પપૈયા

ફાઈટોફથોરા થડ અને મૂળમાં સડો

Phytophthora spp.

ફૂગ

ટૂંકમાં

  • છોડનો વિકાસ અટકવો અને નાના પાંદડા.
  • થડમાં પાણીનું વાહન કરતી પેશીમાં અથવા સમગ્ર થડમાં કથ્થઈ રંગનું વિકૃતિકરણ જોઇ શકાય છે.
  • મૂળમાં ચેપથી તેમાં કાળા-બદામી રંગનો સડો નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

8 પાક
કારેલા
દ્રાક્ષ
કાસાવા
તરબૂચ
વધુ

પપૈયા

લક્ષણો

રોગના લક્ષણો ઘણાં મૂળને લગતા રોગ જેવા જ છે. નાના અને સહેજ પીળાશ પડતા પાંદડા, ફળના ઓછા ઝુમખા અને આંતરિક પેશીઓમાં ખવાણ એ ફાઈટોફથોરા થડ અને મૂળમાં સડોની મુખ્ય નિશાનીઓ છે. દૂષિત વેલા અથવા વૃક્ષોનો વિકાશ અટકી શકે છે અને પર્ણસમૂહ અકાળે ખરી શકે છે. થડની છાલ સડો થવાના સંકેતો દર્શાવી શકે અને કેટલાક કિસ્સાઓમાં, ગુંદરના ટીપાં જોઈ શકાય છે. થડનો આડો છેદ, થડથી મૂળ સુધી ફેલાયેલ રાતા-બદામી રંગની ઉધઈ દર્શાવે છે. ઉધઈ છેવટે થડને ફરી વળે છે, જેનાથી છોડના બાકીના ભાગમાં પાણી અને પોષકના પરિવહનને અસર કરે છે, આખરે ટોચથી શરુ કરી ડાળીનો નાશ થાય છે. વેલા અથવા વૃક્ષો ધીમે ધીમે મૃત્યુ પામે છે અને સરળતાથી જમીનની બહાર ખેંચી શકાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ફૂગ પ્રતિરોધી જૈવિક સારવાર આપી શકાય, જેમકે જખમને રંગવાથી અને કાપણી કરેલ ભાગને બોર્ડેક્સ મિશ્રણ લગાડીને. એ જ મનસૂબા સાથે પ્રતિબંધક સારવાર પણ હુમલા ઘટાડી શકે છે. જ્યારે વૃક્ષો પર વ્યાપક અસર થાય છે, ત્યારે રોગ અસાધ્ય બને છે અને માત્ર સુરક્ષાત્મક પગલા જ તેની ઉગ્રતા ઘટાડવા માટે મદદ કરી શકે છે

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સિંચાઈ મારફતે ફુગનાશકનો ઉપયોગ એ વૃક્ષો અને વેલાની સારવાર માટે એક અસરકારક માર્ગ છે. પ્રથમ લક્ષણો દેખાતાં જ, વૃક્ષોના મૂળ ભાગમાં ફૉસેટિલ એલ્યુમિનિયમ, કેટાલેક્સઝીલ અથવા મિથાઈલ થાયોફેનેટ -મિથાઈલ પર આધારિત ફૂગનાશક સાથે સારીરીતે સિંચાઈ કરો. રોગોને ફેલાતા અટકાવવા માટે, કૃષિના સાધનોને ઉપયોગ પછી બ્લીચથી જંતુમુક્ત કરવા જોઈએ.

તે શાના કારણે થયું?

જીનસ ફાઈટોફથોરા ફૂગની ઘણી પ્રજાતિઓ દ્વારા લક્ષણો નિર્માણ થાય છે. એકવાર એક ખેતરમાં આવ્યા બાદ, તેઓ ઘણા વર્ષો સુધી જમીન ટકી શકે છે અને તેની નાબૂદી શક્ય નથી. આ ફૂગ તેના વિકાશ માટે જમીનમાં ભેજનું ઉચ્ચ સ્તર અને ભેજવાળા, ગરમ હવામાન પર આધાર રાખે છે. ઘણીવાર રોગગ્રસ્ત વેલા અથવા વૃક્ષો એકલા અથવા નાના જૂથમાં, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, સમયાંતરે પૂર આવતું હોય અથવા અતિશય સિંચાઇ સાથે સંકળાયેલ ખેતરમાં મળી આવે છે. ટપક સિંચાઈ વાળા વાડી અથવા બગીચામાં, વાલ્વ નીચે જ્યાં પાણી સીધું થડ પર વહે છે ત્યાં ક્યારેક થડ પર લક્ષણો જોઈ શકાય છે. બીજી રીતે, ઉદાહરણ તરીકે, કલમ બનાવતી વખતે ચેપગ્રસ્ત સામગ્રીના પરિવહન દરમ્યાન રોગ ફેલાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, ફાઈટોફથોરા પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ચેપગ્રસ્ત છોડના અવશેષોનું ખેતરના વિવિધ વિસ્તારોમાં પરિવહન ન કરો.
  • પૂરની શક્યતા વાળા વિસ્તારોમાં વાવણી ન કરો.
  • ઢાળિયાની કોઈપણ સમસ્યા કે જેનાથી થડની આસપાસ પાણીનો ભરાવો થઇ શકે છે તેને દુરુસ્ત કરો.
  • જમીનમાં વારંવાર અને લાંબા સમય સુધી પાણી રહેતું ટાળો.
  • મૂળ વિસ્તારમાં જૈવિક લીલા ઘાસને જાળવો.
  • વાડી અથવા બગીચામાં છોડના અવશેષોથી સ્વરછ રાખો.
  • સંતુલિત ખાતરની યોજના કરો.
  • છોડના ચેપગ્રસ્ત ભાગો અથવા કાપેલા વૃક્ષો અથવા વેલાને દૂર કરો અને તેમને બાળી નાખો.
  • જેનાથી રોગ ફેલાય શકે તેવા આંતર પાકનો ઉપયોગ કરશો નહીં.
  • ચેપગ્રસ્ત વિસ્તારમાંથી સ્વરસ્થ વિસ્તારતમાં જતા પહેલા ખેતરના સાધનોની સંપૂર્ણપણે સાફ કરવાની ખાતરી કરો.
  • ટપક સિંચાઈને એવીરીતે સંતુલિત કરો જેથી પાણી સીધું થડ પાસે નીચે ન ઉતરે.
  • જ્યારે કલમ કરો ત્યારે, જોડાયેલ ભાગ માટીથી સારીરીતે ઉંચુ રાખવા ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો