Pseudocercospora cladosporioides
ફૂગ
પાંદડાની ઉપર અને નીચેની સપાટી પર રોગના લક્ષણો અલગ અલગ હોય છે. ઉપરની સપાટી પર, અનિયમિત, પીળાશ પડતા ટપકાં દેખાય છે, જે પાછળથી કથ્થઈ રંગના અને સુકાયેલા બને છે. તેનાથી વિપરીત, પાંદડાની નીચલી સપાટી પર ચાઠાં દેખાય છે જે ફૂગના વિકાસને કારણે ધીમે ધીમે ગંદા રાખોડી રંગમાં ફેરવાય છે. ત્યારબાદ પાંદડાઓ પીળા, લાલ-કથ્થઈ રંગના બની, અકાળે ખરી શકે છે, અને જેનાથી ગંભીર કિસ્સાઓમાં પાનખરનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે અસરગ્રસ્ત શાખાઓ અથવા વૃક્ષો નો વિકાસ અટકેલો દેખાય છે. ફળો પર નાના, કથ્થઈ ડાઘ કે ટપકાં દેખાઈ શકે છે અને તે મોડેથી, અનિયમિત રીતે પાકી શકે છે. ઘણીવાર આ લક્ષણો ફ્યુસિકલેડીયમ ઓલિન્જીનિયમ જેવા અન્ય પરોપજીવી, કોલેટોટ્રીચમની પ્રજાતિઓ અથવા એબાયોટિક પરિબળોને કારણે નિર્માણ થતા લક્ષણો જેવા જ દેખાય શકે છે.
રોગને નિયંત્રિત કરવા માટે વરસાદ પડ્યા પછી અથવા લણણી બાદ તુરંત બોર્ડેક્સ મિશ્રણ જેવા કાર્બનિક કોપર સંયોજનો લાગુ કરવા જોઈએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. પાંદડાંને રક્ષણાત્મક આવરણ મળી રહે તે માટે કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર ઓક્સિક્લોરાઇડ, ટ્રાયબેસિક કોપર સલ્ફેટ અથવા કોપર ઓક્સાઇડ જેવા સ્થાયી કોપર ધરાવતા રસાયણનો છંટકાવ કરી શકાય છે. પાનખર અને શિયાળાના વરસાદથી ફૂગના કણોનો ફેલાવો થાય તે પહેલા, લણણી પછી તરત આ કોપર આધારિત રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. ફળની ગુણવત્તા બગડે નહિ તે માટે લણણીના સમયની આસપાસ તેનો ઉપયોગ કરવો ન જોઈએ.
કોરોસ્પોરા ક્લાડોસ્પોરીઓઇડ્સ ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે વૃક્ષ પર રહેલ ચેપગ્રસ્ત પાંદડા પર, ખાસ કરીને તેના ડાઘમાં, ટકી રહે છે. જયારે તે ફરી વિકાસ શરૂ કરે છે, ત્યારે આ ડાઘ મોટા થાય છે અને તેમાં રોગના નવા બીજકણનો વિકાસ થાય છે. નવો ચેપ વરસાદ સાથે સંકળાયેલ છે અને મોટેભાગે તે શિયાળા દરમિયાન નિર્માણ થાય છે. ઉનાળામાં, મોટાભાગના રોગગ્રસ્ત પાંદડા ખરી ગયા હોય છે, અને આંશિક રીતે ખરી ગયેલ અંકુરો ની ટોચ પર થોડા તાજા પાંદડાં રહી ગયા હોય છે. ઊંચા તાપમાને ફૂગના જીવન વિકાસ રૂંધાય છે. આ રોગથી આર્થિક નુકશાન થાય તેટલો વિકાસ થતાં ઘણા વર્ષો લાગી શકે છે.વધુ પડતા પાનખર અને મોડેથી તથા અનિયમિત રીતે પાકતા ફળોના કારણે તેલની ઉપજમાં ઘટાડો થાય છે.