તમાકુ

અલ્ટરનેરીયા કથ્થાઈ રંગના ટપકાં

Alternaria alternata

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાની બંને સપાટી ઉપર પીળા રંગની આભા સાથે કથ્થઈ થી કાળા રંગના ટપકા.
  • બાદમાં, અનિયમિત અથવા ગોળાકારે સુકાયેલ વિસ્તાર, ક્યારેક કાગળ જેવું બરડ માળખું જોવા મળે છે.
  • કુમળા ફળો ઉપર પીળા રંગની આભા સાથે ઘેરા રંગના ટપકા જોવા મળે છે, જે બાદમાં બુચ જેવા કોષો દ્વારા આવરિત બને છે.

માં પણ મળી શકે છે


તમાકુ

લક્ષણો

શરૂઆતમાં, કુમળા પાંદડા ઉપર કથ્થઈ થી કાળા રંગના જખમ નિર્માણ થાય છે જે ઘણી વખત ઘેરા પીળા રંગની આભા પણ નિર્માણ કરે છે, જે સામાન્ય રીતે કિનારી તરફ જોવા મળે છે. આ જખમ અનિયમિત અથવા ગોળાકાર, સુકાયેલ વિસ્તાર તરીકે ફેલાઈને પાંદડાનો મોટાભાગનો વિસ્તાર આવરી લે છે. પાંદડાની નશો સાથે સુકાયેલા અને તેમાં પીળાશ પડતા રંગનું નિર્માણ થઇ શકે છે. જખમ ચપટાં હોય છે અને તે પાંદડાની બંને સપાટી ઉપર જોઇ શકાય છે. જુના ઝખમની મધ્યમાં પેપર જેવું બરડ માળખું હોય છે. અપરિપક્વ ફળ પર, પીળા રંગની આભા સાથે શોષાયેલ, ઘેરા રંગના ટપકા જોવા મળે છે. પરિપક્વ ફળ પર, નાના કણો થી લઈને મોટા ચાઠાં જેવા વિવિધ પ્રકારના જખમ જોવા મળે છે. ફળની સપાટી પર કથ્થાઈ રંગના ટપકાં થઇ હોય અને પેશીઓનો બુચ જેવો અવરોધ રચાય છે. બુચ જેવી પેશી ખરી પડે તો, જ્વાળામુખીના મુખ જેવું જખ્મ જોવા મળે છે. ફળનું અકાળે ખરી પડવું ઘણું જ સામાન્ય હોય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કોપર ઓક્સીકલોરાઇડ પર આધારિત જૈવિક ફુગનાશક અલ્ટરનેરીયા કથ્થાઈ ટપકાં સામે સારા પરિણામો આપે છે. આ રોગ સામે રક્ષણ આપવામાં મદદ કરે તેના વિષે તમે કઈ અન્ય વિકલ્પ જાણતાં હોવ તો, કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા પાસેથી જાણવા ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. ઇપ્રોડિઓન, ક્લોરોથેલોનીલ અને એઝોકસીસ્ટ્રોબીન પર આધારિત ફુગનાશકો અલ્ટરનેરીયા કથ્થાઈ ટપકાં પર સારું નિયંત્રણ પૂરું પાડે છે. પ્રોપિકોનેઝોલ અને થીઓફેનેટ મિથાઈલ પર આધારિત ઉત્પાદનો પણ ખૂબ જ અસરકારક સાબિત થયાં છે. પ્રતિકારનો વિકાસ થતો અટકાવવા માટે એક ચોક્કસ સાંદ્રતાને અનુસરવું અને જુદીજુદી ક્રિયા દ્વારા તેને લાગુ કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

અલ્ટરનેરીયા અલ્ટરનેતા ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે પવન કે પાણીના ઝાપટાં દ્વારા હવાજન્ય બીજ દ્વારા ફેલાય છે. વરસાદ અથવા વાતાવરણના ભેજ માં અચાનક બદલાવ થવાથી ડાળી, પાંદડાં અથવા ફળ ઉપર રહેલા રોગના અણુના ઉત્પાદન અને ફેલાવામાં અનુકુળતા રહે છે. અલ્ટરનેરીયા કથ્થઈ રંગના ટપકા ઘણીવાર ખેતરના કામદારોના કારણે નર્સરીમાં બનાવેલ કલમ ઉપર ફેલાય છે. કુમળા પાંદડા પર લક્ષણો સૌપ્રથમ ચેપ લાગ્યાના 36 અને 48 કલાક વચ્ચે દેખાય છે. પાંદડી ખરી ગયા પછી 4 મહિના સુધી ફળો સંવેદનશીલ રહે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ છોડ માટેની તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • છોડમાં નૈસર્ગિક પ્રતિકાર ક્ષમતા વધારવા માટે પૂરતા પ્રમાણમાં ખાતર પૂરું પાડો, પરંતુ વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું નહીં.
  • પાણીના ભરાવાથી અથવા વધુ પડતું પાણી આપવાથી ફળમાં તિરાડ પડી શકે છે, તેથી ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો.
  • ઉપરથી પડતા પાણી વાળી સિંચાઈ કરવી નહીં.
  • છોડ વચ્ચે યોગ્ય જગ્યા રાખીને તેમાં હવા ઉજાસની માત્રા સુધારો.
  • રોગના લક્ષણો જોવા માટે તમારા છોડ અને ખેતર નું નિરીક્ષણ કરો.
  • રોગ પેદા કરતા જીવાણુના સ્ત્રોતને દૂર કરવા માટે અને ફળોમાં ઉપદ્રવની માત્રા ઘટાડવા માટે અસરગ્રસ્ત ડાળીઓને કાપીને દૂર કરો.
  • ખેતરમાંથી જુના ફળ અને નાશ પામેલ ડાળીઓને ભેગી કરો.
  • લણણી દરમિયાન સંતરાના ફળોને યોગ્ય રીતે અને ગુણવત્તાના આધારે છૂટા પાડવાથી, સંગ્રહ અને પરિવહન દરમિયાન રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો