સોયાબીન

સોયાબીનના કથ્થાઈ ટપકાં

Septoria glycines

ફૂગ

ટૂંકમાં

  • જૂના પાંદડા પર પીળી કિનારી સાથે લાલ-કથ્થાઈ ટપકાં.
  • ટપકાં એકરૂપ થઈ, પીળા રંગની આભા દ્વારા ઘેરાયેલ મોટા કથ્થાઈ વિસ્તારની રચના કરે છે.
  • આખુ પાંદડું કાટ જેવા કથ્થાઈ અને પીળા રંગનું બને, અને અકાળે ખરી પડે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

પ્રારંભિક લક્ષણો સામાન્ય રીતે છોડના જુના પાંદડા પર, નીચેની ઘટામાં દેખાય છે. વૃદ્ધિની મોસમ દરમિયાન હૂંફાળા અને વરસાદી હવામાનમાં તેને છોડમાં ઉપર તરફ વધવા માટે તરફેણ કરી શકે છે. પાંદડાની બંને બાજુ પર નાના, અનિયમિત ઘેરા-કથ્થાઈ રંગના ટપકાં વિકાસ પામે છે, ઘણી વાર એક જ બાજુએ જોવા મળે છે. જેમજેમ રોગ વિકસે છે, ટપકાં મોટા બને છે અને સાથે મળી, પીળા રંગની આભા સાથે અથવા તેના વગર એક અનિયમિત કથ્થાઈ રંગના વિસ્તારો ફેરવાય છે, ઘણી વખત તે પાંદડાની ધાર કે નસોમાં શરૂ થાય છે. બાદમાં આખુ પાંદડું કાટ જેવા કથ્થાઈ અને પીળા રંગનું બને, અને અકાળે ખરી પડે છે. જોકે, નુકસાન વ્યાપક હોતું નથી અને ભાગ્યે જ ઉપજમાં નુકસાનકારક નીવડે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

રોગના પ્રારંભિક તબક્કામાં, લાંબા વરસાદી હવામાનના કિસ્સામાં બેસિલસ સબટાઇટલિસ સમાવતા ઉત્પાદનો લાગુ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે, ઉપજને કથ્થાઈ ટપકાંથી ઘણું ઓછું નુકશાન થાય છે. તેથી સામાન્ય રીતે, ફૂગનાશકથી સારવારની ભલામણ કરવામાં આવતી નથી. નિવારક તરીકે બીજને ફુગનાશકની સારવાર આપી શકાય છે. વરસાદી વર્ષોમાં, પાકના જમીન ઉપરના ભાગો પર એઝોકસીટ્રોબીન, ક્લોરોથેલોનીલ, મેન્કોઝેબ અને પાયરેકલોસટ્રોબીન જૂથના ફુગનાશક (સામાન્યતઃ 2-2.5 ગ્રામ /લિ પાણી) લાગુ કરી શકાય.

તે શાના કારણે થયું?

કથ્થાઈ ટપકાં એ પાંદડાનો રોગ છે જે સેપ્ટોરિયા ગ્લાયસીન્સ ના કારણે, જે ઠંડી દરમ્યાન જમીનમાં ચેપગ્રસ્ત છોડના અવશેષો માં રહે છે, થાય છે. કારણ કે તે બીજજન્ય નથી, તે સીઝનના મધ્ય કે અંત દરમિયાન સૌથી રોગ સામાન્ય છે. રોગનો વિકાસની સતત પાંદડાને ભીના રાખતી પર્યાવરણીય પરિસ્થિતિઓ દ્વારા તરફેણ કરવામાં આવે છે. લાંબા સમયગાળા માટે ગરમ, ભેજવાળી અને વરસાદી હવામાન અને 25 ° સે ની આસપાસનું તાપમાન રોગના વિકાશ માટે આદર્શ છે. વરસાદના છાંટા અને પવનથી જયારે નીચલા પાંદડા પર રોગના બીજ પથરાય છે ત્યારે પ્રારંભિક ચેપ લાગે છે. આ પરિસ્થિતિમાં બે છોડની વચ્ચે પછીનો ચેપ પણ લાગી શકે છે. જોકે, રોગ મુખ્યત્વે નીચલા પાંદડા પર હોય છે, અને જો હવામાન ગરમ અને સૂકુ રહે, તો પાંદડાની ઉપરની ઘટા તરફ તે ભાગ્યે જ ફેલાય છે. સામાન્ય રીતે, ઉપજ ઉપર તેની ખૂબ જ ઓછી અસર થાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતો માટે તપાસ કરો.
  • લણણી પછી, પાકના કચરાને દૂર કરવા ઊંડી ખેડ કરો.
  • મકાઈ, ઘઉં, અન્ય અનાજ અને રજકા સાથે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો