Uromyces phaseoli
ફૂગ
પાંદડાની નીચેની સપાટી ઉપર, પ્રારંભિક લક્ષણો તરીકે સફેદ ફુગના કણો માં કથ્થાઈ કે લાલ રંગની નાની ગોળ ફોડલી દેખાય છે. ફોડલી કદાચ નાના સમૂહમાં દેખાય અને ત્યારબાદ પાંદડાંના મોટા ભાગમાં ભળી જાય છે. ઉપરાંત, પાછળથી મોસમ દરમ્યાન તે રેખીય, ઘેરા બદામી વિસ્તારો તરીકે જોઈ શકાય છે. ભારે ચેપની સ્થિતિમાં પાંદડાની ઉપરની સપાટીને પણ અસર થાય છે, જેનાથી આખું પાંદડું ફોડલીથી ભરાઈ જાય છે. પાંદડા સૂકા, નબળા પડે, અને ખરી જાય છે. આ તબક્કામાં રોગ, પાંદડાંની દાંડી, શીંગો અને ડાળીને પણ અસર કરી શકે છે. તીવ્ર પાનખર ઉત્પાદનને ગંભીર નુકસાન પહોંચાડે છે.
એકવાર રોગનો ચેપ જણાય, સાલ્વિયા ઓફિસિનાલિસ અને પોટેન્ટિલા ઈરેક્ટા નો અર્ક ફૂગના વિકાસને અટકાવવામાં રક્ષણાત્મક મદદ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો બાદના તબક્કમાં ચેપની ખબર પડી હોય તો, કેમિકલ સારવાર કામ ન આપી શકે. જો ફુગનાશકની જરૂર લાગે તો, મેન્કોઝેબ, પ્રોપિકોનાઝોલ, કોપર કે સલ્ફર ના સંયોજનને ધરાવતા ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ કરી શકાય (સામાન્યરીતે 3G /લિટર પાણી). ચેપની પ્રથમ જાણ બાદ તુરંત છંટકાવ કરો અને ત્યારબાદ 15 દિવસ પછી તેનું પુનરાવર્તન કરો.
જમીનમાં પાકના કચરામાં અથવા વૈકલ્પિક યજમાનમાં રોગ પેદા કરતા જીવાણુ અસ્તિત્વ ધરાવે છે. પ્રાથમિક રોગ જમીન પરથી છોડના નીચેના પાંદડા ઉપર ચેપના બીજકણ ફેલાવાથી થાય છે. પાછળથી પવન દ્વારા ચેપ એક છોડ પરથી બીજા છોડ પર ફેલાય છે. ચેપની પ્રારંભિક શરૂઆત અને તેના ફેલાવા માટે હૂંફાળું તાપમાન (21 થી 26° C), ભેજવાળું અને વાદળિયું વાતાવરણ અને સાથેસાથે રાત્રી દરમ્યાન ભારે ઝાકળ અનુકૂળ આવે છે.