Alternaria sp.
ફૂગ
એ. અરચીડીસ (A. arachidis) પાંદડા પર નાનાં બદામી, અનિયમિત આકારનાં ,પીળાશ પ્રભામંડળથી ઘેરાયેલા ટપકાં પેદા કરે છે. એ.ટેન્યુસસીમા (A. tenuissima) પાંદડાંના અણિયાળા ભાગ પર 'વી' આકારની ફૂગ થવાનું કારણ બને છે. બાદમાં, ઘેરા બદામી ઘા મધ્યશિરા સુધી વિસ્તરે છે અને આખુ પાંદડુ ફૂગવાળું દેખાય છે અને અંદરની તરફ વળીને બરડ થઈ જાય છે (પાંદડા પરની ફૂગ). એ. અલ્ટરનાટા (A. alternata) દ્વારા થતા જખમ નાના, ગોળ કે અનિયમિત આકાર વાળા અને સંપૂર્ણ પાંદડા પર ફેલાયેલા હોય છે. પાંદડા પહેલા પીળાશ પડતા ક્લોરોટિક અને ભીના હોય છે, પરંતુ જેમ તે વિસ્તરે છે, તેમ તેઓ નેક્રોટિક બને છે અને સંલગ્ન નસોને પણ અસર કરે છે (પાંદડાં પરનાં ટપકાં અને નસોનું નેક્રોસિસ). પાંદડાનાં કેન્દ્રીય ભાગો ઝડપથી સુકાય છે અને વિખરી જાય છે, જેના કારણે પાંદડા ખરબચડા દેખાય છે. આ સ્થિતિ છોડને પાનખર તરફ દોરી જાય છે.
અત્યાર સુધી આ રોગો સામે કોઈ અસરકારક વૈકલ્પિક સારવાર શોધાઈ નથી. લક્ષણો દેખાયા પછી 3 ગ્રા/લિ કોપર ઓક્સિક્લોરાઈડ નો છંટકાવ આ રોગ સામે અત્યંત અસરકારક છે.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. પ્રારંભિક લક્ષણો દેખાયા પછી રાસાયણિક નિયંત્રણ પગલાં તરીકે ૩ ગ્રામ મંકોઝેબ પ્રતિ ૧ લિટર પાણીનાં સંયોજનનો પાંદડાં પર છંટકાવ કરવો.
આ રોગ અલ્ટરનેરીયા(Alternaria) પ્રજાતિની ત્રણ માટી- ધારિત ફૂગને કારણે થાય છે. દૂષિત બીજ ચેપ માટેનો પ્રાથમિક સ્ત્રોત બની શકે છે. જો આવા બીજનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો ગંભીર નુકસાન થઈ શકે છે. પવન અને જંતુઓ દ્વારા પણ સરળતાથી ચેપનો ફેલાવો થાય છે. ૨૦° સેથી ઊંચું તાપમાન, લાંબા સમયગાળા સુધી પાંદડા પર ભીનાશ અને વધારે પ્રમાણ માં ભેજ આ રોગનાં ફેલાવાની તરફેણ કરે છે. વરસાદ પછીની મોસમમાં સિંચાઇ કરાયેલ મગફળીના પાક માટે આ ઘટના મહત્વપૂર્ણ હોઈ શકે છે. રોગની ઘટના અને તીવ્રતાને આધારે શીંગો અને ઘાસચારાની ઉપજમાં અનુક્રમે ૨૨% અને ૬૩% સુધી ઘટાડો થઈ શકે છે.