સોયાબીન

સોયાબીનના બીજ પર જાંબલી ડાઘ

Cercospora kikuchii

ફૂગ

ટૂંકમાં

  • ઉપલા પાંદડામાં ચિત્તદાર કથ્થઈ-જાંબુડી રંગનું વિકૃતિકરણ.
  • ડાળી અને શીંગો પર લાલ-કથ્થાઈ ટપકાં પણ દેખાઈ શકે છે.
  • બીજ પર વિવિધ કદના (ટપકાં થી લઇ મોટા ચાઠાં) ગુલાબી-જાંબલી રંગનું વિકૃતિકરણ.
  • અંકુરણનો દર અને રોપાના ઉદભવ પર અસર થઈ શકે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

દેખીતા લક્ષણો, વૃદ્ધિના પાછળના, ફૂલ અને શીંગો આવવાના, તબક્કા દરમ્યાન દેખાય છે. ઉપલા પાંદડામાં ચિત્તદાર કથ્થઈ-જાંબુડી રંગનું વિકૃતિકરણ અને સૂર્ય પ્રકાશથી બળેલ દેખાવથી રોગ દર્શાવી શકાય છે. ડાળી અને શીંગો પર પણ લાલ-કથ્થાઈ રંગના ટપકાં દેખાઈ શકે છે. ચેપગ્રસ્ત બીજ તંદુરસ્ત દેખાઈ શકે છે અથવા બીજ પર વિવિધ કદના, ટપકાં થી લઇ મોટા ચાઠાં સુધી, ગુલાબી-જાંબલી રંગનું વિકૃતિકરણ હોઈ શકે છે. આનાથી કદાચ ઉપજ પર નકારાત્મક અસર ન થાય, પરંતુ અંકુરણ દર અને રોપાના ઉદભવ પર અસર થઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, સેરકોસ્પોરા કુકુચી સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રંગની વિકૃતિવાળા બીજની ટકાવારી ઊંચી હોય તો બીજને ફુગનાશકથી સારવાર આપો. આ રોગના ફેલાવા પર થોડું નિયંત્રણ આપી શકે છે. શીંગોના પ્રારંભિક તબક્કા દરમ્યાન, પાંદડાંમાં ફૂગ અને શીંગોમાં ચેપ અટકાવવા માટે પાંદડાં પર ફુગનાશકનો છંટકાવ કરો, ઉદાહરણ તરીકે મેન્કોઝેબ (2.5 ગ્રા /લી પાણી).

તે શાના કારણે થયું?

પાંદડાં પર સેરકોસ્પોરા ટપકાં સેરકોસ્પોરા કુકુચીના કારણે થાય છે. આ ફૂગ ઠંડી દરમ્યાન જમીનમાં છોડના કચરામાં અને બીજમાં ટકી રહે છે. ઉચ્ચ ભેજવાળું વાતાવરણ, હૂંફાળું તાપમાન (22-26 ° સે ની આસપાસ), પવન અને વરસાદના ઝાપટાં પાંદડા પર ફૂગનો ફેલાવો અને રોગના વિકાસની તરફેણ કરે છે. ઘણીવાર પ્રારંભિક ચેપ સુસુપ્ત હોય છે અને ફૂલો અથવા શીંગોની રચનાના તબક્કા સુધી દેખાતો નથી. ધીમે ધીમે ફૂગ શીંગોમાં પ્રવેશે છે અને બીજ પર વિકાસ પામે છે, જે તેને ચિત્તદાર આછા જાંબુડી અથવા કથ્થઈ રંગની લાક્ષણિકતા આપે છે.


નિવારક પગલાં

  • રોગ પેદા કરતા જીવાણુથી મુક્ત પ્રમાણિત બીજ વાપરો.
  • સહિષ્ણુ જાતો ઉપલબ્ધ છે.
  • રોગના બનાવને મર્યાદિત કરવા બિન યજમાનો સાથે પાકની ફેરબદલી કરો.
  • ખેડાણ અને સૌર કિરણોત્સર્ગ અને પવનથી છોડના અવશેષોમાં આ ફૂગનું અસ્તિત્વ ઘટાડે છે.
  • લણણી પછી પાકનો કાટમાળ દૂર કરો અને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો