ખાટાં ફળો

મોસંબીમાં એન્થ્રાક્નોસ

Glomerella acutata

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર કથ્થઈ ટપકા.
  • ટપકા સુકાઈ જાય છે અને ખરી પડે છે.
  • પાંદડાં અને યુવાન અંકુર ફુગાય છે અને પડી જાય છે.
  • યુવાન ફળો અકાળે પડી જાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

મોસંબીમાં અન્થ્રિકનોઝ ફૂલો, તાજાં પાંદડાં અને ફળોને અસર કરે છે અને તેના જખમ નાના ટપકાંના સ્વરૂપ થી સંપૂર્ણ ફળની સપાટીને આવરી શકે તેવા મોટા થઇ શકે છે. પાંદડાં અને ફળ ખરે અને ડાળીઓનો નાશ થઈ શકે છે, જેનાથી “નબળી ટોચ” જેવા લક્ષણો નિર્માણ થાય છે. પાંદડાં પર લક્ષણો સુકાયેલા ટપકા સ્વરૂપે જોવા મળે છે અને, જો આ સુકાયેલ ભાગ ખરી પડે તો “શોટ-હોલ” જેવી અસર દેખાય છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં પાંદડાં અને નવા અંકુરો ઉપર સંપૂર્ણપણે ફૂગ નિર્માણ થયેલ દેખાય છે અને તે ખરી પડે છે. વધારામાં, અંકુરની ટોચનો નાશ થાય છે અને પાંદડાંમાં વિકૃતિ નિર્માણ થઈ શકે છે. સામાન્ય રીતે, કુમળા ફળ ઉપર ચેપ લાગવાથી તે અકાળે ખરી પડે છે. પાછળથી ચેપ લાગવાથી ફળ પર જખમ નિર્માણ થાય છે જે વિશાળ અને ઊંડા વિકસે છે તથા ફળમાં વિકૃતિ નિર્માણ થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને ગ્લોમેરેલા એકુટાતાં માટે કોઇ જ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. અમે તમારા પાસેથી જાણવા ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. કેપ્ટાન અથવા મનેબ આધારિત ફુગનાશકો ગ્લોમેરેલાં ઍક્યુટતા સામે અસરકારક સારવાર પૂરી પાડી શકે છે. ફૂલ આવવાના તબક્કે સારવાર શરૂ કરો.

તે શાના કારણે થયું?

આ રોગ માટેના રોગશાસ્ત્રનો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવ્યો નથી. મોસંબીમાં અન્થ્રિકનોઝ એક ઋતુથી બીજી ઋતુ સુધી મૃત ડાળીઓ અને પરિપક્વ પાંદડા ઉપરના જખમ માં ટકી રહે છે. પાણીના છાંટા દ્વારા રોગના અણુઓનો ફેલાવો થયા બાદ એ ફક્ત કુમળા કોષોને જ સંક્રમિત કરે છે. આ કોષોમાં નિર્માણ થયેલ સંક્રમિત તત્વો નો મોટો જથ્થો પાંદડા સાથેના સતત સંપર્કમાં રહેવાથી, મોસંબીમાં અન્થ્રિકનોઝનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો ઉગાડો.
  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ વાપરો.
  • વાવણી કરતા પહેલાં રોપાઓના પાંદડા પર ટપકા ની ચકાસણી કરો.
  • રોગના સંકેતો જોવા માટે વાડીનું નિયમિત નિરીક્ષણ કરો.
  • લણણી પછી ખેતરનો કચરો દૂર કરો અથવા બાળી દો.
  • મોસંબી ના વૃક્ષો વચ્ચે હવાઉજાશ વધારવા માટે પૂરતી જગ્યા રાખવાની ખાતરી કરો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો