Pseudocercospora angolensis
ફૂગ
પાંદડા પર ગોળાકાર અને છુટ્ટા છવાયેલા ડાઘ જોવા મળે છે, જેનો વ્યાસ ૧૦ મીમી જેટલો હોઈ શકે છે. સૂકાં વાતાવરણમાં આછા છીકણી કે ભૂખરા રંગનું કેન્દ્ર અને લાલાશ પડતા રંગની કિનારીઓ ધરાવતાં ડાઘ જોવા મળે છે, જેની આસપાસ પીળા રંગનું પ્રભામંડળ જેવું રચાય છે. વરસાદની શરૂઆત થયા બાદ તે કાળા પડી જાય છે અને તેના પર બીજકણો છવાઈ જાય છે, જે ખાસ કરીને પાંદડાની નીચેનાં ભાગ પર જોવા મળે છે. જેમ રોગનું પ્રમાણ વધે છે, તેમ આ ડાઘ એકરૂપ બને છે અને આખા પાંદડાને ક્લોરોટિક બનાવી દે છે, ઘણીવાર આ કારણે પાનખર જેવી સ્થિતિ પણ રચાઈ શકે છે. સમયાંતરે, પાંદડાનું કેન્દ્ર ખરી પડે છે અને શોટ-હોલ જેવી સ્થિતિનો ઉદ્ભવ થાય છે. લીલાં ફળો પર, ગોળાકાર કે અનિયમિત આકારના ડાઘ જોવા મળે છે, જે અલગ દેખાઈ આવે છે અથવા એકરૂપ થઇ ગયા હોય છે. ગંભીર ચેપ કાળા, ઉપસેલા અને ગાંઠ જેવા ભાગનો વિકાસ કરે છે, જે બાદ કેન્દ્રીય નેક્રોસીસ અને પાનખરની સ્થિતિ જોવા મળી શકે છે. પાકા ફળો પર પડેલ ડાઘ કદમાં અલગ હોઈ શકે છે, પરંતુ સપાટ હોય છે. ઘણીવાર તેમના કેન્દ્રમાં આછા છીકણી રંગનું કેન્દ્ર જોવા મળે છે. ઘણીવાર ડાળીઓ પર પણ ડાઘ જોવા મળે છે, જે નાની ડાળખીઓ સુધી પણ ફેલાય છે. આવા ઘણા ડાઘ મૃત કોશિકાઓમાં ફેરવાય છે.
Citrus latifolia અને Citrus limon સિવાયના ફળોના અર્કમાંથી બનાવેલ કુદરતી તેલ કદાચ આ રોગકારક જીવોનો ઉપદ્રવ ઘટાડવામાં મદદ કરી શકે છે. લીંબુના પાંદડાના અર્ક અને Citrus aurantifolia તથા બોટલબ્રશ છોડ જેવા કે Callistemon citrinus and Callistemon rigidusનું તેલ આ ફૂગને અવરોધે છે. આ ઉપાયની અસરને હજી સુધી માત્ર નિયંત્રિત પરિસ્થિતિઓમાં લેબોરેટરીમાં નોંધવામાં આવી છે. કોપર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. Trifloxystrobin, કે mancozeb પર આધારિત ફૂગનાશકોને ખનીજ તેલ સાથે ભેળવીને તેનો ઉપયોગ કરવાથી ફૂગ સામે અસરકારક પરિણામ મળે છે. Chlorothalonil, કોપર અને તે બંનેના મિશ્રણ પર આધારિત ફૂગનાશકો પણ અસરકારક સાબિત થાય છે. વરસાદ બાદ આ ફૂગનાશકોનો છંટકાવ વરસાદ બાદ કરવો જોઈએ, કારણ કે વરસાદમાં આ ફૂગના બીજકણો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
Pseudocercospora angolensis ફૂગના કારણે આ લક્ષણો જોવા મળે છે. જ્યાં સુધી બીજકણો ઉત્પન્ન કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન થાય ત્યાં સુધી તે ચેપગ્રસ્ત છોડના અવશેષો પર જીવિત રહે છે. ભેજવાળું શુષ્ક વાતાવરણ તેમના જીવન ચક્રની તરફેણ કરે છે, આ ઉપરાંત ૨૨-૨૬°C જેટલું ઠંડુ તાપમાન પણ તેમને અનુકૂળ છે. પાંદડાઓ ચેપ ફેલાવાનો મુખ્ય સ્ત્રોત બને છે, કારણ કે તેના પર પડતા ડાઘ, ફળ પર પડતા ડાઘ કરતાં વધુ બીજકણો ઉત્પન્ન કરે છે. હવાજન્ય બીજકણો દ્વારા લાંબા અંતરે આ ફૂગનો ફેલાવો થાય છે અને નજીકમાં તેનો ફેલાવો કરવા માટે વરસાદ જવાબદાર છે. ચેપગ્રસ્ત સામગ્રીને બીજા ખેતરો કે જગ્યાઓએ લઈ જતાં મનુષ્યો પણ આ રોગનો ફેલાવો કરી શકે છે.