ચોખા

બકાના અને જડમાં સડો

Gibberella fujikuroi

ફૂગ

ટૂંકમાં

  • પીળાશ પડતા લીલા પાંદડાવાળા પાતળા છોડ અને ફીક્કા લીલા ફ્લેગ જેવા પાંદડા.
  • અસામાન્ય લાંબુ થડ.
  • ઓછુ ખેડાણ અને સડેલા થડનું મૂળિયા સાથે જોડાણ .

માં પણ મળી શકે છે


ચોખા

લક્ષણો

બકાનાએ રોપાઓનો રોગ ગણાય છે પરંતુ તે છોડની વૃદ્ધિના બધા તબક્કામાં દેખાઇ શકે છે. ફૂગ છોડવાઓને મૂળિયા દ્વારા અથવા ઉપરના ભાગ દ્વારા ચેપ લગાડે છે અને પછી પદ્ધતિસર થડ દ્વારા છોડમાં વધતી જાય છે. જો પ્રથમ તબક્કામાં ચેપ જળવાઇ રહે તો રોપાઓનો અસાધારણ ઉંચાઇવાળા છોડ જેટલો વિકાસ થાય છે. (ઘણી વખત કેટલાંક ઇંચ) અને સાથે ફીક્કા, પાતળા અને સૂકા પાંદડાવાળા ઓછા વાવેતર વાળો છોડ થાય છે. થડની અંદરનો ભાગ સડી જાય છે અને ઉપરની ડાળીની ગાંઠોમાંથી નવા મૂળ ફૂટે છે. ચેપવાળા છોડવાઓમાં ડાળી ઉપર બદામી ડાઘા દેખાય છે. જો છોડ પુખ્ત થાય ત્યાં સુધી જીવતો રહે તો તેમા અંશતઃ દાણા બેસે અથવા દાણા વગરનો રોપો રહે છે. અને તેવા છોડમાં ધ્વજ પર્ણ ઉંચુ ચડેલુ અને આડું હોવાથી ધ્યાને ચડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગ સામે કોઈ જૈવિક નિયમન આજ દિવસ સુધી જાણી શકાયુ નથી. વાવણી વખતે મીઠાવાળા પાણીનો ઉપયોગ કરી શકાય અને હલકાં બીજ તંદુરસ્ત બીજથી જુદા પાડી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમ અપનાવો. ટ્રિફ્લેમિઝોલ, પ્રોપેક્ટોનાઝોલ, પ્રોકલોરઝ (એકલા અથવા થીરામની સાથે) ધરાવતા ફુગવાળા મિશ્રણમાં બીજ પાંચ કલાક પલાળેલા રાખવાનું ઉપયોગી જણાયુ છે. બીજની સોડિયમ હાઈપોક્લોરાઇટ (બ્લીચ) સાથેની માવજત પણ આ રોગની અસર ઘટાડવામાં અસરકારક છે. ઉપરનું મિશ્રણનો છંટકાવ અઠવાડિયામાં બે વખત તેના વિકાસના તબક્કામાં રોગ ઉપર કાબુ રાખવામાં મદદરૂપ થાય છે.

તે શાના કારણે થયું?

બકાના બિયારણમાંથી થતો ફુગનો રોગ છે. મોટ ભાગે આ ચેપી બીજ (એટલે કે બીજ ફુગના બીજકણથી ઢંકાઇ જાય છે) ના ઉપયોગથી થાય છે, તદઉપરાંત જ્યારે પેથોજન છોડના દ્રવ્યમાં અથવા જમીનમાં હોય ત્યારે પણ આ રોગ થાય છે. તે હવા અને પાણી, જે ફુગના કણોને એક છોડથી બીજા છોડમાં લઇ જાય તે દ્વારા ફેલાય છે. બકાના ખેતરના કાર્યો જેવા કે ચેપી છોડવાઓની લણણી ફુગના કણોને તંદુરસ્ત બીજમાં ફેલાવે છે અને ફૂગ ધરાવતા પાણીમાં બીજ પલાળી દે છે. ઉંચુ ઉષ્ણતામાન 30 થી 35 સેન્ટીગ્રેડ રોગની વૃદ્ધિને વેગ આપે છે.


નિવારક પગલાં

  • રોગ ઓછા થાય તે માટે શુદ્ધ બિયારણ વાપરો.
  • પ્રતિકારક્ષમ ઉપલ્બધ જાતોની તપાસ કરો.
  • તમારા રોપાનુ નિરીક્ષણ કરતા રહો અને પેલિશ, આલ્બીનો છોડ રોપવાનું ટાળો.
  • જેમાં નાઇટ્રોજન ભરૂપર હોય તેવા ખાતરોનો વધારે પડતો ઉપયોગ ટાળો.
  • છોડ રોપતા પહેલાં ખેતરનું ઉંડુ ખેડાણ જમીનને યુવી પ્રકાશ માટે ખુલ્લી કરવામાં મદદ કરે છે.
  • વાવણી પહેલાં અગાઉના પાકના મૂળિયાનો નાશ કરવા ખેતર ખેડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો