Kabatiella zeae
ફૂગ
નીચલા પાંદડા પર નાના, પાણી શોષાવાથી થતા, ગોળ જખમ દેખાય છે. જખમ મોટું થાય છે અને રાતા કેન્દ્ર, ઘાટો કથ્થઈ રંગનો ગાળો અને મોટી પીળા રંગની "આભા" સાથે "આંખ જેવા ટપકાં" નો વિકાસ કરે છે. ત્યાર બાદ તે એકરૂપ થઇ પીળાશ પડતા અથવા સુકાયેલ પેશીઓની પટ્ટીઓ રચે છે. સામાન્ય રીતે જખમ જૂના પાંદડા પર જોવા મળે છે, પરંતુ પર્ણદંડ અને ડૂંડાની છાલ પર પણ જોઇ શકાય છે.
માફ કરશો, અમને કાબસીયેલા ઝીએ સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઉપજની સંભાવના, પાકનું મૂલ્ય અને ફૂગનાશકનો ખર્ચની દ્રષ્ટિએ, ફાયદા અને ગેરફાયદા ધ્યાનમાં રાખીને ફૂગનાશકથી સારવારને બરાબર મૂલવો. ફૂગનાશકથી સારવારમાં મેન્કોઝેબ, પ્રોપિકોનેઝોલ અને ક્લોરોથેલોનીલ નો સમાવેશ થાય છે. આ સંયોજનો સાથે બીજની સારવાર પણ ધ્યાનમાં લઈ શકાય
જમીન પર રહેલ મકાઈના અવશેષો અને ક્યારેક બીજ પર પણ ફૂગ અસ્તિત્વ ધરાવી શકે છે. વસંત ઋતુમાં, તે રોગના બીજકણ નિર્માણ કરે છે, જે પવન અથવા વરસાદના છાંટા દ્વારા નવા પાક પર ફેલાય છે. પછીનો ચેપનો ફેલાવો એક છોડમાંથી બીજા છોડ પર પવન અને પાણી છાંટા ઉડવાથી રોગના બીજકણ ફેલાવાથી થાય છે.ભીના પાંદડાં, ઠંડુ તાપમાન, વારંવાર વરસાદ અને ઝાકળ રોગના ફેલાવાની તરફેણ કરે છે. બીજી તરફ, ગરમ અને સૂકૂં હવામાન તેના પ્રગતિને ધીમી કરવામાં મદદ કરે છે. એક જ પ્રકારના પાક અને ઓછું ખેડાણ પણ ફૂગના વિકાસમાં ફાયદાકારક છે. ફૂલ આવવાના કે મકાઇની પરિપક્વતા તબક્કા દરમ્યાન છોડના ઉપરના ભાગોમાં ફૂગનો ફેલાવો થાય તો છોડની ઉત્પાદકતા અને ઉપજમાં ઘટાડો થઈ શકે છે.