ઘઉં

સંપૂર્ણ નાશ

Gaeumannomyces graminis

ફૂગ

ટૂંકમાં

  • મૂળ અને ડાળી ઘેરાં રંગના અને નીચલા પાંદડા પીળાશ પડતા.
  • ખેતરમાં કુપોષિત છોડોના સફેદ પટ્ટા.
  • ચપટા દાણા.
  • છોડને સરળતાથી માટીમાંથી ખેંચી શકાય છે.

માં પણ મળી શકે છે

2 પાક

ઘઉં

લક્ષણો

જી. ગ્રામીનીસ ફૂગ ને કારણે સંપૂર્ણ નાશનો રોગ થાય છે. શરૂઆતમાં ઘેરાં રંગના મૂળ અને ડાળીના કોષો તથા ખાસ કરીને પીળાશ પડતા નીચલા પાંદડા દ્વારા રોગના લક્ષણો દર્શાવી શકાય છે. જો છોડ આ તબક્કે ટકી જાય, તો તેનો વિકાસ નબળો થાય છે અથવા બિલકુલ થતો નથી અને મૂળમાં કાળા જખમ દેખાય છે જે પછી ટોચની પેશી તરફ ફેલાય છે. મૂળની પેશીઓમાં ઘેરા રંગની ફૂગ નો વિકાસ થતો જોઈ શકાય છે. વધુ વરસાદના વિસ્તારોમાં અને સિંચાઈ કરેલ ખેતરોમાં, આ રોગથી અનેક સંખ્યામાં સફેદ ટોચવાળા ઘઉંના છોડની રચના થાય છે. છોડના મૂળિયામાં ગંભીર રીતે સડો થવાથી, કે જે આ તબક્કે લગભગ કાળા રંગના હોય છે, તેને જમીનમાંથી સરળતાથી ખેંચી શકાય છે. ચેપગ્રસ્ત છોડ ચપટા દાણા નિર્માણ કરે છે, જે ઘણી વખત લણણી કરવા યોગ્ય પણ હોતા નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સ્યુડોમોનાસ પ્રજાતિના વિવિધ બેક્ટેરિયા રોગ પેદા કરતા જીવાણુને અસરકારક રીતે દૂર કરવા માટે સક્ષમ છે. તે જીવાણુનાશક નિર્માણ કરે છે અને લોહ જેવા આવશ્યક પોષકતત્વો માટે સ્પર્ધા નિર્માણ કરે છે. ફેનેઝાઈન અથવા 2,4-ડાયએસીટાયલફ્લોરોગલૂસીનોલ ઉત્પન્ન કરતાં બેકટેરિયા પણ આ રોગ સામે અસરકારક સાબિત થયા છે. શત્રુતાપૂર્ણ ફૂગની જાતો પણ વાપરી શકાય છે, દા.ત. નિરોગી ગેઉમેનોમયસીસ ગ્રેમીનીસ જાત. તે ઘઉંના બીજને આવરી લે છે અને રોગ પેદા કરતા જીવાણુ સામે પ્રતિકાર નિર્માણ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સીલથીયોફામ અને ફ્લુકવિનેઝોલ ધરાવતા ફુગનાશકો જી. ગ્રામીનીસ દૂર કરવા માટે વાપરી શકાય છે. સ્ટીરલ-અટકાવતા ફુગનાશક અને સ્ટ્રોબીન દ્વારા સારવાર પણ સંપૂર્ણ નાશ કરતા રોગનું દમન કરવા અસરકારક હોઇ શકે છે.

તે શાના કારણે થયું?

ગેઉમેનોમયસીસ ગ્રેમીનીસ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ઋતુઓ વચ્ચે તે પાકના કચરા અથવા માટીમાં ટકી રહે છે. તે સજીવ યજમાનમાં મૂળિયાને ચેપ લગાડે અને મૂળ મરી જાય પછી તેની મૃત પેશીમાં વસાહત બનાવી તેના પર નભે છે. જ્યાં લણણી અને નવા છોડના વાવેતર વચ્ચે ટૂંકો ગાળો(સપ્તાહો કે થોડા મહિના) હોય ત્યાં તે ઝડપથી વિકાસ પામે છે. રોગના બીજકાણ પવન, પાણી, પ્રાણીઓ અને ખેતીના સાધનો અથવા મશીનરી દ્વારા પરિવહન પામે છે. રોગ પેદા કરતા જીવાણુ હરીફો પ્રત્યે પ્રમાણમાં સંવેદનશીલ હોય છે અને માટીમાં રહેલ મૂળ સુક્ષ્મસજીવો સાથે ટકી શકતા નથી. તે ગરમી દ્વારા નિર્માણ પામેલ નિષ્ક્રિયતા પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • ગરમ અને ભેજવાળા વાતાવરણમાં દર બીજા વર્ષે,અને ઠંડી આબોહવામાં દર ત્રીજા વર્ષે માત્ર ઘઉં નું વાવેતર કરો.
  • દર બે વર્ષે ચોખા સાથે ફેરબદલી કરવાથી પાણીના ભરાવાને લીધે રોગ પેદા કરતા જીવાણુને મારી શકાય છે.
  • પાછલા પાકની લણણી પછી થોડાક અઠવાડિયાના વિલંબ પછી નવા ઘઉં ની વાવણી કરવી.
  • અન્ય જૈવિક માઇક્રોબાયલના દબાણ ને વધારવા માટે માટીની કાળજી પૂર્વક ખેડ કરો.
  • પૂરતા પ્રમાણ ખાતર આપો,ખાસ કરીને ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝીંક અને નાઇટ્રોજન ને લગતું.
  • ખેતરમાં પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થાની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો