દ્રાક્ષ

સાંઠા અને પાંદડા પર ફોમોપ્સીસ ને કારણે ટપકા

Phomopsis viticola

ફૂગ

ટૂંકમાં

  • નિષ્ક્રિય સાંઠા કાળા ચાઠાં સાથે સફેદ હોય છે.
  • પાંદડા પર મોટી પીળા રંગની આભાવાળા નાના , ઘેરા બદામી ટપકા.
  • વધારે ચેપગ્રસ્ત પાંદડા વિકૃત , બરડ બને છે અને અકાળે ખરી પડે છે.
  • અંકુર , પાંદડાંના ડીટાં અને મુખ્ય શીરા પર કથ્થઈ થી કાળા વિસ્તરેલ ચાઠાં.
  • દ્રાક્ષ કાળા ચાઠાં વાળી કથ્થઈ અને કઠણ થાય છે.
  • સંપૂર્ણ ઝુમખું અકાળે ખરી પડે છે.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

શિયાળામાં, નિષ્ક્રિય સાંઠા પર નાના કાળા ટપકા વાળા ચાઠાં સફેદ વિસ્તારોમાં દેખાય છે. અંકુર ના નીચલા પાંદડા પર અસંખ્ય મોટી પીળા રંગની આભાવાળા નાના , ઘેરા બદામી ટપકા દેખાય છે. ટપકાંઓનું કેન્દ્ર સુકાઈ જાય છે અને બહાર પડી જાય છે, જખમને કાણા જેવો દેખાવ આપે છે. વધારે ચેપગ્રસ્ત પાંદડા વિકૃત , બરડ બને છે અને અકાળે ખરી પડે છે. પાંદડાંના ડીટાં અને અંકુર પર કથ્થઈ થી કાળા ટપકા લંબાઈ માં વિસ્તરે છે અથવા છટાઓ માં વિકસે છે. તેઓ ઘણી વખત એકરૂપ થાય છે અને ઘેરા ચાઠાં નિર્માણ કરે છે જે પેશીઓ ની ફરતે પટ્ટો બનાવે છે અથવા વિભાજિત કરે છે, જેના પરિણામે અંકુર વિકૃત થાય છે અથવા મૃત્યુ પામે છે. મોસમના અંતમાં, મુખ્ય શીરા અને તેનાં ફળો પર પણ લક્ષણો દેખાઈ શકે છે. ફળો ની સપાટી કાળા ચાઠાં વાળી કથ્થઈ અને કઠણ (શબપરીરક્ષણ) થાય છે. ઉપદ્રવીત મુખ્ય શિરાઓ કરમાય છે જેના કારણે તેનાં રસ ઝરતાં ફળો અથવા સંપૂર્ણ ઝુમખું અકાળે ખરી પડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને ફોમોપ્સીસ વીટીકોલા સામે કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માં મદદ થઈ શકે તે વિશે તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એક વાર નવા પેશીઓ દૂષિત થયા પછી ઉપલબ્ધ રસાયણો રોગ ને નાબૂદ કરી શકતા નથી, પરંતુ તે તેની અસર મર્યાદિત કરી શકે છે. તેને લાગુ કરવા માટે મોસમી સમયને અનુસરવું મહત્વપૂર્ણ છે. ભલામણ કરવામાં આવેલ રક્ષકો માં ફ્લુઝીનમ, મેન્કોઝેબ, ડીથીઅનોન, ઝીરમ અને કેપ્ટાન નો સમાવેશ થાય છે. જો વરસાદ ચાલુ હોય તો નવા વિકાસ નું રક્ષણ કરવા માટે ફરીથી લાગુ કરવું જરૂરી થઈ શકે છે.

તે શાના કારણે થયું?

શિયાળા દરમ્યાન ફૂગ ચેપગ્રસ્ત વેલાની પેશીઓ (કળીઓ, છાલ, ફળોના શબપરીરક્ષણ, અને સાંઠા) માં ઘણા વર્ષો સુધી રહી શકે છે. વસંત ના ભીના, ભેજવાળા વાતાવરણ માં, તે બીજકણ પેદા કરવાનું શરૂ કરે છે અને ત્યારબાદ પાણી અને વરસાદ ના છાટાં દ્વારા એજ વેલાની અંદર નવી વિકસતી પેશીઓ પર ફેલાય છે. જો 23 ના મહત્તમ તાપમાને ઓછામાં ઓછા 10 કલાક સુધી ભીનાશ રહે તો બીજકણ નો જથ્થો છૂટો પડે છે. 1 અને 30 ° સે તાપમાન વચ્ચે ફૂગ વિકસે છે અને સંક્રમિત થઈ શકે છે. ખાસ કરીને મોર અને ફળ આવવાના સમયે લાંબા સમય સુધી વરસાદી, ઠંડુ હવામાન રોગને પ્રોત્સાહન આપે છે. રોગ પેદા કરતા જીવાણુ એક વેલોની અંદર ફેલાય છે, અને એક વેલા માંથી બીજા વેલા પર નહીં. સામાન્યરીતે ચેપગ્રસ્ત વાવણી ની સામગ્રી અથવા નર્સરી ના જથ્થા ના પરિવહન ને કારણે લાંબા અંતર સુધી ફેલાવો થાય છે.


નિવારક પગલાં

  • રોગના લક્ષણો માટે વાડીનું નિરીક્ષણ કરો.
  • નિષ્ક્રિય કાપણી દરમિયાન ચેપગ્રસ્ત સાંઠા દૂર કરો અને બાળીને અથવા દાટીને લાકડાનો નાશ કરો.
  • કાપણી સમયે, મૃત અને રોગગ્રસ્ત લાકડું દૂર કરો.
  • હવાની સારી અવરજવર માટે કાપણી દ્વારા સારા ફાલની વ્યવસ્થાપન ની ખાતરી કરો.
  • ખેતરો વચ્ચે વાવણીની સામગ્રી પરિવહન કરવી નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો