કાબુલી ચણા અને દાળ

એસ્કોચિતા ફૂગ

Didymella rabiei

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા, દાંડી અથવા શીંગો પર પાણીથી ભરેલી ફોલ્લીઓ થાય છે.
  • પાંદડા પર ઘાટા ભૂરા રંગના એકકેન્દ્રીય વલયો દેખાય છે.
  • ખેતરમાં, ફૂંગાયેલા છોડના પટ્ટા દૂરથી જોઇ શકાય છે.

માં પણ મળી શકે છે


કાબુલી ચણા અને દાળ

લક્ષણો

આ રોગ પ્રથમ વૃદ્ધ છોડના પાંદડા પર આછી પાણીથી ભરેલી ફોલ્લીઓ તરીકે દેખાય છે. સમય જતાં, આ જખમ ભૂરા થઈ જાય છે અને નાના કાળા ટપકા કેન્દ્ર તરફ વિકસિત થવાનું શરૂ કરે છે, ઘાટી કિનારી સાથે એક કેન્દ્રીય વલયો બનાવે છે. દાંડી પર અંડાકાર વિસ્તરાયેલા ભુરા જખમ સાથે કાળા ટપકાં પણ રચાય છે. ગંભીર કિસ્સાઓમાં, તે છોડની ગોળાકારે ફેલાય છે અને છેવટે પ્રતિકૂળ હવામાન દરમિયાન તૂટી જાય છે. શિંગો ના જખમ પાંદડાના જખમ જેવા દેખાય છે. આખા છોડ ફૂંગાયેલા થઈ શકે છે, જે ખેતરમાં કથ્થાઈ રંગના પેચો તરીકે દેખાય છે. બીજને ચેપ લાગી શકે છે અને તે આ રોગને રોપા સુધી લઇ જાય છે ,જેનાથી દાંડીના પાયા પર ઘાટા કથ્થાઈ જખમ વિકસે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને એસ્કોચિતા રબીઇ સામે કોઈ વૈકલ્પિક સારવારની ખબર નથી. જો તમને કોઈ એવા ઉપચારની ખબર હોય જે આ રોગ સામે લડવામાં મદદ કરી શકે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા પાસેથી ઉપાયની આશા રાખીએ છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. બીજ વાવણી પહેલાં થિરમ અથવા થિરમ + થીઆબેન્ડાઝોલ (thiabendazole )થી સારવાર આપી શકાય છે. રોગના વિકાસને ટાળવા માટે ફૂલોના તબક્કા પહેલાં નિવારક ફૂગનાશકો (ઉદાહરણ તરીકે ક્લોરોથોલોનીલ) નો ઉપયોગ કરી શકાય છે. એકવાર રોગ નક્કી થયા પછી, પ્રણાલીગત રીત પાંદડાઓ પર ક્રમાનુસાર ફૂગનાશક દવાઓના છંટકાવની ભલામણ કરવામાં આવે છે (બોસ્કાલિડ, મંકોઝેબ, પાયરાક્લોસ્ટ્રોબિન + ફ્લુક્સપાયરોક્સાડ અથવા ઉત્પાદનોના ટ્રાઇઝોલિથિઓન વર્ગ). ઉપજના ગંભીર નુકસાનને ટાળવા માટે, વૃદ્ધિની સંપૂર્ણ ઋતુ દરમિયાન સારવાર લાગુ કરવી.

તે શાના કારણે થયું?

લક્ષણો ડિડિમેલા રબીઇ (Didymella rabiei) ફૂગના કારણે થાય છે, જેને એસ્કોચિતા રબીઇ તરીકે ઓળખાય છે, તેથી આ રોગનું નામ આવું છે. તે ઠંડી દરમ્યાન છોડના અવશેષો પર કેટલાક વર્ષોથી સુધી ટકી શકે છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં, તે રોગના બીજકણ પેદા કરે છે જે પવન અને વરસાદના છંટકાવ દ્વારા, કેટલીકવાર કેટલાય કિલોમીટરના અંતર સુધી, ફેલાય છે. ઠંડુ અને ભીનું વાતાવરણ, વધારે ભેજ, સવારનો ઝાકળ અને લાંબા સમય સુધી પાંદડાની ભીનાશ (૨ કલાક અથવા તેથી વધુ) રોગના ફેલાવાને વધારે છે. ફૂગ વિવિધ તાપમાન (૫-૩૦ ° સે) સુધી વિકસી શકે છે પરંતુ શ્રેષ્ઠ વિકાસ ૧૫-૨૫ ° સે વચ્ચે થાય છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય, તો વધતી જતી મોસમમાં ચેપનાં અનેક જીવનચક્રો થઈ શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો વધુ સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો.
  • પ્રમાણિત રોગમુક્ત બીજની સામગ્રીનો ઉપયોગ કરો.
  • વૈકલ્પિક રીતે, તંદુરસ્ત ખેતરમાંથી મેળવેલ બીજનો ઉપયોગ કરો.
  • બીજ દર બાબતે ભલામણો અનુસરો.
  • રોગની ખરાબ અસર ન થાય તે માટે પાછળથી વાવેતર કરો.
  • રોગના લક્ષણો માટે જમીનનું નિરીક્ષણ કરો.
  • ખેતરમાં અને આસપાસના વિસ્તારમાંથી સ્વૈચ્છિક રીતે ઉગી નીકળેલ છોડ અને નીંદણ દૂર કરો.
  • ઉપજમાં થતી ખરાબ અસરોને ટાળવા માટે વહેલી તકે લણણી કરો.
  • ખેતરમાં સારીરીતે સ્વચ્છતા જાળવો, ઉદાહરણ તરીકે ખેતરના નિરીક્ષણ પછી બૂથ અને કપડા ધોવા.
  • એક જ ખેતરમાં ત્રણ વર્ષમાં ફક્ત એક જ વાર ચણા રોપવા (પાકની ફેરબદલી).

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો