Mycosphaerella angulata
ફૂગ
રોગ પેદા કરતા જીવાણુ માત્ર પાંદડા પર હુમલો કરે છે. રોગના પ્રારંભિક તબક્કામાં, ચેપગ્રસ્ત વેલાના પાંદડા પર આછા, સુકાયેલ ટપકાં જોવા મળે છે અને તે પાંદડાની નીચેની સપાટી પર વધુ જોવા મળે છે. મોસમ દરમિયાન જેમ જેમ તે કદમાં વધે છે, પીળા ટપકાંના કેન્દ્રમાં અનિયમિત આકારના બદામી રંગના ધબ્બાઓનો વિકાસ થાય છે, જે તેમને કોણીય દેખાવ આપે છે અને તેને વધુ દૃશ્યમાન બનાવે છે. બાકીના પાંદડાંમાં પણ લક્ષણો દેખાઈ શકે છે, જેના કારણે તે છેવટે પીળા પડી જાય છે અને નાશ પામે છે. જેમ જેમ રોગ વિકસે છે, તે ઋતુના અંત સુધીમાં તે વ્યાપક પાનખરનું નિર્માણ કરી શકે છે. પાંદડાંમાં ઘટાડો થવાથી વેલામાં ઓછી તાજગી દેખાય છે, તેમજ ઉપજ અને દ્રાક્ષની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
માફ કરશો, Mycosphaerella angulata સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તે જાણવા માટે આતુર છીએ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાં પર કોણીય ટપકાંના રોગને પરંપરાગત ફુગનાશકથી સમયસર સારવાર આપવાથી નિયંત્રિત કરી શકાય છે. ઋતુની શરૂઆતમાં ફુગનાશકની વારંવાર સારવાર એ ચેપ નિવારવાની સૌથી અસરકારક રીત છે.
ફુગજન્ય પરોપજીવી Mycosphaerella angulataના કારણે લક્ષણો પેદા થાય છે. તે મસ્કેડાઈન દ્રાક્ષ (Vitis rotundifolia) માટે મહત્વપૂર્ણ રોગ છે પણ અન્ય દ્રાક્ષને પણ અસર કરી શકે છે. રોગના બીજકણ પવન અને પાણીના છાંટાં દ્વારા અન્ય પાંદડાં અને છોડ પર ફેલાય છે. તે નૈસર્ગીક છિદ્રો અથવા ઝખ્મ દ્વારા છોડની પેશીઓમાં દાખલ થાય છે અને ચેપ લગાડે છે. દૂષિત પાંદડામાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા મંદ પડે છે, જેનાથી પાંદડાંને નુકસાન થાય છે, વેલામાં તાજગી ઘટે છે અને દ્રાક્ષ સૂર્યપ્રકાશ સામે ખુલ્લી પડે છે. ચેપ જો ફળ આવતાં પહેલાં લાગે, તો તેનાથી પરિપક્વતા પહેલાં દ્રાક્ષનો વિકાસ થતો નથી અથવા ધીમો પડે છે. ખાસ કરીને વિકાસની શરૂઆતમાં, હુંફાળી અને ભેજવાળી પરિસ્થિતિમાં રોગ પેદા કરતા જીવાણુનો વિકાસ ઝડપથી થાય છે.