Septoria lycopersici
ફૂગ
જુના માંથી નવા પાંદડા તરફ રોગના લક્ષણો ઉપર તરફ વધે છે. જુના પાંદડાની નીચેની સપાટી ઉપર નાના, પાણી શોષાયેલા, ઘેરા કથ્થાઈ રંગની કિનારીવાળા નાના રાખોડી રંગના ટપકા નિર્માણ થાય છે. રોગના અંતિમ તબક્કામાં, ટપકા મોટા અને એક રૂપ થાય છે, અને તેમના કેન્દ્રમાં કાળાં ટપકાં દેખાય છે. આવાં જ લક્ષણો ડાળી અને ફૂલોમાં પણ જોઈ શકાય છે, પરંતુ ફળો પર ભાગ્યે જ જોવા મળે છે. ભારે અસરગ્રસ્ત પાંદડાં થોડા પીળા પડે છે, સુકાય છે અને ખરી પડે છે. પાનખર થવાથી ફળ સૂર્યના તાપથી દાઝી જાય છે.
બોર્ડએક્સ નું મિશ્રણ, કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર સલ્ફેટ અથવા કોપર ઓક્સીકલોરાઇડ જેવા કોપર આધારિત ફુગનાશક રોગ પેદા કરતા જીવાણુનું નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. સમગ્ર સીઝન દરમ્યાન 7 થી 10 દિવસના અંતરાલે તેને લાગુ પાડી શકાય છે. જંતુનાશક પરના લેબલ પ્રમાણે જણાવેલ લણણીને લગતા બંધનોને અનુસરો.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મનેબ, મેન્કોઝેબ, ક્લોરોથેલોનીલ ધરાવતા ફુગનાશકો અસરકારક રીતે સેપ્ટોરિયા ફુગનું નિયંત્રણ કરે છે. ખાસ કરીને ફૂલ અને ફળ આવવાની મોસમ દરમિયાન ૭ થી ૧૦ દિવસ ની અંદર ફૂગનાશક થી સારવાર આપવી જોઈએ. જંતુનાશક પરના લેબલ પ્રમાણે જણાવેલ લણણીને લગતા બંધનોને અનુસરો.
સેપ્ટોરિયા પાંદડા ના ટપકા વિશ્વભરમાં જોવા મળે છે અને તે સેપ્ટોરિયા લાયકોપેરસીકી ફૂગ દ્વારા નિર્માણ થાય છે. આ ફૂગ ફક્ત બટાટા અને ટામેટા ના પરિવાર ના છોડ ને જ અસર કરે છે. ફૂગ ના વિકાસ માટે 15 ° અને 27 ° સે વચ્ચે નું તાપમાન અનુકુળ હોય છે, અને 15 ° સે તાપમાન વૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે. રોગના બીજકણ ઉપરથી પડતા પાણી, વરસાદના છાંટા, કામદારોના હાથ અને કપડાં, ખુદા જેવા કીટકો અને ખેતીના ઓજારો થી ફેલાય છે. તે ઠંડી દરમિયાન છાયડામાં રહેલા નીંદણ અને થોડા સમય માટે માટી કે માટીમાં રહેલ કચરામાં ટકી રહે છે.