ખાટાં ફળો

સાઈટ્રસમાં ગુંદરિયો

Phytophthora spp.

ફૂગ

ટૂંકમાં

  • જમીનથી ઉપરનાં ભાગ પર થડની છાલ ઉપર પાણી ભરેલ ઘાટા રંગનાં ભાગો.
  • સૂકા વાતાવરણમાં છાલની તિરાડોમાંથી પાણીમાં ઓગળી જાય તેવું ચીકણું પ્રવાહી નીકળવું.
  • જમીન નીચેની ઝાડની છાલ ભીની, ચીકણી અને લાલાશ પડતા છીકણીથી કાળા રંગ જેવી હોવી.
  • નેક્રોટિક ભાગો અંદરની પેશીઓ સુધી ફેલાય છે અને છાલની ફરતે ફેલાય છે, જે અંતે છાલના ટુકડેટુકડા કરી નાખે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ઘણીવાર મૂળનાં સડા કે ગુંદરિયાના શરૂઆતી લક્ષણો જમીનની નજીકના ભાગે જોવા મળે છે. થડની છાલ પર ઘાટા રંગનાં પાણી ભરેલ ડાઘ જોવા મળે છે, ભેજવાળા વાતાવરણમાં તેમાંથી ખાટી વાસ આવે છે. સૂકા વાતાવરણમાં છાલની તિરાડોમાંથી પાણીદ્રાવ્ય ગુંદર જેવું પ્રવાહી નીકળે છે. જમીનની નીચેના ભાગમાં રહેલ છાલ પછીના સમયમાં પાણીથી ભીંજાયેલ, લાલાશ પડતા છીકણી કે કાળા રંગની બને છે. છીકણી નેક્રોટિક ભાગો લાકડાંની અંદરની પેશીઓમાં ઉતરે છે. પોષકતત્વોની કમીના કારણે પાંદડા પીળા પડી જાય છે. પછીના સમયમાં, મૃત છાલ સૂકાઈને તેમાં તિરાડો પડી જાય છે અને તે ખરી પડે છે, જેથી ખુલ્લા ચાઠાં દેખાય છે. જો ફૂગ છાલને ચારેબાજુથી ઘેરી વળે તો ઝાડ પડી શકે છે. ચેપગ્રસ્ત ફળમાં છીકણી રંગનો પોચો સડો થાય છે, જે ખાસ પ્રકારની તીવ્ર વાસ ઉત્પન્ન કરે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

બીજને લગભગ ૪૯ ડિગ્રી ગરમ પાણીમાં ૪-૧૦ મિનીટ માવજત કરવાથી બીજજન્ય ચેપ નાબૂદ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીમાં ક્લોરીન ઉમેરવાથી પણ Phytophthora ફૂગથી થતાં ચેપમાં અસરકારક રીતે ઘટાડો જોવા મળે છે. કેટલીક ફંગલ કે બેક્ટેરિયલ જાતો (Trichoderma spp. and Bacillus spp.)પણ Phytophthora ફૂગ સામે નિયંત્રણ પ્રતિનિધિ તરીકે સારું પરિણામ આપે છે. રોગનાં શરૂઆતી ચરણમાં કોપર ફૂગનાશકનો ઉપયોગ પણ લાભદાયક નીવડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ફૂગના જૈવિક નિયંત્રણ અને નિવારણ તરીકે metalaxyl અને fosetyl-aluminium પર આધારિત ફૂગનાશકો દ્વારા બાગની માવજત અસરકારક છે. Fosetyl-aluminium નો પાંદડા પર અને metalaxyl નો જમીન પર ઉપયોગ કરવો લાભદાયક છે. વાવણી પહેલા અને પછી બંનેનો ઉપયોગ, તે સાથે impregnated wrappersના ઉપયોગની પણ ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

Phytophthora ફૂગની ની જુદી જુદી જાતિઓ દ્વ્રારા આ લક્ષણો જોવા મળે છે. જે અનુકુળ પરિસ્થિતિઓમાં (ભેજના ઊંચા પ્રમાણ અને ઊંચા તાપમાનમાં) મોટા પ્રમાણમાં પાણીજન્ય બીજકણો ઉત્પન્ન કરે છે, જે પાણી દ્વારા નજીકના વિસ્તારોમાં ફેલાય છે. આ બીજકણો રોગવાહક હોય છે, જે સિંચાઈ કે વરસાદ દ્વારા છોડના મૂળ પર પહોંચી શકે છે. તેઓ ત્યાં વસાહત બનાવે છે અને મૂળની ટોચેથી તેમાં પ્રવેશ કરે છે, જેથી મૂળનો એ ભાગ સડી જાય છે, આમ ધીરે ધીરે આખા મૂળમાં સડો ફેલાઈ જાય છે. જયારે થડની નીચેનાં ભાગમાં છાલ પરની તિરાડ કે ઘા પર આ ફૂગ પહોંચે ત્યારે મૂળનો સડો અથવા ગુંદરિયો થાય છે. છોડની આ રોગ પ્રત્યે સંવેદનશીલતા Phytophthora ફૂગની હાજર જાતિ પર આધાર રાખે છે આ ઉપરાંત પ્રવર્તમાન પર્યાવરણીય પરિસ્થિતિઓ(જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધતા) પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોતોમાંથી આવતાં બીજ જ વાવો.
  • બાગમાં રોગપ્રતિકારક અથવા સહિષ્ણુ જાતો વાવો.
  • નર્સરીમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • સાધનોને વાપરતાં પહેલા બરાબર સાફ કરો.
  • રોગોથી થતું નુકસાન રોકવા માટે ઝાડને cambered bed (ખેતરમાં બનાવેલ ઊંચી પાળ જેવી રચનાઓ)માં વાવો.
  • ખાસ કરીને થડની નીચેનાં ભાગમાં છોડને ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • મૃત અથવા અસરગ્રસ્ત ભાગોને તરત દૂર કરો.
  • રોગનાં લક્ષણો માટે શરૂઆતથી જ બાગની નિયમિતપણે ચકાસણી કરતાં રહો.
  • છંટકાવ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઝાડનું થડ ના પલળે તેનું ધ્યાન રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો