બદામ

બદામના પાંદડાં પર લાલ ચાઠાં

Polystigma ochraceum

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાં પર કથ્થઈ રંગથી ઘેરાયેલા આછા લીલા થી પીળા-નારંગી રંગના અથવા ઘેરા રંગના અનિયમિત આકારના ટપકાં.
  • પાંદડા ટોચ અથવા કિનારીથી વળે અને સુકાય છે.
  • અકાળે પાનખર સર્જાઈ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક
બદામ

બદામ

લક્ષણો

પાંદડાની બંને બાજુએ આછા લીલા રંગના ટપકાં તરીકે લક્ષણોની શરૂઆત થાય છે, અને પછીથી તે પીળા-નારંગી રંગના પટ્ટાઓમાં ફેરવાય છે. આ પટ્ટાઓ વસંત ઋતુ દરમિયાન મોટા બને છે અને ધીમે ધીમે એકરૂપ થઇ, ઉનાળાના અંત સુધીમાં પાંદડાંના મોટાભાગ ને આવરી લે છે. જેમ જેમ તે ફેલાય છે તેમ તેમ તેના વચ્ચેનો કથ્થઈ રંગથી ઘેરાયેલ ભાગ ઘેરા રંગનો અને અનિયમિત આકારનો બને છે. રોગના અંતિમ તબક્કે, પાંદડાની ટોચ અથવા કિનારીથી વળે છે અને સુકાય છે. પાંદડા પર લાલ ચાઠાં ના રોગના કારણે અકાળે પાનખર સર્જાઈ શકે છે, જેથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઘટાડો થાય છે અને આમ, ઉપજને અસર કરી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ જંતુ માટે કોઈપણ પ્રકારના જૈવિક નિયંત્રણ વિષે ખબર નથી. કોપર ઓક્સિક્લોરાઇડ (2 ગ્રા / લી ), કોપર હાઇડ્રોક્સાઇડ (2 ગ્રા / લી ) અને બોર્ડેક્સ મિશ્રણ (10 ગ્રામ / લી ) પાંદડાં પર ચેપ લાગતો અટકાવતા કાર્બનિક ફુગનાશકો છે. આ રોગને ઓછો કરવા માટે મોર ખરવાના સમયે અને ત્યાર બાર 14 દિવસના અંતરે બે વાર ફુગનાશકોનો લાગુ કરવા અસરકારક રહે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. મેન્કોઝેબ અને અનુરૂપ ડાયથિઓકાર્બેમેટ્સ (2 ગ્રા/લી) એ પાંદડાં પર ચેપ લાગતો અટકાવવા માટેના મુખ્ય ફુગનાશક છે. આ રોગને ઓછો કરવા માટે મોર ખરવાના સમયે અને ત્યાર બાર 14 દિવસના અંતરે બે વાર ફુગનાશકોનો લાગુ કરવા અસરકારક જણાયું છે.

તે શાના કારણે થયું?

પોલિસ્ટિગ્મા ઓક્રેઝિયમ ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે, જે જીવંત પાંદડા પર તેજસ્વી રંગના ફૂગના માળખાં રચી તેમાં રહે છે અને પ્રતિકૂળ ઋતુ દરમિયાન જમીન પર રહેલ વૃક્ષના અવશેષોમાં મૃતજીવી તરીકે પણ ટકી શકે છે. ખરી પડેલા પાંદડા પર, ફૂગ પ્રજનન માળખાં બનાવે છે જે જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ બને ત્યારે વસંત ઋતુમાં રોગના બીજકણ નિર્માણ કરે છે. રોગના બીજકણ નિર્માણની પ્રક્રિયા ફૂલો આવવાના સમયથી શરૂ થાય છે અને તે પાનખર સુધી ટોચ પર પહોંચે છે. આ ફૂગ પ્રકાશસંશ્લેષણના દર અને વૃક્ષોની ઉત્પાદકતા પર અસર કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ અથવા ઓછી સંવેદનશીલ જાતો (જે બજારમાં મૂકવામાં આવેલ છે)નો ઉછેર કરો.
  • રોગના લક્ષણો માટે વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • રોગના જંતુઓનો ભરાવો ન થાય તે માટે નાશ પામેલ, સંક્રમિત લાકડાને કાપી નાખો.
  • બદામના ઝાડના ચેપગ્રસ્ત ભાગો તેમજ નાશ:પ્રાય પાંદડા અને બાકી બચેલા અંકુરોને દૂર કરો.
  • દૂર કરેલ કચરાને સળગાવીને અથવા જમીનમાં ઊંડે દાટીને તેનો નાશ કરવો જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો