Deightoniella torulosa
ફૂગ
પાંદડાંની કિનારી નજીક મુખ્ય શિરા પર ગોળ, સોયની અણી જેવા, કાળા ટપકાં દેખાય છે. ધીમે ધીમે, આ ટપકાં કદમાં મોટા થાય છે અને પીળા રંગનો સાંકડો ભાગ વિકસાવે છે. મોટા ટપકાનું કેન્દ્ર સુકાય છે અને પીળા ગાળાથી બહાર પાંદડાની કિનારી સુધી આછો કથ્થાઈ વિસ્તાર વિકાસ પામે છે. આનાથી જે તે સ્થળોને ઊંધા 'વી' આકારનો દેખાવ મળે છે. ફળો પર, શરૂઆતમાં ફળના છેડે કાળા રંગનું વિકૃતિકરણ દેખાય છે અને પછી, અનિયમિત ઘેરા ટપકાં અથવા ઝીણા ટપકાં, ક્યારેક પીળા રંગની કિનારી સાથે, સમગ્ર ફળ પર વિકસે છે. કેટલીક જાતોમાં, લગભગ ગોળ લાલાશ પડતાં કથ્થઈ ટપકાં કે કાળા કેન્દ્રોવાળા અને ઘાટા લીલા રંગના ટપકાં, પાણી શોષાયેલ આભા વાળા ટપકાં જોઈ શકાય છે.
આ રોગ માટે કોઈ જ જૈવિક નિયંત્રણનો ઉપાય જાણીતો નથી. ગંભીર કિસ્સાઓમાં કોપરની જૈવિક ફોર્મ્યુલા, ઉદાહરણ તરીકે 1% બોર્ડેક્સ મિશ્રણ, છાંટી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ગંભીર કિસ્સાઓમાં 0.4% મેન્કોઝેબ અથવા 0.2-0.4% કોપર ઓક્ઝિક્લોરાઇડની તેલ આધારિત ફોર્મ્યુલા લાગુ પાડી શકાય છે. સપર્શતા ફુગનાશક જેવાકે ક્લોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ અને પ્રણાલીગત ફૂગનાશક, દા.ત. ટેબ્યુકોનેઝોલ અથવા પ્રોપિકોનેઝોલ ની ભલામણ કરવામાં આવે છે. સારવાર ટોચના પાંદડા સુધી પહોંચે તેની ખાતરી કરો.
દેઘટૉનિયેલા ટોરુલોસા ફૂગ એ આ રોગ કારક સજીવ છે. તે કેળાના મૃત પાંદડામાં હોય છે અને વરસાદ અને ઝાકળના સમયગાળા દરમિયાન નવો ચેપ પેદા કરે છે. જેમ જેમ ભેજ ઘટે છે, બીજ હિંસક છૂટે છે અને આખરે હવાજન્ય બની જાય છે. આથી જયારે હવાનો ભેજ વધુ હોય અને ત્યાર બાદ શુષ્ક હવાનો સમયગાળો હોય ત્યારે રોગનો ઝડપી ફેલાવો થાય છે. નજીકથી વાવેતર કરેલા ખેતર પણ ફૂગના ફેલાવાની તરફેણ કરે છે. ફૂગથી છોડની પેશીઓનો નાશ થાય છે, જેનાથી પ્રકાશસંશ્લેષણ માટેનો વિસ્તાર ઘટે છે અને ઉપજને નુકશાનનું કારણ બને છે.