય છે જે મધ્યમ થી દૂરના અંતર સુધી ફેલાય છે. પ્રાથમિક ચેપ પુખ્ત બિયારણજન્ય રોગના બીજથી અથવા લણણી દરમ્યાન ચેપગ્રસ્ત ડૂંડા જમીન પર પડવાથી અને / અથવા મધ જેવા ટીપાના અવશેષો બીજને ચોંટવાથી શરૂ થાય છે. સુકુ મધ જેવું ટીપું 9-12 મહિના સુધી ચેપ લગાડી શકે છે. 14-32 ° સે અને શ્રેષ્ઠતમ 20 ° સે સુધી ફેલાઈ શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત છોડ અથવા બીજ જ વાપરો.
  • ફૂગ ના અંકુરણનો સમયગાળો ટાળવા માટે શક્ય તેટલી વહેલી વાવણી કરો.
  • ફૂગ પ્રત્યે ઓછી સંવેદનશીલ જાતોના છોડનું વાવેતર કરો જેમકે નીચા, ફૂલો આવતા પહેલા તાપમાનની સહનશીલતા, ચુસ્ત ફોતરાંવાળા અને સમૂહમાંનાં ફૂલો આવવા માટે ઓછો સમય ધરાવતા.
  • ખેતરની નિયમિતપણે ચકાસણી કરો અને ચેપગ્રસ્ત ઝૂમખાંને તરત જંતુરહિત સાધનોનો ઉપયોગ કરીને દૂર કરો.
  • ખેતર ના અવશેષો ની ઊંડી ખેડ અને 3-વર્ષે પાકની ફેરબદલી ચેપ ઘટાડે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો