કેપ્સિકમ અને મરચાં

મરી માં થતો ફુગજન્ય રોગ

Colletotrichum sp.

ફૂગ

ટૂંકમાં

  • ફળમાં જખમ.
  • ફળ ની અંદર કેન્દ્રિત રિંગ્સ.
  • લીલા ફળો ચેપગ્રસ્ત થાય છે પરંતુ પાકે ત્યાંસુધી કોઈ લક્ષણો દેખાતા નથી.
  • પાંદડાં અને દાંડી પર ઘાટ્ટી કથ્થઈ ધારવાળા રાખોડી- બદામી ટપકા.
  • શાખાઓ મૃત બને છે અને ફળોમાં સડો થાય છે.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

ફળો પર પાણી ભરાયેલ ગોળ અથવા કોણીય જખમ ,જે પાછળથી નરમ અને સહેજ સુકાયેલ થાય છે. જખમના કેન્દ્રો નારંગી અથવા કથ્થઈ રંગના હોય છે અને કાળા રંગમાં ફેરવાઇ જાય છે, જ્યારે તેની નજીકની પેશી હળવા રંગની હોય છે. જખમ લગભગ ફળ ની સપાટી ના મોટા ભાગને આવરી લે છે. ઘણાબધા જખમ થાય છે. ફળ ની અંદર કેન્દ્રિત રિંગ્સ સામાન્ય છે. લીલા ફળો સંક્રમિત થઈ શકે છે, પરંતુ તેઓ પાકે ત્યાં સુધી કોઇ લક્ષણો દેખાતા નથી. પાંદડાં અને દાંડી પર ઘાટ્ટી કથ્થઈ ધારવાળા નાના , અનિયમિત આકારના રાખોડી- બદામી ટપકા લક્ષણો તરીકે દેખાય છે.મોસમના અંતમાં પાકેલા ફળ સડી જાય છે અને શાખાઓ મૃત્યુ પામે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપગ્રસ્ત બીજો ને 30 મિનિટ માટે 52 ° સે ગરમ પાણીમાં પલાળીને સારવાર કરી શકાય છે.સારવારની સારી રીતે અસર થાય તે માટે તાપમાન અને સમય નું ચોક્કસપણે પાલન થાય તેની ખાતરી કરવી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો ફુગનાશકો જરૂરી છે, તો મંકોઝેબ સમાવતા ઉત્પાદનો અથવા કોપર-આધારિત ઉત્પાદનો નો છંટકાવ કરો. મોર આવવાનાં સમયે સારવાર શરૂ કરો.

તે શાના કારણે થયું?

રોગ મોટેભાગે જીનસ કોલેટોત્રિચમ (genus Colletotrichum) ફૂગના જૂથ, અન્ય વચ્ચે C. gloeosporioides અને C. capsici ને કારણે થાય છે. આ રોગજન્ય જીવાણુઓ મરીના છોડ ને લગભગ તમામ વૃદ્ધિના તબક્કે સંક્રમિત કરી શકે છે, અપરિપક્વ તેમજ પાકેલા ફળ પર , અને લણણી પછી. તેઓ બીજ , છોડના કાટમાળ અથવા સોલાન્સેઈ જેવા વૈકલ્પિક યજમાનો પર અસ્તિત્વ ધરાવે છે. ચેપગ્રસ્ત પ્રત્યારોપણ દ્વારા પણ તેઓ નવેસરથી થઈ શકે છે. ગરમ અને ભીના સમયગાળા દરમિયાન ફુગની તીવ્રતા વધી જાય છે, અને વરસાદ કે સિચાઈના પાણી મારફતે ફેલાય છે. એક ફળમાં 10 ° સે થી 30 ° સે તાપમાને ચેપ થઇ શકે છે, જયારે રોગના વિકાસ માટે 23 ° સે 27 ° સે તાપમાન શ્રેષ્ઠ છે. ફળ પરની ભીનાશ ફુગજન્ય રોગની ગંભીરતા વધારે છે.


નિવારક પગલાં

  • જમીન માં કાર્બનની માત્રા વધારવા માટે ખાતર નાખો.
  • પાણી નો ભરાવો ટાળવા માટે ખેતર માં સારી રીતે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજનો ઉપયોગ કરો.
  • વાવેતર કરતા પહેલાં રોગના સંકેતો જાણવા માટે રોપાને ચકાસો.
  • રોગના લક્ષણો માટે નિયમિત ખેતર ની ચકાસણી કરો.
  • ખેતર અને આસપાસ માંથી નીંદણ અને વૈકલ્પિક યજમાનો દૂર કરો.
  • માટી અને છોડ વચ્ચે બીજ નું સંક્રમણ ટાળવા બે ચાસ ની વચ્ચે લીલા ઘાસ ને લાગુ કરો.
  • ઉપરથી સિંચાઈ ટાળો અને ફક્ત સવારે જ સિંચાઈ કરો.
  • વિભાજીત નાઇટ્રોજન પદ્ધતિ નો ઉપયોગ કરી ખેતરમાં એક સંતુલિત ખાતર પૂરું પાડવાની યોજના બનાવો.
  • લણણી પછી છોડનો કચરો દૂર કરો અથવા તેમનો નાશ કરો.
  • પાકની ફેરબદલી કરો પરંતુ મરી, ટમેટા અથવા સ્ટ્રોબેરી ના અન્ય પાક સાથે નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો