Elsinoe ampelina
ફૂગ
વેલાના તમામ લીલા ભાગ પર, પાંદડા, કળીઓ, ડાળી અને વાંકળિયા દોરી જેવા અંકુર, ફૂગની અસર થઇ શકે છે. જોકે મોટા ભાગે, કુમળી, ઝડપથી વધતી પેશીઓને વધુ અસર થાય છે. પાંદડાની ઉપરની સપાટી પર, નાની કથ્થાઈ રંગની ફોલ્લીઓ નિર્માણ થાય છે. જેમ જેમ તે મોટી થાય છે, તે અનિયમિત આકારની બને છે અને તેનું કેન્દ્ર રાખોડી રંગનું અને સુકાયેલ બને છે. આખરે, નાશ પામેલ કોષો ખરી પડે છે, અને કાણાં નિર્માણ કરે છે. એવા જ પ્રકારના ટપકાં અને જખમ ડાળી અને અંકુર પર દેખાય છે અને જેનાથી ગોળફરતે પટ્ટો રચાય છે, જેમાં ફૂગનો વિકાસ થાય છે અને નાશ થાય છે. ફળો પર નાના, ગોળ, જાંબલી રંગના ટપકાંનો પણ વિકાસ થાય છે. તે ધીમે ધીમે વિસ્તરણ પામે છે અને કથ્થાઈ કિનારી સાથે શોષાયેલ, રાખોડી રંગના બને છે. જયારે તે સપાટીને આવરી લે છે, ત્યારે દ્રાક્ષ નબળી પડે છે અને ખરી પડે અથવા ઝૂમખામાં શબ જેવી બને છે. વિશિષ્ટ રાખોડી કેન્દ્રો વાળા ટપકાં આ રોગનું “પક્ષીની આંખ જેવો સડો” જેવું સામાન્ય નામ પુરવાર કરે છે.
વસંતઋતુના પ્રારંભમાં, અંકુર ફૂટતાં પહેલા, રોગ પેદા કરતા જીવાણુના બનાવ ટાળવા માટે પ્રવાહી લાઇમ સલ્ફર અથવા કોપર નો છંટકાવ કરી સારવાર કરવામાં આવે છે. ફુગનાશકનો ઉપયોગ જૈવિક પ્રમાણપત્રના કાર્યક્રમ હેઠળ પરવાનગી આપે છે, તેની ખાતરી કરો.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ખેતીની સારી પધ્ધતિ અને ફૂગનાશકોનો સમયસર રક્ષણાત્મક છંટકાવ કરવાથી એન્થ્રાક્નોઝને નિયંત્રિત કરી શકો છો. કળીઓ આવવાના સમયે પ્રવાહી લાઇમ સલ્ફર અથવા બોર્ડેક્સ મિશ્રણનો છંટકાવ કરવાથી એન્થ્રાક્નોઝની સમસ્યા ઘટાડવામાં મદદ મળે છે. કેપ્ટન, ક્લોરોથેલોનીલ અને મેન્કોઝેબ એ નવા વિકાસ પામતા ભાગો અને ફળને રક્ષણ આપતાં જંતુનાશક તરીકે નોંધણી પામેલ છે. અંકુર ફૂટવાથી લઈને ફળ આવવાની શરૂઆત સુધી 2-સપ્તાહના અંતરાલે છંટકાવ કરવો.
એલ્સીનો ઈમ્પૅલીના (Elsinoe ampelina) ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે ઠંડી દરમ્યાન ચેપગ્રસ્ત વેલાના અંકુર અને છાલ પર ટકી રહે છે. વસંત દરમિયાન, તે રોગના બીજકણ નિર્માણ કરે છે અને છુટા પાડે છે કે જે વરસાદના છાંટા દ્વારા ફેલાય છે. પવન અને વરસાદ રોગના બીજકણોને કુમળા, વિકાસપામતાં પાંદડાં અથવા અંકુર પર ફેલાવે છે. પેશીઓમાં લાંબા સમય માટે ભેજ (12 કલાક કે તેથી વધુ) અને 2 થી 32 ° સે તાપમાન રોગના બીજકણોનું ઉત્પાદન અને અંકુરણની તરફેણ કરે છે. તાપમાન અને ભેજ જેટલો વધુ, ચેપ તેટલો જ વધુ હશે અને રોગના લક્ષણો વહેલા દેખાશે. ઠંડા હવામાન દરમ્યાન ફૂગની વૃદ્ધિ ધીમી પડી જાય છે. પાનખર અને ફળને સીધા નુકસાનના કારણે ઉપજ અને ફળોની ગુણવત્તાને ગંભીર અસર થાય છે.