સોયાબીન

ઉત્તરી થડની ઊધઈ

Diaporthe caulivora

ફૂગ

ટૂંકમાં

  • નીચલા શાખાઓના પાયામાં અને પાંદડાના ડીટાં પર રાતા-બદામી જખમ.
  • થડની ફરતે વિસ્તરેલ ઘેરી-બદામી રંગની ઉધઈ.
  • છોડમાં પાણી અને પોષકતત્વોના ક્ષતિગ્રસ્ત પ્રવાહથી પાંદડાની શિરાઓની વચ્ચેનો ભાગ પીળો પડવો.
  • અસરગ્રસ્ત પાંદડા નાશ પામે છે પરંતુ ડાળી સાથે જોડાયેલ રહે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

પ્રારંભિક લક્ષણો છોડની નીચલા શાખાઓના પાયામાં અને પાંદડાના ડીટાં પર નાના રાતા-બદામી જખમ દ્વારા દેખાય છે. પાછળથી જખમ થડ પર ઉપર અને નીચેની તરફ ફેલાય છે અને ઘેરા-બદામી રંગનું બને છે. થડ પર એકાંતરે લીલા અને કથ્થાઈ ચાઠાં રોગના લક્ષણો બતાવે છે. ઊધઈ થડની આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે અને પાણી અને પોષકતત્વોના પરિવહનમાં બાધક બને છે. પાંદડાની શિરાઓની વચ્ચેનો ભાગ પીળો પડતો દેખાય છે. પાછળથી પાંદડા નાશ પામે છે પરંતુ ડાળી સાથે જોડાયેલ રહે છે. છોડમાં જખમની ઉપરનો ભાગ નાશપામે છે અને શીંગો આવવામાં ગંભીર અસર થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, જૈવિક ફુગનાશક સાથે એક સંકલિત અભિગમની ભલામણ કરાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ચેપને નિયંત્રિત કરવા માટે ફૂગનાશકથી સારવાર મદદ કરી શકે છે પરંતુ તેના પરિણામો સારવારનો સમય, પર્યાવરણીય પરિસ્થિતિઓ અને ઉત્પાદનોના ઉપયોગ પર આધાર રાખીને અલગ હોય છે. જો જરૂરી હોય તો, વનસ્પતિની વૃદ્ધિ અને પ્રજનનના તબક્કા દરમ્યાન મેફેનોકસામ, ક્લોરોથેલોનીલ, થિયોફાઇનૅટ-મિથાઈલ અથવા એઝોક્ષીસ્ટ્રોબીન સમાવતા ઉત્પાદનો લાગુ કરી શકાય.

તે શાના કારણે થયું?

સોયાબીનના થડની ઊધઈ ભૂમીજન્ય ફૂગ ડાયપોર્થે ફાસિઓલોરમ ના કારણે થાય છે. બે જુદાજુદા પ્રકારની ફુગના કારણે દક્ષિણી અને ઉત્તરી થડની ઉધઈ એમ બે પ્રજાતિ બતાવે છે. તે ઠંડી દરમ્યાન ચેપગ્રસ્ત પાકના અવશેષોમાં અથવા બીજમાં ટકી રહે છે. તે છોડની વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં ચેપ લગાડે છે પરંતુ માત્ર પ્રજનનના તબક્કામાં લક્ષણો સ્પષ્ટ બને છે. ખાસ કરીને મોસમની શરૂઆતમાં, નિરંતર ભેજવાળું અને વરસાદી હવામાન, ચેપની તરફેણ કરે છે. ખેડની અવ્યવસ્થિત પદ્ધતિઓ પણ અનુકૂળ થઇ શકે છે.


નિવારક પગલાં

  • સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • રોગ પેદા કરતા જીવાણુથી મુક્ત પ્રમાણિત બિયારણની સામગ્રી વાપરો.
  • મોસમમાં પાછળથી વાવણી કરો.
  • સંતુલિત પોષકતત્વો સાથે જમીનની ઉત્પાદકતા સારીરીતે જાળવો.
  • ઓછામાં ઓછા બે વર્ષ માટે મકાઈ, ઘઉં, જુવાર જેવા બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો.
  • તમારા ખેતરની નજીક નીંદણની અતિશય વૃદ્ધિ ટાળો.
  • ભેજવાળો સમયગાળો ટાળવા શક્ય તેટલી વહેલી તકે લણણી કરો.
  • માટીને સૂર્ય કિરણોત્સર્ગ અને પવનમાં છતી કરવા ઊંડી ખેડ કરો.
  • લણણી પછી ચેપગ્રસ્ત પાકના અવશેષોને દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો