ખાટાં ફળો

ગ્રીસ જેવા તૈલી ટપકાં

Mycosphaerella citri

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી ઉપર પીળાશ પડતા ટપકા જોવા મળે છે જે આખરે ઘેરા રંગના બને છે અને નીચેની સપાટી ઉપર થોડા ઉપસેલા જખમ જોવા મળે છે.
  • જખમ ઉંમરની સાથે ઘેરા રંગના બને છે અને આખરે કથ્થાઈ માંથી કાળા રંગના બને છે.
  • અસરગ્રસ્ત ઝાડ પરથી ધીમે ધીમે પાંદડાં દૂર થાય છે, જેનાથી ફળની ઉપજમાં ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

રોગના લક્ષણો, તેની તાકાત અને ઝાડની પ્રજાતિના વિવિધ પાસાઓ પર આધાર રાખીને થોડા અલગ હોય છે, પરંતુ વેપારી ધોરણે ઉપલબ્ધ લગભગ દરેક પ્રજાતિને થોડા ઘણા અંશે અસર કરે છે. તે સૌપ્રથમ પરિપક્વ પાંદડાની ઉપરની સપાટી ઉપર, ફરતે પીળાશ પડતા વિસ્તાર સાથે પીળા કે ઘેરા કથ્થઈ રંગના ટપકા દ્વારા જોવા મળે છે. ટપકાંની નીચે, પાંદડાની નીચેની સપાટી ઉપર એકાકી રીતે ઉપસેલા, કેસરી અથવા પીળાશ પડતા કથ્થાઈ રંગના ફોલ્લા જોવા મળે છે. ત્યારબાદ બંને સપાટી ઉપર જોવા મળતાં લક્ષણો વધુ ઘેરા કથ્થઈ અથવા કાળા રંગના બને છે અને વધુ સ્નિગ્ધ દેખાવ આપે છે. અસરગ્રસ્ત ઝાડ પરથી સમયાંતરે પાંદડાંનો નાશ થાય છે, અને તેના કારણે ઝાડની તાજગી અને ફળની ઉપજમાં ઘટાડો થાય છે. ફળ ઉપર ગ્રીસ જેવા ટપકાંનો રોગ, લીલા રંગના વિસ્તાર થી ઘેરાયેલ નાના, સુકાયેલા કાળા રંગના કણો દ્વારા દર્શાવી શકાય છે, જેને “ગ્રીસી સ્પોટ રિંડ બ્લોચ” પણ કહેવાય છે. જે ફળની મોટાભાગની સપાટીને આવરી લે છે. વધુ તાપમાન અને વરસાદવાળા વિસ્તારોમાં ચેપ કોઈપણ સમયે લાગી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને માયકોસફેરેલા સીટ્રી માટે કોઇ જ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે ઉનાળાના મહિના દરમિયાન પેટ્રોલિયમ તેલની બે વખત સમયસર સારવાર કરવાથી ગ્રીસ જેવા ટપકાંને નિયંત્રિત કરી શકાય છે. આના કારણે, પાંદડા ઉપર રોગ પેદા કરતા જીવાણુની પહેલેથી વસાહત હોવા છતાં, તે પાંદડા અથવા ફળોમાં પ્રવેશ કરી શકતા નથી અને તેથી લક્ષણો નિર્માણ થવા માં વધુ સમય લાગે છે. પાંદડા અને ફળો પર જોવા મળતાં લક્ષણોનું સફળતાપૂર્વક નિયંત્રણ કરવા માટે તેલમાં કોપર અથવા કોપર સલ્ફેટ ધરાવતા ઉત્પાદન ઉમેરવામાં આવે છે. અગાઉ, અન્ય ફૂગનાશકનો (ઉદાહરણ તરીકે સ્ટ્રોબીલ્યુરિન્સ) પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી કેટલાક કિસ્સામાં પ્રતિકાર ક્ષમતાનો વિકાસ થયો હતો.

તે શાના કારણે થયું?

માયકોસફેરેલા સીટ્રી ફૂગ દ્વારા રોગના લક્ષણો નિર્માણ થાય છે, જે જ્યારે કોઈ યોગ્ય પાક ઉપલબ્ધ ન હોય ત્યારે જમીનની સપાટી ઉપર રહેલા પાકના કચરામાં ટકી રહે છે. વસંતઋતુમાં, જ્યારે પરિસ્થિતિ અનુકુળ બને ત્યારે આ ફૂગ રોગના કણો નિર્માણ કરે છે જે વરસાદના છાંટા, ઉપરથી પડતા સિંચાઈના પાણી અથવા ભારે ઝાકળ દ્વારા ફેલાય છે. પવનના કારણે પણ તેનો ફેલાવો બીજી વાડીમાં થઈ શકે છે. એકવાર તે પાંદડાની નીચેની સપાટી ઉપર પડે કે પછી તેનું અંકુરણ થાય છે અને પાંદડાની સપાટી પરના નૈસર્ગિક છિદ્રો દ્વારા ફૂગ ધીમે ધીમે કોષોમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયા માટે વધુ તાપમાન, વધુ ભેજ અને લાંબા સમય સુધી પાંદડાંમાં ભીનાશ અનુકૂળ રહે છે. ઉનાળા દરમિયાન પ્રાથમિક ચેપ લાગ્યા બાદ ઘણા મહિના પછી શિયાળાની ઋતુ દરમિયાન રોગના શરૂઆતના લક્ષણો જોવા મળે છે. તેનાથી વિરુદ્ધ, ઠંડા તાપમાન અને સૂકા હવામાન દરમિયાન રોગાણુની સંખ્યા અને ચેપના વિકાસમાં ઘટાડો જોવા મળે છે. જો પર્યાવરણીય પરિસ્થિતિ અનુકૂળ હોય તો, વૃદ્ધિના દરેક તબક્કામાં પાંદડાં આ ચેપ પ્રત્યે સંવેદનશીલ રહે છે. કાટ જેવું દ્રવ્ય નિર્માણ કરતી સૂક્ષ્મ જીવાતોની હાજરી પણ આ રોગ સાથે સંકળાયેલ છે.


નિવારક પગલાં

  • ગ્રીસ જેવા તૈલી ટપકા ના રોગ નો ઇતિહાસ ધરાવતા હોય તેવા ખેતરમાં ખાટા ફળ ના છોડની વાવણી કરવી નહિ.
  • રોગના લક્ષણો માટે ખેતરનું નિરીક્ષણ કરો, ઉદાહરણ તરીકે ઘટાનો ભરાવો અને પાંદડાનું ખરવું.
  • ઉપરથી પડતા પાણી વાળી સિંચાઈ કરવી નહીં.
  • ખેતરને પાકના કચરા, ખરેલા પાંદડા અને ફળો થી સ્વચ્છ રાખો.
  • જમીનમાં પાંદડાના વિઘટનની પ્રક્રિયાને વેગ આપવા માટે લણણી પછી જમીનમાં ચૂનો નાખો અને વધારાની સિંચાઈ પૂરી પાડો.
  • વૈકલ્પિક રીતે, ફૂગની વૃદ્ધિ અટકાવવા માટે યુરિયા લાગુ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો