અન્ય

ડાળીઓ અને મૂળનો સડો

Athelia rolfsii

ફૂગ

ટૂંકમાં

  • ડાળીઓ અને તેની આસપાસના વિસ્તારમાં સફેદ, રૂંવાટીદાર પથારી જેવી ઘાટી ગોળાકાર રચના દેખાય છે.
  • પાંદડાઓનું વળી જવું.
  • છોડ ઢળી પડે છે અથવા મરી જાય છે.

માં પણ મળી શકે છે

29 પાક
જવ
કઠોળ
કારેલા
કોબી
વધુ

અન્ય

લક્ષણો

આ ફૂગ મોટાભાગે ડાળીઓ પર આક્રમણ કરે છે, જો કે અનુકુળ પરિસ્થિતિઓમાં છોડના બીજા ભાગો પર પણ અસર જોવા મળે છે. તે છોડની પેશીઓ પર ઝડપથી વિકાસ પામે છે અને આજુબાજુની માટી પર લાક્ષણિક સફેદ, રુવાંટીવાળા ગોળાકાર, કાળાથી છીકણી રંગનાં "બીજ" ઉત્પન્ન કરે છે જેને sclerotia તરીકે ઓળખવામાં આવે છે. ડાળીઓની પેશીઓ આછા છીકણી રંગની અને ઢીલી બની જાય છે, પરંતુ પાણીવાળી થતી નથી. ઘણા કિસ્સાઓમાં, ડાળીઓ સંપૂર્ણપણે રૂંધાઇ જાય છે અને પાંદડા ખરવા લાગે છે, અને ક્લોરોટિક બની જાય છે. આખરે, છોડ નમી જાય છે અથવા મૃત બની જાય છે, અને ખેતરમાં આખી હરોળો પડી ગયેલી જોવા મળી શકે છે. રોપાઓ સહેલાઈથી ચેપગ્રસ્ત બની શકે છે અને આમ થતાં તે તરત મરી જાય છે. ઘણીવાર, ફળો પર પણ આ ફૂગની વૃદ્ધિ થયેલી જોવા મળે છે અને તેથી તે ઝડપથી સડી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગજન્ય જીવાણુ સામે રક્ષણ મેળવવા વિરુદ્ધ પ્રકૃતિની ફૂગનો ઉપયોગ (ઘણીવાર અન્ય ઉપાયો સાથે) કરવાથી ફાયદો થાય છે. યાદ રાખો કે પરિણામનો આધાર છોડના પ્રકાર અને પર્યાવરણીય પરિસ્થિતિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે Trichoderma harzianum, Trichoderma viride, Bacillus subtilis, Streptomyces philanthisome, Gliocladium virens અને Penicillium ની ઘણી જાતોનો ઉપયોગ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવણી પહેલા બહુમુખી ઉપયોગ ધરાવતાં માટીના ફ્યુમિગંટનો ઉપયોગ કરવાથી પણ ફૂગ પર નિયંત્રણ રાખી શકાય છે. બીજ-પથારી અને મૂલ્યવાન પાક પર Metamsodium પર આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

Athelia rolfsii ફૂગનાં કારણે આ લક્ષણો જોવા મળે છે, જેને clerotium rolfsii તરીકે પણ ઓળખવામાં આવે છે. જે છોડનાં કચરા અથવા માટી પર શિયાળો ગાળે છે. તે ઘણા ખેતીનાં પાકો અને બાગાયતી પાકોમાં રોગનું કારણ બને છે, જેમ કે દાળ, શક્કરિયાં, કોળું, મકાઈ, ઘઉં, મગફળી વગેરે. ઘણીવાર અનુકૂળ પરિસ્થિતિઓમાં તે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને ગણતરીના દિવસમાં છોડની પેશીઓ અને તેની આસપાસની જગ્યામાં વિકસિત થઇ જાય છે. માટીનું ઓછું pH (૩.૦ થી ૫.૦), વારંવાર સિંચાઈ અથવા વરસાદ, ગીચ વાવેતર અને ઊંચું તાપમાન (૨૫ થી ૩૫ ° સેલ્શિયસ) આ ફૂગના જીવનચક્ર અને ચેપની પ્રક્રિયાને વેગ આપે છે. જયારે ચૂનાના તત્વો ધરાવતી ઊંચા pH વાળી જમીનમાં આ રોગની સમસ્યા થતી નથી. ચેપનો ફેલાવો ચેપગ્રસ્ત માટી કે પાણીનાં હલનચલન, દૂષિત સાધનો તથા છોડ અને પશુઓના ભાગો (બીજ અને ખાતર) ના ફેલાવા પર આધાર રાખે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોતોમાંથી આવતાં સ્વસ્થ બીજ વાવો.
  • જો ઉપલબ્ધ હોય તો રોગપ્રતિકારક જાતો વાવો અને ભૂતકાળમાં આ રોગથી ગ્રસ્ત ના થયેલી હોય તેવી જમીનમાં વાવેતર કરવાનો આગ્રહ રાખો.
  • રોપાઓનું એકદમ ગીચ વાવેતર ના કરો અને તેમની વચ્ચે સારું અંતર રાખો.
  • ઋતુમાં મોડેથી વાવણી કરવાથી પણ આ રોગનાં ખતરાની શક્યતા ઘટાડી શકાય છે.
  • જમીનમાં વધુ પડતી ભીનાશ ન રહે તે માટે પાણી નિકાલની સારી વ્યવસ્થા કરો.
  • જો જરૂર હોય તો બીજ પાથરીને થોડી ઢાળ પડતી જગ્યામાં રાખો.
  • વધુ પડતી સિંચાઈ કરવાનું ટાળો, કારણ કે તે ફૂગ લાગવાનું કારણ બને છે.
  • તમારા સાધનોને સ્વચ્છ અને ચેપમુક્ત રાખો.
  • બે ખેતરની વચ્ચે માટીની હેરફેર કરશો નહી.
  • ખેતરમાંથી નીંદણને દૂર કરો.
  • અઠવાડિયે ઓછામાં ઓછી એકવાર ખેતરનું નિરીક્ષણ કરો.
  • ચેપગ્રસ્ત છોડ કે છોડનાં ભાગોને વીણીને દૂર કરો અને તેમને બાળીને કે જમીનમાં ઊંડે દાટીને તેનો નાશ કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે કોઈ પાકને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • ફૂગની વૃદ્ધિને અટકાવવા અને માટી પર આવરણ બનવવા કાળા પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરો.
  • ચૂના (લાઈમીંગ) દ્વારા જમીનના pHની જાળવણી કરો.
  • છોડને મજબૂત બનવવા માટે યોગ્ય પ્રમાણમાં ખાતર આપો.
  • છોડના કચરાને જમીનમાં ૨૦-૩૦ સેમી ઊંડે દાટી દો, જેથી ફૂગની વૃદ્ધિ અટકાવી શકાય અને માટીને સૂર્યપ્રકાશ સામે લાવી શકાય.
  • ઘણા વર્ષો માટે બિન-યજમાન પાકો સાથે પાકની ફેરબદલીની યોજના બનાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો