Eutypa lata
ફૂગ
આ રોગ થડના આંતરિક સડાની લાક્ષણિકતા ધરાવે છે. વર્ષો જતાં જેમજેમ રોગ વિકસે છે, એક અથવા વધારે ડાળી મૃત્યુ પામી શકે છે, તેથી તેનું નામ "મૃત ડાળી" છે. થડનો આડો છેદ આંતરિક પેશીઓમાં ફાચર જેવા આકારનો સડો દર્શાવે છે. તેમાં ઘણીવાર ફૂગનો વિકાસ થવાથી મૃત લાકડાંની છાલ પર કોલસાની પટ્ટીઓ જેવી રચના જોઇ શકાય છે. આ રોગ પાંદડા પર પણ લક્ષણો નિર્માણ કરી શકે છે. જેમાં પાંદડાની સપાટી પર ટપકાં અને પાછળથી પીળાશ પડતાં પટ્ટા અને સુકાયેલ કિનારીનો સમાવેશ થાય છે. પાંદડાની સપાટી વિકૃત અને કપ જેવા આકારની બને છે. બે ગાંઠ વચ્ચેનું અંતર ટૂંકુ હોય છે અને અંકુરનો વિકાસ અટકેલો અને સુકાયેલ હોય છે. જુમખું નિર્માણની શરૂઆત થતી નથી અથવા વિકાસ થતો નથી અને ખરી પડે છે.
છાંટણી કરેલ ભાગના રક્ષણ માટે તેના પર બેસિલસ સબટાઇટલિસ પર આધારિત વાણિજ્યિક સંયોજન લાગુ કરી શકાય છે. વધારાના પાંદડા, ડાળી કાપી લીધા બાદ તેની પર ફૂગનો ચેપ અટકાવવા માટે કોપર-આધારિત ઉત્પાદનો લાગુ પાડી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. માયક્લોબુટેનીલ, થાઈઓફેનેટ-મિથાઈલ અને તેતરકોનેઝોલ યુટીપા અને થડની ઉધઈના રોગનું નિયંત્રણ કરવામાં ઉપયોગમાં આવે છે. તેને કાપણી પછી તરત નિયંત્રક તરીકે લાગુ પાડી શકાય છે. ઘાવને ભરવા માટે એક્રેલિક રંગમાં 5% બોરિક એસિડનો ભેળવી અથવા જરૂરી તેલ પણ સારું કામ આપે છે.
આ રોગ યુટીપા લતા ફૂગના કારણે થાય છે, અને સામાન્ય રીતે જૂના બગીચાઓ અને વાડીમાં જોવા મળે છે. ઠંડી દરમ્યાન ચેપગ્રસ્ત થડમાં ટકી રહેતા ફુગના બીજ એ ચેપ માટે પ્રાથમિક સ્ત્રોત છે. વસંતમાં, વરસાદના છાટાં દ્વારા બીજ છુટા પડે છે અને તેઓ પવન દ્વારા વનખીલેલ કળીઓ પર ફેલાય છે. જ્યાં, તેઓ છોડ પરના ઘાવ મારફતે અથવા સીધા સૂક્ષ્મ છિદ્રો મારફતે છોડમાં દાખલ થાય છે. એકવાર લાકડાની અંદર પહોંચ્યા બાદ, તે ધીરે-ધીરે પ્રસરે છે અને વર્ષો પછી, વાહક પેશીઓને અસર કરે છે. છેલ્લા તબક્કાઓમાં, મૂળ અથવા શાખાઓ ફરતે સંપૂર્ણપણે પટ્ટો બનાવે છે અને પાણી અને પોષકતત્વોનું વૃક્ષના ઉપરના ભાગોમાં પરિવહન થતું અટકાવે છે. 20 ° સે થી 25 ° સે વચ્ચેનું તાપમાન રોગના બીજકણ અંકુરીત થવા માટે શ્રેષ્ઠ છે. યુટિપા લતા સફરજન, પિઅર, અને ચેરી તેમજ અખરોટના વૃક્ષોને પણ ચેપ લગાડી શકે છે. આવા માઉંટેન એસ , કોર્ક ઓક અથવા સાલ જેવા વૃક્ષો યજમાનોની લાંબી શ્રેણી છે અને ચેપના સંગ્રાહક તરીકે વર્તી શકે છે.