મકાઈ

ડૂંડા માં ફ્યુસિરિયમ સડો

Fusarium verticillioides

ફૂગ

ટૂંકમાં

  • દાણા માં સફેદ, ગુલાબી રંગની ફૂગ હોય છે.
  • કેન્દ્રિત માળખાવાળી સોનેરી છટાઓ.
  • ડૂંડા કરમાયેલા અને દાણા સડેલા.
  • અખાદ્ય.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

લક્ષણો મકાઈ ની વિવિધતા, પર્યાવરણ અને રોગની ગંભીરતા પર આધાર રાખીને બદલાય છે. સામાન્ય રીતે રોગ મોસમ ના અંતમાં અને સંગ્રહ દરમિયાન વિકસે છે. રોગગ્રસ્ત દાણા માંથી સફેદ, ગુલાબી રંગની ફૂગ તંદુરસ્ત દેખાતા દાણા વચ્ચે આંતરિક ફેલાય છે. દાણા વિકૃત દેખાઈ શકે છે. તેઓ રાતા અથવા કથ્થઈ દેખાય છે. વિકૃતિકરણ દાણાની ટોચ પરથી કેન્દ્રીય માળખું અનુસરે છે. જો પરિસ્થિતિ રોગ ના વિકાસ માટે સાનુકૂળ હોય તો (ગરમ અને સૂકુ હવામાન, જંતુઓની હાજરી), ડૂંડામાં સંપૂર્ણપણે ફૂગની વસાહતો થઈ શકે છે અને ખુબ જ વિસ્તૃત પ્રમાણ માં ફૂગનો વિકાસ દેખાય છે. આખું ડૂંડું કરમાયેલું દેખાય છે અને દાણા સંપૂર્ણપણે ખવાયેલ હોય શકે છે. અનાજની ઉપજમાં ઘટાડો થાય છે. ફૂગ ઝેરી તત્વો પેદા કરે છે અને ડૂંડાને અખાદ્ય બનાવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોગની ઘટના અને ઝેરી તત્વોનું ઉત્પાદન ઘટાડવા માટે સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ બેક્ટેરિયા પર આધારિત દ્રવણ ને બીજની સારવાર તરીકે અને છંટકાવ તરીકે ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોસમ ની શરૂઆતમાં ફુગનાશકો લાગુ કરવાથી ડૂંડા માં ચેપ મર્યાદિત કરી શકાય છે. ડૂંડામાં નુકશાન થાય ત્યાર પછી , રોગ સામે લડવા માટે ફુગનાશકો સૌથી વધુ અસરકારક રસ્તો નથી. ડૂંડા ને ઇજા કરતા અને ફૂગની વૃદ્ધિની તરફેણ કરતા જંતુઓ ની જીવાત ને નિયંત્રિત કરવાનું ધ્યાનમાં રાખો. ફૂગને નિયંત્રિત કરવા માટે ,અનાજના સખ્તીકરણ સમયે પ્રોપિકોનાઝોલ 1 મિલી /લી સમાવતા ઉત્પાદનો નો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

રોગ મુખ્યત્વે ફ્યુસિરિયમ વેર્ટીસિલ્લીઓઈડસ ફૂગ દ્વારા થાય છે, પરંતુ ફ્યુસિરિયમ ની અન્ય પ્રજાતિઓ સરખાજ લક્ષણો ટ્રીગર કરી શકે છે. તે બીજ, પાકના અવશેષો પર અથવા ઘાસ જેવા વૈકલ્પિક યજમાનો પર અસ્તિત્વ ધરાવે છે. બીજ મુખ્યત્વે પવન દ્વારા પરિવહન થાય છે. તે પ્રાથમિક રીતે કરાના જખ્મો દ્વારા અથવા જંતુઓ અને પક્ષીઓ ના ખોરાકને કારણે થતા નુકસાન ,અથવા ખેતરમાં કામ દરમિયાન થતી ઇજાઓ મારફતે મકાઈ ના ડૂંડામાં પ્રવેશે છે. તે અંકુરિત થાય છે અને ધીમે ધીમે પ્રવેશ બિંદુ થી દાણા માં વસાહત કરે છે. વૈકલ્પિક રીતે, તે છોડના મૂળમાં વસાહત કરે છે અને પ્રણાલીગત વૃદ્ધિ મારફતે છોડની ઉપર તરફ વધે છે. છોડ પર્યાવરણીય પરિસ્થિતિની વિશાળ શ્રેણી હેઠળ ચેપી થઈ શકે છે, પરંતુ ખાસ કરીને જયારે હવામાન ગરમ અને સૂકું રહે છે અને છોડ પર મોર આવવાની શરૂઆત થાય છે ત્યારે લક્ષણો વધુ તીવ્ર બને છે. તે મકાઈમાં સૌથી સામાન્ય ફૂગ છે.


નિવારક પગલાં

  • તમારા બજારમાં ઉપલબ્ધ સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • છોડ કે જે સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ ને અનુકૂળ હોય એવા છોડનું વાવેતર કરો.ખેતરમાં ખુબ ગીચતા થી વાવેતર કરવાનું ટાળો.
  • છોડની વૃદ્ધિના અંતિમ ચરણ દરમિયાન સારી રીતે ખાતર આપવાની ખાતરી કરો.
  • ઝેરી તત્વોનું ઉત્પાદન ટાળવા ચેપગ્રસ્ત અનાજ સાફ કરો અથવા તેમનો અલગ સંગ્રહ કરો.
  • સંગ્રહ કોઠારો સંપૂર્ણપણે સાફ રાખવા.
  • અનાજ છડતી વખતે વધુ પડતી ભીનાશ ટાળવા માટે પાકની લણણી પહેલાં હવામાનની આગાહીની માહિતીને અનુસરો.
  • લણણી દરમિયાન કણસલાને ઇજા ન થાય તેનું ધ્યાન રાખો.
  • અનાજનો ઓછા ભેજ અને નીચા તાપમાને સંગ્રહ કરો.
  • લણણી પછી પાકના અવશેષો ને ખેડી અને દફનાવી દો.
  • ઓછામાં ઓછા એક વર્ષ માટે બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો