સોયાબીન

સોયાબીનના થડ અને મૂળમાં સડો

Phytophthora sojae

ફૂગ

ટૂંકમાં

  • ચેપગ્રસ્ત છોડ, મૂળથી લઈને થડની મધ્યસુધી વિસ્તરેલ, લાંબા બદામી જખમની લાક્ષણિકતા દર્શાવે છે.
  • પાંદડા પીળા અને નમી પડે છે, છેવટે નાશ પામે છે પણ ડાળી પરથી ખરી પડતાં નથી.
  • સઘન જમીન, પાણીના ભરાવા માટે સંવેદનશીલ અને ભારે વરસાદ રોગની તરફેણ કરે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

વૃદ્ધિના શરૂઆતના તબક્કે, ફુગ બીજમાં સડો નિર્માણ કરે છે અથવા રોપાના ઉદભવ બાદ તેમાં આદ્રીકરણનું કારણ બને છે. છોડના વિકાસના પાછળના તબક્કાઓમાં, ચેપગ્રસ્ત છોડ, મૂળથી લઈને થડની મધ્યસુધી વિસ્તરેલ, લાંબા બદામી જખમની લાક્ષણિકતા દર્શાવે છે. મુખ્ય મૂળની અને થડની આંતરિક પેશીઓ નુકસાન થવાથી પાંદડા પીળા અને નમી પડે છે, છેવટે નાશ પામે છે પણ ડાળી પરથી ખરી પડતાં નથી. પ્રથમ લક્ષણો સામાન્ય રીતે સઘન જમીન, પાણીના ભરાવા માટે સંવેદનશીલ જમીન અને, ભારે વરસાદ પછી એક અથવા બે સપ્તાહ દરમ્યાન જોવા મળે છે. સંવેદનશીલ છોડને રોગથી ભારે નુકશાન થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી આ રોગ માટે કોઈ વૈકલ્પિક સારવાર ધ્યાન પર આવી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બિયારણની ફુગનાશકથી સારવાર એ પી. સોજેને નિયંત્રિત કરવા માટેનો એકમાત્ર રાસાયણિક ઉપાય છે. મેફેનોકસામ અને મેટલેકસીલનો બીજની સારવાર માટે ઉપયોગ કરી શકાય છે. આ ફુગનાશક પ્રત્યે કેટલાક કિસ્સાઓમાં પ્રતિકાર જોવા મળેલ છે. જમીનને કોપર ઓક્સીકલોરાઇડ (3ગ્રા/લી પાણી), અને ક્યારેક એન્ટિબાયોટિક (સ્ટ્રેપ્ટોસાયક્લીન) સાથે મેળવીને ભીંજવવાથી, સારું કામ કરે છે.

તે શાના કારણે થયું?

ફાયટોફથોરા સોજે, માટીજન્ય રોગ પેદા કરતા જીવાણુ છે કે જે ઠંડા અથવા થીજાવી નાખે તેવા સમયગાળામાં પણ કેટલાય વર્ષો સુધી છોડના કાટમાળમાં અથવા બીજમાં ટકી રહે છે. જયારે અવસ્થા તેના વિકાસ અનુકૂળ હોય(માટી ભેજનું ઉંચુ પ્રમાણ અને 25 થી 30 ° C નું મહત્તમ તાપમાન), મૂળ મારફતે ઋતુ દરમ્યાન તે છોડને સંક્રમિત કરી શકે છે. પ્રથમ લક્ષણો સામાન્ય રીતે ભારે વરસાદ થયા બાદ દેખાય છે. રોગગ્રસ્ત છોડ ખેતરમાં અનિયમનીત રીતે ફેલાયેલ દેખાય છે અથવા એ નીચાણ વાળા ભાગમાં અથવા જ્યાં પાણીનો નિકાલ ન થતો હોય ત્યાં જોવા મળે છે.


નિવારક પગલાં

  • રોગ પેદા કરતા જીવાણુથી મુક્ત, પ્રમાણિત બીજ જ ખરીદો.
  • પ્રતિકારક્ષમ અથવા સહિષ્ણુ જાત જ વાપરો.
  • ખેતરમાં પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો જેથી પાણીનો ભરાવો થાય નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો