Glomerella gossypii
ફૂગ
એન્થ્રાકોનોઝ છોડના વિકાસના દરેક તબક્કામાં થઈ શકે છે અને તે તમામ પેશીઓને અસર કરી શકે છે. જો રોપાઓને ચેપ લાગે તો શરૂઆતમાં નાના પાંદડા પર કાળા નેક્રોટિક માર્જિન્સ સાથે કથ્થઈ રંગની ગોળાકાર ફોલ્લીઓનું ઉત્પાદન થાય છે. જો કોલર ક્ષેત્ર પર લેન્સન વિકાસ પામેતો ડાંખળીઓ ગોળ વળી જાય છે, જે બીજ અથવા નાના છોડના કરમાઈ અને મરી જવાનું કારણ બને છે. પરિપક્વ છોડમાં, ડાંખળીમાં ચેપ છાલના વિભાજન અને છાલના ભુક્કારૂપે પરિણમી શકે છે. અસરગ્રસ્ત બોલ્સમાં પાણી ભરેલા ફોડલા થઈ જાય છે, જે ભેજવાળી સ્થિતિમાં મોટા પીળા ડાઘમાં ફેરવાઈ જાય છે. લિન્ટ એક અસંગઠિત અને ભીના રેસામાંથી બને છે, જે પીળા રંગથી કથ્થાઈ રંગમાં બદલાતું હોય છે. સામાન્ય રીતે ઘણી વાર સંક્રમિત બોલ વધતા બંધ થઈ, સૂકાઈ જાય છે અને અકાળે ફૂટીજાય છે.
આજ દિન સુધી આ રોગ સામે ઉપલબ્ધ કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિથી અમે પરિચિત નથી. જો તમને આ રોગના લક્ષણોની તીવ્રતા ઘટાડવાની કોઈપણ સફળ પદ્ધતિની જાણકારી છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. કપ્ટન, કાર્બોક્સિન અથવા થિરમ જેવી ફૂગનાશક દવાઓ (સામાન્ય રીતે ૨ ગ્રામ/કિગ્રા બીજ) દ્વારા બીજની સારવારથી રોગ થવાની સંભાવનામાં ઘટાડો થાય છે. મેન્કોઝેબ, કોપર ઓક્સીક્લોરાઇડ જેવા સ્પ્રેનો બોલની રચનાના તબક્કે છંટકાવ કરવાથી લક્ષણોની તીવ્રતાને ઘટાડી શકાય છે.(૨.૫ મિલી/પાણી).
આ લક્ષણો ફુગ કલેક્ટરોટ્રિકમ ગોસિપિયમ દ્વારા થાય છે, જેને ગ્લોમેરેલા ગોસિપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ઋતુથી બીજી ઋતુ સુધીમાં જમીનમાં ચેપગ્રસ્ત બીજ પર નિષ્ક્રિય બનીને ટકી શકે છે અને એકવાર હવામાનની સ્થિતિ અનુકૂળ થાય ત્યારે ફરીથી વૃદ્ધિ શરૂ કરી શકે છે. તે ચેપગ્રસ્ત છોડના કચરા, સડેલા બોલ અથવા દૂષિત બીજ દ્વારા લાંબા અંતર સુધી ફેલાય છે. ખેતરની અંદર પવન, વરસાદ અને જંતુઓ દ્વારા તેના બીજકણ ફેલાય થાય છે. રોગકારક જીવાણુઓ એરિસ્ટોલોચિયા બ્રેક્ટેટા અને હિબિસ્કસ ડાયવર્સિફોલિઅસ જેવી નીંદણ પર પણ ટકી રહે છે. તેની વૃદ્ધિ હૂંફાળા અને ભેજવાળા હવામાન (૨૯ થી ૩૩ ડિગ્રી સે.) તથા બોલની રચનાના સમયગાળા દરમિયાન પડેલ લાંબા વરસાદમાં વધારે થાય છે.