કપાસ

કપાસનો બળીયા ટપકાનો રોગ

Alternaria macrospora

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર જાંબલી કિનારી સાથે છીકણીથી ભૂખરા રંગના ગોળાકાર ડાઘ દેખાય છે.
  • આ ટપકા વચ્ચેથી સૂકાઈ જાય છે અને ઘણીવાર પાન ખરી પડે છે.
  • ડાળી પર પણ પાણી-પોચા નાના ટપકા થાય છે અને ફૂલ-કળી (ફાલ) ખરી પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

પાંદડા અને કળીઓમાં ચેપ લાગતા પ્રથમ નાના, જાંબલી કિનારીવાળા ભૂરા ગોળાકાર ડાઘ જોવા મળે છે, જે લગભગ ૧ થી ૧૦ મીમી વ્યાસ કદના હોય છે. આ ડાઘ મોટેભાગે કેન્દ્રિત વૃદ્ધિ દર્શાવે છે, જે એકસરખા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે અને મોટાભાગે પાનની ઉપરની સપાટી પર વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જેમ તેની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેનું કેન્દ્ર ધીમે ધીમે સૂકાઈ જાય છે અને ભૂખરા રંગનું બની ખરી પડે છે (શોટ હોલ ઈફેક્ટ). આ ડાઘ પાંદડાના મધ્યમાં પણ જોવા મળી શકે છે. જો કે, ભેજવાળી પરિસ્થિતિઓમાં, ફૂગ મોટા પ્રમાણમાં બીજકણ ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કાળો ઘા દેખાય છે. દાંડી પર, ઘાનો વિકાસ નાના ઊંડા ખાડાના જેમ શરૂ થાય છે જે બાદમાં તિરાડમાં પરિવર્તિત થઈ પેશીને તોડી શકે છે. ગંભીર ચેપના કિસ્સામાં ફૂલોની કળીઓ ખરી પડે છે, જે અંતે જીંડવાના વિકાસને અટકાવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ (૧૦ ગ્રામ/કિગ્રા બીજ) સાથે બીજ માવજત અને દર ૧૦ દિવસમાં તેનો 0.૨% છંટકાવ રોગના ફેલાવાને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક નિયંત્રણનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે, આ રોગ ઉપજને એટલી માત્રામાં ઘટાડતી નથી કે જેના કારણે ચોક્કસ ફૂગનાશકનો ઉપયોગ જરૂરી હોય. વધારે રોગ ઉપદ્રવની સ્થિતિમાં, મનેબ, મેંકોઝેબ (૨.૫ ગ્રામ/લિટર પાણી), હેકજાકોનાજોલ (૧ મિલી/લિટર ), ટેબ્યુકોનાઝોલ અને ડાયફેનોકોનાઝોલ જેવા ફૂગનાશકોનો બળિયા ટપકા રોગના નિયંત્રણ માટે કરી શકાય છે. સ્ટ્રોબિલુરિનસ (દા.ત. ટ્રાય ફ્લોક્સિસ્ટ્રોબિન) અથવા સ્ટેરોલ જૈવ સંયોજન અવરોધક (દા.ત. ટ્રાયાડિમેનોલ, આઈપેકોનાઝોલ) દ્વારા બીજ માવજત કરી તેને રોગપ્રતિકારક બનાવી શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો અલ્ટરનરિયામેક્રોસ્પોરા નામની ફૂગ દ્વારા થાય છે, જે કોઈ જીવંત પેશી અથવા વૈકલ્પિક યજમાન ઉપલબ્ધ ન હોય તો કપાસના અવશેષો પર વૃદ્ધિ પામે છે. રોગકારક જીવાણુઓ પરાગનયન અને પાણીના છંટકાવ દ્વારા સ્વસ્થ છોડમાં ફેલાય છે. ભેજવાળા હવામાન અને ૨૭ ડિગ્રી આસપાસના તાપમાન પાંદડામાં ચેપ ફેલાવામાં અને રોગની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ફૂલ આવવાના તથા મોસમના અંતમાં પાંદડાના ખરવાના સમયગાળા દરમિયાન છોડ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. નીચેથી ઉપરનાં તરફ કપાસના છોડમાં ચેપનું જોખમ ઓછું હોય છે. ફૂગ માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં, સંવેદનશીલ જાતો મોટી માત્રામાં પાંદડા ગુમાવે છે (પાન ખરી પડે છે), ખાસ કરીને જ્યારે જીંડવાની દાંડીને ચેપ લાગેલ હોય છે. આ રોગ છોડની દેહધાર્મિક તણાવ કે પોષક તત્વોની ઉણપની સ્થિતિમાં વધારે ફેલાય છે. દા.ત. છોડ પર વધારે પડતા ફળનું વજન અથવા અકાળે પાંદડાઓનું ખરવું.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો આ રોગથી પ્રતિકારક કે સહનશીલ હોય તેવી જાતોનું વાવેતર કરવું.
  • હવાની અવર-જ્વર વધારવા માટે છોડ વચ્ચે પુરતી જગ્યા રાખો.
  • રોગના લક્ષણો માટે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરતા રહો.
  • છોડના અવશેષોને, ખેતરથી દૂર બાળીને નાશ કરો.
  • છોડ પર થતાં તણાવને ટાળો, ખાસ કરીને પોટાશ તત્વની ઉણપનું ધ્યાન રાખો.
  • ખૂબ વધારે રોગ લાગ્યો હોય તેવાં કપાસના છોડ ખેતરમાથી કાઢીને નાશ કરો.
  • ખેતરમાંથી ઊંચું ઘાસ અને નીંદણ દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડના બાકી રહેલા અવશેષોનો નાશ કરવા ખેડ કરો.
  • આ રોગ લાગતો ન હોય તેવાં પાકો (જેમ કે અનાજ પાક) સાથે પાક-ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો