રીંગણ

રીંગણ ના પાંદડા ઉપર સેરકોસ્પોરા ટપકા

Cercospora melongenae

ફૂગ

ટૂંકમાં

  • પાંદડાંની ઉપરની સપાટી પર નાના, ગોળ, પીળા, થોડા શોષાયેલા ટપકા.
  • આ ટપકાં મોટા અને એકરૂપ થઈ ફરતે પીળા રંગની આભાવાળા, કથ્થઈ રંગના બને છે.
  • પાંદડા વળે અને ખરી પડે છે.
  • ઉપજમાં ઘટાડો થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

રીંગણ

લક્ષણો

ચેપ વૃદ્ધિના કોઈ પણ તબક્કે લાગી શકે છે અને તે પાંદડા, પર્ણદંડ અને થડ ઉપર જોવા મળે છે. શરૂઆતના લક્ષણો નીચેના ભાગે આવેલા જુના પાંદડાંની ઉપરની સપાટી ઉપર નાના, ગોળ અને થોડા શોષાયેલ ટપકાં તરીકે જોવા મળે છે. સમય જતાં, ટપકાં થોડા મોટા, વધુ અનિયમિત રીતે વિકસે છે અને ફરતે પીળા રંગની આભા ધરાવે છે. સમય જતા પાંદડાની બંને સપાટી પર ટપકા જોવા મળે છે. પાંદડા ઉપર એમની જગ્યાને આધારે જુના ટપકા એકરૂપ થાય છે અને જુદો જ દેખાવ ધરાવે છે. તે (ઉપલી બાજુ પર) કથ્થાઈ કે રાખોડી અને (નીચલા બાજુ પર ) આછો કથ્થઈ રંગ ધરાવે છે. જો ચેપ વધુ માત્રામાં લાગેલ હોય તો, પાંદડા વાંકડીયા બની અને ખરી પડે છે. ફળ ઉપર ફૂગનો સીધો ચેપ લાગતો ન હોવા છતાં, છોડની ઓછી ઉત્પાદકતા ને કારણે ફળોની વૃદ્ધિમાં ઘટાડો થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

જૈવિક એજન્ટો ચેપને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે. સેરકોસ્પોરા મેલોન્ગેને સામે સ્પર્ધાત્મક રીતે બેક્ટેરિયા બેસિલસ સબટાઇટલિસ તાણ ક્યૂએસટી 713 પર આધારિત જૈવિક-ફુગનાશકને પાંદડાં પર છંટકાવ કરવા માટે વાપરી શકાય છે. લીમડાના છોડનો અર્ક (લીમડાના તેલ) પણ ચેપને નિયંત્રિત કરવા માટે મદદરૂપ થઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

રોગને નિયંત્રિત કરવા માટે હંમેશા સંકલિત અભિગમ અપનાવવો જોઈએ. જો ફૂગનાશકની જરૂર પડે તો, કોપર તત્વ સાથે ક્લોરોથેલોનીલ, મેન્કોઝેબ અથવા ઓકટેનોઇક એસિડ ધરાવતા ઉત્પાદનોના મિશ્રણનો પાંદડા પર છંટકાવ અથવા જમીનમાં સારવાર માટે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

સેરકોસ્પોરા મેલોન્ગેને એ છોડ પરની રોગકારક ફૂગ છે. ઓછામાં ઓછા એક વર્ષ માટે ફૂગના કણો છોડના કચરામાં અને જમીનમાં ટકી શકે છે. પછી તે જુદી જુદી રીતે નીચેના ભાગે આવેલા જૂના પાંદડા પર ફેલાય છે. મોટાભાગે તેનો ફેલાવો પવન અને પાણી (વરસાદ અને પિયત) દ્વારા થાય છે, પરંતુ તે ચેપગ્રસ્ત સાધનો અને માણસો દ્વારા પણ ફેલાઈ શકે છે. પછી તે થડ પર ઉપરની બાજુ કુમળા પાંદડાં તરફ ગતિ કરે છે. ચેપ અને રોગના વિકાસમાં ભીનાશ અને વધુ પડતો ભેજ સાનુકૂળ રહે છે. તેથી તે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન (ભીનુ હવામાન, છોડમાં સતત ભીનાશ) વધુ જોવા મળે છે.


નિવારક પગલાં

  • સહનશીલ અને પ્રતીકારક્ષમ જાતોની વાવણી કરો.
  • તંદુરસ્ત અથવા પ્રમાણિત જીવાણુ-મુક્ત બિયારણ અને વાવણીની સામગ્રીનો ઉપયોગ કરવો.
  • સારા હવા ઉજાસ માટે અને રોગનો ફેલાવો અટકાવવા માટે, છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • નીંદણનો વધુ પડતો વિકાસ ન થવા દો.
  • પૂરતા પ્રમાણમાં ખાતર આપવાની કાળજી રાખો.
  • ભેજ ઓછો કરવા માટે વધુ પડતી અને ફુવારાથી ઉપરથી પડતા પાણીવાળી પિયત ન કરવી.
  • સાંજ કરતા સવારે પાણી આપવાનું રાખવું.
  • જ્યારે છોડ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવું નહીં.
  • અસરગ્રસ્ત છોડ અને તેના કચરાને દૂર કરો તથા બાળી અથવા ઊંડી ખેડ કરીને તેનો નાશ કરો.
  • થોડા સમય માટે બિન-યજમાન પાક સાથે ફેરબદલીની ભલામણ કરવામાં આવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો