કપાસ

કપાસ પરની ભૂરી ફૂગ

Mycosphaerella areola

ફૂગ

ટૂંકમાં

  • વૃદ્ધ પાંદડા પર નાના, આછા લીલાથી પીળા રંગના, નસો દ્વારા મર્યાદિત, ખૂણીયા ડાઘ.
  • નીચેની બાજુ પર ફોલ્લીઓ પર સફેદ પાવડરી ફૂગની વૃદ્ધિ.
  • ગંભીર રીતે અસરગ્રસ્ત પાંદડાનું ધીમે ધીમે સૂકાવું અને અકાળે ખરી પડવું.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

લક્ષણો સામાન્ય રીતે વિકાસની ઋતુના અંતમાં વધુ દેખાય છે. વૃદ્ધ પાંદડા પર નાના, આછા લીલાથી પીળા રંગના, નસો દ્વારા મર્યાદિત, ખૂણીયા ડાઘ જોવા મળે છે. નીચેની બાજુ પર ફોલ્લીઓ પર સફેદ પાવડરી ફૂગની વૃદ્ધિ થાય છે. ઊંચા ભેજની સ્થિતિ દરમિયાન, બંને સપાટીઓ સફેદ ફૂગના ફેલાવાથી ઢંકાયેલી હોય છે. ભારે અસરગ્રસ્ત પાંદડા નેક્રોટિક, વાંકા અને સૂકા બની જાય છે, છીકણી-લાલ રંગ જેવા દેખાય છે અને અકાળે ખરી પડે છે. આમ થવાના કારણે છોડ અને તેની ઉત્પાદકતા નબળી બને છે. યુવાન પાંદડા પર પણ લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સંક્રમિત બોલ શક્તિ ગુમાવે છે, ખેતી અને થ્રેશિંગ દરમિયાન અકાળે ખૂલી અથવા તૂટી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ (૧૦ ગ્રામ / કિગ્રા બીજ) ધરાવતા ઉત્પાદનો સાથે બીજની સારવાર કરી શકાય છે. દર ૧૦ દિવસે આ બેક્ટેરિયમ ધરાવતા સોલ્યુશનના છંટકાવથી ચેપમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે. અન્ય બેક્ટેરિયા (બેસિલસ સર્ક્યુલન્સ અને સેરેટીઆ માર્સેસેન્સ) નો ઉપયોગ માયકોસ્ફેરેલાની અન્ય જાતોને નિયંત્રિત કરવા અને અન્ય પાકમાં સંબંધિત રોગોને ઘટાડવા માટે કરવામાં આવે છે. એક લિટર પાણી દીઠ ૩ ગ્રામ દ્રાવ્ય સલ્ફરનો છંટકાવ અથવા હેક્ટર દીઠ ૮-૧૦ કિ.ગ્રા. સલ્ફર પાવડરનો છંટકાવ પણ અન્ય વિકલ્પ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગના પ્રારંભિક તબક્કામાં અથવા ઓછી તીવ્રતામાં, જૈવિક સારવાર ઉપર વિચાર કરવો જોઈએ. રોગના આગળના તબક્કામાં અથવા વધુ તીવ્રતાના બનાવમાં પ્રોપિયોકોનાઝોલ અથવા હેક્સાકોનાઝોલ (૨ મિલિગ્રામ / લિ) ધરાવતા ફૂગનાશકો નાખવાની ભલામણ કરવામાં આવે છે. એક સપ્તાહ કે ૧૦ દિવસ પછી આ સારવાર ફરીથી કરો.

તે શાના કારણે થયું?

લક્ષણો ફૂગના માયકોસ્ફેર્રેલા ઇરોલા દ્વારા થાય છે, જે છોડના કચરા અથવા અગાઉની ઋતુના છોડ પર અસ્તિત્વ ધરાવે છે. તથા નવી ઋતુમાં ચેપનો મુખ્ય સ્ત્રોત બને છે. ૨૦-૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ભેજવાળી પરિસ્થિતિઓ (૮૦% અથવા વધુ) અને અવારનવાર વરસાદી પાણીથી ચેપ અને રોગની પ્રગતિને પ્રોત્સાહન આપે છે. ઠંડા હવામાનમાં ઘણા દિવસો સુધી ઝાકળ પડવાથી, વરસાદની ગેરહાજરીમાં પણ ફૂગને પ્રોત્સાહન મળે છે. બીજકણ પાંદડાના જખમોમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ પવન દ્વારા તંદુરસ્ત છોડમાં પરિવહન પામે છે, જેના પરિણામે ચેપ લાગે છે. ઋતુના પાછલા સમયમાં, બોલ આવ્યા પહેલાં અથવા તે દરમિયાન છોડ વધુ નબળા હોય છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક જાતો વાપરો, (ઘણી ઉપલબ્ધ છે).
  • ડ્રેનેજને વધારવા માટે ઊભા ઢોળાવ પર છોડ વાવો.
  • ઋતુ દરમિયાન ખૂબ વહેલા અથવા ખૂબ અંતમાં વાવણી કરશો નહીં.
  • વરસાદ પછી છત્ર ઝડપથી કોરૂ થઇ જાય તે માટે છોડવા વચ્ચે જગ્યા રાખો.
  • રોગના લક્ષણો માટે નિયમિત રીતે ખેતરનું અવલોકન કરતા રહો.
  • લક્ષણો દર્શાવતા પાંદડા દૂર કરો અને તેને નષ્ટ કરો.
  • ખેતરની અંદર અને આસપાસથી સંવેદનશીલ નીંદણનું નિયંત્રણ કરો.
  • પાછલી ઋતુના પાકોને નષ્ટ કરો.
  • ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો અને ઉપરથી પાણી છાંટવાની પદ્ધતિને ટાળો, જેથી પાંદડા વધુ સમય ભીના ન રહે.
  • છોડને સવારે પાણી આપો, જેથી દિવસ દરમિયાન છોડ સૂકાઈ શકે.
  • છત્ર અને જમીનની સપાટી વધુ સમય ભીના ન રહે, તે માટે વારંવાર સિંચાઇ ટાળો.
  • નાઇટ્રોજન ખાતર અથવા છાણીયા ખાતરનો વધારે પડતો ઉપયોગ ટાળો.
  • છોડ ભીના હોય ત્યારે ખેતરમાં કામ ન કરો.
  • છોડના કચરાને દૂર કરો અને ખેતરથી દૂર તેને બાળો.
  • બિન-યજમાન પાક જેવા કે વિવિધ અનાજ વગેરે સાથે ૨-૩ વર્ષે પાકની ફેરબદલીનું આયોજન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો