મકાઈ

મકાઇના પાંદડાંમાં રાખોડી ટપકાં

Cercospora zeae-maydis

ફૂગ

ટૂંકમાં

  • ફરતે પીળી આભાવાળા નાના, ટાંકણીની અણી જેવા ટપકાં.
  • જખમ એકરૂપ થઈ અને સમગ્ર પાંદડું કરમાઈ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઈ

લક્ષણો

સામાન્યરીતે ફૂલ આવતા પહેલા, નીચલા પાંદડાં પર પીળાશ પડતી આભા સાથે, નાના સુકાયેલ (કથ્થાઈ કે રાતા) ટપકાં દેખાય છે. ક્રમશઃ આ જખમ રાખોડી બને છે અને કુમળા પાંદડા પર પણ દેખાય છે. જેમ જેમ રોગનો વિકાસ થાય છે, તે લંબચોરસ ઝખ્મમાં વિસ્તરે છે કે જે પાંદડાની શિરાને સમાંતર ફેલાય છે. અનુકૂળ પરિસ્થિતિ (હુંફાળા તાપમાન, વધુ ભેજ અને ભીના પાંદડા) માં, તે એકરૂપ થઈ અને સમગ્ર પાંદડાંને ઢાંકી શકે છે. જો આ અનાજ ભરાતાં પહેલાં થાય, તો ઉપજને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. પાંદડાંમાં ફૂગથી છોડ નબળો બની શકે છે અને ક્યારેક સાંઠા મુલાયમ બને છે, જેનાથી વસાહતો નિર્માણ થઇ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ રોગને નિયંત્રિત કરવા માટે કોઈ જૈવિક સારવાર ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો રોગ પ્રાથમિક તબક્કે લાગેલ હોય તો પાંદડાં પર ફૂગનાશકથી સારવાર એ નિયંત્રણનો સરળ માર્ગ છે, પણ તેને હવામાન પરિસ્થિતિઓ, ઉપજને સંભવિત નુકશાન અને છોડની સંવેદનશીલતા પર મૂલવવો જોઈએ. પાયરેકલોસ્ટ્રોબીન અને સ્ટ્રોબીલુરીન, અથવા એઝોકસીસ્ટ્રોબીન અને પ્રોપિકોનેઝોલ, પરોથીઓકોનેઝોલ અને ટ્રાઈફ્લોકસીસ્ટ્રોબીન ધરાવતા ફુગનાશક ફૂગને નિયંત્રિત કરવા માટે સારું કામ આપે છે.

તે શાના કારણે થયું?

પાંદડાં પર રાખોડી ટપકાંનો રોગ સેરકોસ્પોરા ઝીએ-માઇડીસ ફૂગના કારણે થાય છે. તે જમીનમાં છોડના અવશેષોમાં લાંબા સમયગાળા સુધી અસ્તિત્વ ધરાવે છે. વસંત ઋતુ દરમ્યાન, વરસાદના છાંટાં અને પવન દ્વારા રોગાણુ નીચલા પાંદડા પર ફેલાય છે. તેના જીવનચક્ર માટે લાંબા સમયગાળાનું વધતું તાપમાન (25 થી 30 ° સે) ભેજનું ઊંચું પ્રમાણ (ઝાકળ, ધુમ્મસ) અને ભીના પાંદડા અનુકૂળ રહે છે. ગરમ, શુષ્ક હવામાન તેના વિકાસ માટે બાધક બને છે. વિવિધ વનસ્પતિની જાતોમાં લક્ષણો સહેજ જુદા હોય છે. ફૂગ તેનું જીવનચક્ર(ચેપ થી લઈને નવા રોગાણુ ના ઉત્પાદન સુધી) સંવેદનશીલ જાતોમાં 14-21 દિવસમાં અને પ્રતિકારક જાતોમાં 21-28 દિવસમાં પૂરું કરે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો ઉગાડો.
  • છોડ માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ટાળવા માટે મોડેથી વાવેતર કરો.
  • છોડ વચ્ચે જગ્યા વધારી સારા હવાઉજાસની ખાતરી કરો.
  • લણણી પછી ઊંડી ખેડ કરી અને છોડના બધા અવશેષો દફનાવી દો.
  • બિન-યજમાન પાક સાથે લાંબાગાળા માટે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો