Elsinoe fawcettii
ફૂગ
વૃક્ષની જાતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે લક્ષણો થોડા બદલાય છે. સામાન્ય રીતે, સૌ પહેલાં યુવાન પાંદડાઓ પર પાણીથી ભીંજાયેલ ડાઘ જોવા મળે છે. પછીથી તે પાંદડાની બંને બાજુ ક્રીમ જેવા પીળા કે તેજસ્વી રંગની પરુંવાળી ફોલ્લીમાં વિકસે છે. જેમ જેમ રોગની તીવ્રતા વધે છે, તેમ આ ફોલ્લીઓ મોટા અનિયમિત, શંકુ આકારની રચનામાં ફેરવાય છે, જેને છીકણી રંગની રેશમી ટોચ હોય છે, જે પાંદડાની સપાટીના મોટાભાગને આવરી લે છે. જૂનો ડાઘ ખરબચડી સપાટી ધરાવે છે, જેના પર તિરાડો જોવા મળી શકે છે. અસરગ્રસ્ત પાંદડાઓની કિનારીઓ ખરબચડી બને છે, અને પાંદડા વિકૃત, કરચલીઓ ધરાવતાં તથા કરમાયેલા દેખાય છે. યુવાન ડાળીઓ, ડીંટા અને ડાળખીઓ પણ આવા જ લક્ષણો દર્શાવે છે. રૂંધાયેલો અને ઝાંખરા જેવો વિકાસ, એ બંને સામાન્ય લક્ષણ છે. ફળો પર આ ફોલ્લીઓ થોડી ઉપસેલી અને ગુલાબીથી આછા છીકણી રંગની હોય છે. જેમ તે પાકે છે, તેમ તે ગીચ અને ઉપસેલ અને પીળાશ પડતાં છીકણી કે ભૂખરાં રંગના ઝખમમાં ફેરવાય છે.
આ ફૂગની સામે કોઈ જૈવિક ઉપાય ઉપલબ્ધ નથી. કોપર પર આધારિત પ્રમાણિત જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ કરી નવા ચેપના ઉદ્ભવ અને ફેલાવાને રોકી શકાય છે. આ ઉપાય વાપરતાં કાળજી રાખવી જરૂરી છે કારણ કે કોપરનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તે ઝેરી સાબિત થઈ શકે છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. Thiram, difenoconazole અને chlorothalonil પર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ તેના ચેપને ફેલાતા અટકાવવા માટે કરવામાં આવે છે. બીજો વિકલ્પ પદ્ધતિસર ફૂગનાશકોનો છે. રોગકારક જીવો ફૂગનાશકનો પ્રતિકાર પણ કરે છે.
Elsinoe fawcettii અને E. australis નામની ફૂગ દ્વારા આ લક્ષણો જોવા મળે છે, જે સાઈટ્ર્સની અલગ અલગ જાતોમાં આવા જ લક્ષણો દર્શાવે છે. લીંબુ, ગ્રેપફ્રુટ, નારંગી વગેરે આ બંને ફૂગથી સંવેદનશીલ છે. Elsinoe fawcettii ઘણી બધી ખાટી નારંગી અને માત્ર અમુક જ ગળી નારંગીની જાતમાં ચેપ લગાડે છે. જયારે E. australis મોટાભાગે ગળી નારંગી અને લીંબુને ચેપગ્રસ્ત કરે છે, અને ખાટી નારંગીને યજમાન બનાવતી નથી. પાંદડા પર ગુલાબીથી છીકણી રંગની શંકુ આકારની રચના અને ફળ પર ઉપસેલ રચના ફૂગના બીજકણો ધરાવે છે, જે વરસાદ, ઝાકળ, પવન અને ફુવારા સિંચાઈ પદ્ધતિના કારણે આજુબાજુમાં ફેલાઈ શકે છે. આ બંને રોગકારક જીવોમાં E. fawcettii વધુ વિસ્તરેલ છે, પરંતુ E. australis આર્થિક રીતે વધુ નુકસાન કરે છે, કારણ કે તે વધારે પ્રચલિત લીંબુની જાતિને અસર પહોંચાડે છે.