ખાટાં ફળો

સેપ્ટોરિયા ટપકા

Septoria citri

ફૂગ

ટૂંકમાં

  • ફળો પર સાંકડી લીલી કિનારી સાથે નાના આછા રાતા ચીરા.
  • લાલાશ -કથ્થઈ રંગના બને છે.
  • પાંદડા પર પીળા રંગની આભા સાથે ઉપસેલા ફોલ્લા જેવા ચીરા.
  • પાંદડા ના ટપકાના કેન્દ્રો કરમાય છે અને નિસ્તેજ કથ્થઈ બને છે.
  • વૃક્ષના નીચેના ભાગ ખરી પડે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ફળ ઉપર નાના, નિશાન અથવા ખાડાઓ (1-2 મીમી વ્યાસ) દેખાય છે, કે જે તેની છાલના સ્તર કરતાં વધુ ઊંડા હોતા નથી. શરૂઆતમાં આ ખાડા આછા સોનેરી રંગના અને ફરતે લીલા રંગની સાંકડી કિનારી ધરાવે છે, જે ફળ પરિપક્વ બનતાં લાલાશ પડતા કથ્થાઈ રંગમાં ફેરવાય છે. આ જખમ ભેગા મળી એક અનિયમિત આકારનો, કથ્થઈ થી કાળા રંગનો મોટો વિસ્તાર રચી શકે છે. આ જખમની અંદર ખૂબ જ નજીક નજીક, જૂથ જેવા માળખામાં કાળા રંગના કણો નિર્માણ થઈ શકે છે, જે ફળમાં ફૂગની હાજરી નું પ્રતિનિધિત્વ કરે છે. ખુબ જ અસર પામેલ ફળમાં ઝડપથી એક લાક્ષણિક દુર્ગંધ નિર્માણ થાય છે અને અકાળે ખરી પડે છે. પાંદડા પર તેના લક્ષણો ફરતે પીળા રંગની આભા સાથે ઉપસેલા, ફોલ્લા જેવા કાળા ટપકા દ્વારા દર્શાવી શકાય છે. સમય જતા આ ટપકાનું કેન્દ્ર સુકાય છે અને આછા કથ્થાઇ રંગનું બને છે. અનુકૂળ પરિસ્થિતિ હેઠળ આ રોગના કારણે ઝાડના નીચેના ભાગમાં રહેલ પાંદડા ખરી પડે છે. પાંદડા ખરી પડતા, આ જખમ ઘેરા કથ્થાઈ રંગનું બને છે અને ફરતે ઘેરા રંગની કિનારીનું નિર્માણ થાય છે. જખમી અંદર કાળા રંગના સુગંધી દ્રવ્યો નિર્માણ થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કોપર અને ઝીંક સલ્ફેટ આધારિત જૈવિક ફુગનાશક પણ અસરકારક રીતે સેપ્ટોરિયા સીટ્રીનો નાશ કરે છે. શિયાળાના વરસાદ પહેલા છંટકાવ કરવો જોઇએ, અને જો જરૂરી લાગે તો, શિયાળા દરમ્યાન અને વસંત ઋતુની શરૂઆતમાં પણ બીજી વાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. રોગનું અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે પાનખરની ઋતુમાં વરસાદ પહેલા કોપર આધારિત ફૂગનાશકો લાગુ કરવા જોઈએ. કોપર સંયોજનો સાથે એઝોક્સીસટ્રોબીન ધરાવતાં ઉત્પાદનો લાગુ કરવાથી પણ નિયંત્રણના સંતોષકારક પરિણામો જોવા મળે છે. શિયાળાના વરસાદ પહેલા છંટકાવ કરવો જોઇએ, અને જો જરૂરી લાગે તો, શિયાળા દરમ્યાન અને વસંત ઋતુની શરૂઆતમાં પણ બીજી વાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

ચેપગ્રસ્ત ડાળી, નાશ પામેલ લાકડું અને પાંદડાં તથા જમીન પર રહેલા પાંદડાંના કચરામાં ફૂગ ટકી રહે છે. રોગના જીવણુ પાણીના છાંટા દ્વારા તંદુરસ્ત પાંદડાં અને ફળ ઉપર ફેલાય છે. ઉનાળાના અંત ભાગમાં જ્યારે ફળ હજુ પણ લીલા હોય અથવા ઠંડા અને ભેજવાળા વાતાવરણ પછીની પાનખર ઋતુમાં ચેપ નિર્માણ થાય છે. સામાન્ય રીતે ઠંડા પવનવાળા વાતાવરણ બાદ, જ્યારે 5-6 મહિનામાં પાકે છે ત્યારે રોગના લક્ષણોનો વિકાસ થાય છે. સામાન્ય કરતા વધુ વરસાદ ના વર્ષો દરમિયાન સેપ્ટોરિયા ટપકાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, ઓછું અથવા સતત ઝડપથી બદલાતું રહેતું તાપમાન ખાટા ફળો ના કોષોમાં રહેલા રોગનો નાશ કરે છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક અથવા સહનશીલ અને ઓછા કાંટા હોય તેવી જાતો ઉગાડો.
  • હવા ની અવરજવર સુધારવા માટે વૃક્ષ ની છાંટણી કરો.
  • પાણી ના છાંટા દ્વારા રોગ નો ફેલાવો અટકાવવા માટે ઉપરથી સિંચાઈ ટાળો.
  • જો શક્ય હોય તો, વાડી ને ઠાર થી રક્ષણ માટે ના પગલાં લાગુ કરો.
  • નીચે પડી ગયેલા પાંદડાં અને ફળો ભેગા કરો અને નાશ કરો.
  • રોગના સંકેતો જોવા માટે વાડીનું નિયમિત નિરીક્ષણ કરો.
  • નિયમિતપણે વૃક્ષ ની, ખાસ કરીને ચેપી શાખાઓ અથવા મૃત ભાગો ની છાંટણી કરો.
  • ફળોની વહેલી લણણી કરો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો