દ્રાક્ષ

એસ્કા

Togninia minima

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર પટ્ટીઓ, જે પાછળથી સુકાય છે અને અકાળે પાંદડાં ખરી પડે છે.
  • ફળ પર નાના, ગોળ, કાળા રંગના ટપકાં, જેનાથી તિરાડો નિર્માણ થાય છે.
  • લાકડાનો આડો છેદ લેતાં તેમાં કેન્દ્રિત રિંગ્સ દેખાય છે.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

વૃદ્ધિની મોસમ દરમિયાન કોઈપણ સમયે રોગ લાગી શકે છે. પાંદડા પર બે શીરા વચ્ચે “પટ્ટીઓ” નું નિર્માણ એ મુખ્ય લક્ષણ છે, કે જે રંગમાં વિકૃતિકરણ અને મુખ્ય શિરાની આસપાસની પેશીઓના સૂકવવાના લક્ષણ તરીકે જોઈ શકાય છે. તે સામાન્ય રીતે લાલ જાતોમાં ઘેરા લાલ રંગ અને સફેદ જાતિમાં પીળા રંગમાં દેખાય છે. પાંદડાઓ સંપૂર્ણપણે સુકાય અને અકાળે ખરી શકે છે. તેનાં ફળોની પર, ઘણીવાર ફરતે કથ્થાઈ-જાંબલી રિંગવાળા, નાના, ગોળ, ઘેરા રંગના ટપકાં દેખાઈ શકે છે. ફળ પર આ ટપકાં, ફળ આવવાથી લઈને પાકવા સુધીના કોઇપણ તબક્કે દેખાઈ શકે છે. ગંભીરરીતે અસર પામેલ વેલામાં, કેટલીકવાર દ્રાક્ષ ફાટે અને સુકાય છે. અસરગ્રસ્ત વાંસના ટેકરા, ઘેરાવો, અથવા થડ નો આડો છેદ લેતા તેમાં ઘેરા ટપકાંથી રચાયેલી કેન્દ્રિત રિંગ્સ દેખાય છે. ઇસ્કા ના ગંભીર સ્વરૂપ “અપોપ્લેક્સિ” માં સમગ્ર વેલો અચાનક નાશ પામી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કાપેલા નિષ્ક્રિય ભાગને 50° C તાપમાનવાળા ગરમ પાણીમાં 30 મિનિટ માટે ડુબાડી રાખો. આ સારવાર હંમેશા અસરકારક હોતી નથી અને તેથી અન્ય પદ્ધતિઓ સાથે જોડાયેલ હોવી જ જોઈએ. કાપણીથી નિર્માણ થતાં ઘાવ, પાયામાં વિકાસ પામતો ભાગ અને કલમ ચઢાવેલ ભાગને ચેપ થતો અટકાવવા માટે ટ્રાઇકોડર્મા ની કેટલીક પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કાપણીના 24 કલાકની અંદર અને ફરી 2 અઠવાડિયા પછી આ સારવારનો ઉપયોગ કરવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઘા માટેના પરંપરાગત રક્ષકો દ્રાક્ષના નિષ્ક્રિય કાપામાં ફૂગને અસર કરવા પૂરતાં ઊંડે સુધી જઈ શકતા નથી, તેથી રાસાયણિક પદ્ધતિથી આ રોગ ને નિયંત્રિત કરવો મુશ્કેલ હોય છે. થડના બધા રોગ માટે નિરોધક અભિગમ જ સૌથી વધુ અસરકારક પધ્ધતિ છે. ઉદાહરણ તરીકે, કલમ ચઢાવતા તુરંત પહેલાં, વિશેષ વેલા વૃદ્ધિ નિયમનકર્તા અથવા ફૂગનાશકની ફોર્મ્યુલામાં ડુબાડી શકાય છે. આ કલમની આંટીના વિકાસ માં મદદ કરે છે અને ફૂગથી ચેપ લાગતો અટકાવે છે.

તે શાના કારણે થયું?

મુખ્યત્વે તોગનિનીયા મિનિમા ફૂગ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે પરંતુ તેમાં અન્ય ફૂગ પણ (ઉદાહરણ તરીકે ફેયોમોનેલા ક્લેમાયડોસ્પોરા) કારણભૂત હોઈ શકે છે. નાના નવા વેલા પર ચેપ નિર્માણ થાય છે પરંતુ બગીચામાં પ્રથમ લક્ષણો ખરેખર 5-7 વર્ષ પછી દ્રશ્માન થાય છે. ફૂગ વેલા ના લાકડાંના ભાગો પર વિશિષ્ઠ માળખાંમાં શિયાળા દરમ્યાન ટકી રહે છે. વસંતમાં વરસાદ દરમિયાન, રોગના બીજકણ ઉત્પન્ન થાય અને છુટા પડે છે અને નિષ્ક્રિયતાના સમયમાં કરેલ કાપણીથી થયેલ ઘાવને ચેપ લગાડી શકે છે. કાપણી પછી કેટલાંક અઠવાડિયા સુધી જખમો ચેપ માટે સંવેદનશીલ રહી શકે છે. કાપણી પછી ઘા માં ચેપ નિર્માણ થયા બાદ, રોગ પેદા કરતા જીવાણુ લાકડામાં કાયમી વસાહત બનાવી સ્થાનિક ચેપ લગાડે છે, કે જે ફૂગનાશકથી સારવાર કરવાથી પણ નાબૂદ કરી શકાતું નથી.


નિવારક પગલાં

  • વિલંબિત કાપણી અથવા ડબલ કાપણી જેવી વૈકલ્પિક કાપણીની પદ્ધતિઓ અમલમાં મુકો.
  • રોગના બીજકણ ફેલાવાની શક્યતા વધુ હોય તેવા, ભારે વરસાદના સમયગાળા દરમિયાન કાપણી કરવાનું ટાળો.
  • વસંત ઋતુમાં નાશ પામેલ ટેકરા અથવા અટકેલ વિકાસવાળા અંકુર માટે બગીચાનું નિરીક્ષણ કરો.
  • બાદમાં ઉનાળામાં, વેલાનો ફૂગ લાગેલ ભાગ કાપી નાખો.
  • બગીચા માંથી રોગગ્રસ્ત કચરો દૂર કરો અને તેનો નાશ કરો.
  • વેલા પર સરખા પ્રમાણમાં મૂળ અને અંકુરનો સંતુલિત વિકાસ થાય ત્યાં સુધી થોડા વર્ષો સુધી ફળ લેવાનું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો