Fusarium virguliforme
ફૂગ
ફૂલના તબક્કા દરમિયાન પાંદડા પર નાના, નિસ્તેજ લીલા, ગોળાકાર ટપકાં દેખાય છે. પાંદડાની શિરાઓ ની વચ્ચેનો ભાગ પીળો પડવો અને પછી સુકાઈ જવો. જેમ જેમ રોગ વિકસે છે, શિરાઓ વચ્ચેની સુકાયેલ પેશીઓ નાશ પામે છે અને ખરી પડે છે, જેથી પાંદડાઓ ખરબચડા દેખાય છે. પાંદડાઓ છેવટે, સૂકા બને, વળી જાય અથવા ખરી પડે છે પરંતુ પાંદડાની દાંડી એ ડાળી સાથે જોડાયેલ રહે છે. થડના નીચેના ભાગમાં અને મુખ્ય મૂળમાં સડાના (કથ્થાઈ રંગનું વિકૃતિકરણ) ચિન્હો જોવા મળે છે. ફૂલો આવતા અટકે છે અને શીંગો વિકસતી નથી, અથવા તે ભરાતી નથી.
આજ દિન સુધી, આ ફૂગ માટે કોઈ જૈવિક નિયંત્રણ મળી આવેલ નથી. જો તમે કાંઈ જાણતા હોવ તો અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફુગનાશકનો પાંદડા પર છંટકાવ અસરકારક રહેતા નથીકારણ કે ફૂગ મૂળમાં હોય છે. તેના બદલે, ફલુઓપાયરમ જેવા ચોક્કસ ફુગનાશકથી બીજને સારવાર આપો.
ફ્યુસિરિયમ વીરગુલીફોર્મ ફૂગ જમીનમાં રોગના બીજકણમાં અથવા ઉપદ્રવ પામેલ પાકના અવશેષોમાં અસ્તિત્વ ધરાવે છે. તે વનસ્પતિની વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં મૂળ મારફતે ચેપ લગાડે પરંતુ તેના લક્ષણો માત્ર ફૂલ આવવાની ઋતુ દરમિયાન જ સ્પષ્ટ બને છે. ઠંડી અને ભીની જમીનમાં, વરસાદી હવામાનમાં, ગીચ વાવેતરવાળા ખેતરમાં, યોગ્યરીતે પાણીનો નિકાલ ન થતો હોય અથવા સઘન જમીનમાં રોગનો ફેલાવો વધુ થાય છે. સોયાબીનમાં ઈયળથી થયેલ ફોલ્લા, કિટકો અને ખોટી દેખભાળની પદ્ધતિથી થયેલ યાંત્રિક ઇજાઓ પણ ચેપ લાગવાનું જોખમ વધારે છે.