સોયાબીન

સોયાબીનમાં કાટ

Phakopsora pachyrhizi

ફૂગ

ટૂંકમાં

  • નાના, પાંદડા ની નીચેની સપાટી પર અને નસ પાસે રાખોડી ટપકાં.
  • ટપકાની આજુબાજુ પીળા રંગનું વિકૃતિકરણ.
  • સામાન્ય રીતે છોડમાં ફૂલો આવવાના તબક્કામાં, પાંદડાની નીચેની સપાટી પર ચેપ લાગવો એ સામાન્ય છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

ચેપ પ્રથમ છોડના નીચલા ભાગોમાં શરૂ થાય છે અને પછી ઉપર તરફ વધે છે, અને મુખ્યત્વે કુમળા પાંદડાને અસર કરે છે. પ્રાથમિક લક્ષણો ફૂલોના આવવાના તબક્કામાં , પાંદડાના નીચેના ભાગમાં નસો પાસે થોડા, ઈંટ જેવા લાલ ટપકાંના સ્વરૂપમાં દેખાય છે. પાછળથી, આ ટપકાં કદ અને સંખ્યામાં વધે છે અને લાલાશ પડતાં કથ્થઈ અથવા કાળા રંગના બની જાય છે. જેમજેમ રોગ વિકસે તે નરી આંખે દેખાય તેવી, ઉપસેલી, આછા-બદામી રંગની ફુગથી ઢંકાયેલ ફોલ્લીમાં ફેરવાય છે. તેમાંની કેટલીક એકરૂપ થઈ અને પીળા પ્રભામંડળથી ઘેરાયેલા અનિયમિત આકારના ઘેરા કથ્થઈ રંગના ટપકાં રચે છે. હવે તે પાંદડાંની બંને બાજુઓ પર દેખાય છે અને ક્યારેક પાંદડાંના ડીટાં પર કે થડ પર જોઈ શકાય છે. છોડમાં અકાળે પાનખર સર્જાવી શક્ય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ચેપની ગંભીરતા ઘટાડવા માટે 1% કોરિમ્બીયા સીટ્રીઓડોરીયા, 0.5% સિમ્બોપોગોન નાર્ડ્સ અને 0.3% થિમસ વલ્ગેરીસ ના જરૂરી તેલ સમાવતા ઉત્પાદનો લાગુ કરી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. યોગ્ય ફૂગનાશકની પસંદગી કરી અને તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવો તે નિર્ણાયક છે. હેક્સાકોનેઝોલ (2 મિલી/લી પાણી) અને પ્રોપિકોનેઝોલ(1 મિલી/લી પાણી) પર આધારિત ફુગનાશકથી સારવાર આપો. વૃદ્ધિની ઋતુ દરમિયાન સમયાંતરે ઝીંક આયર્ન-મૅનેબ આધારિત સંયોજન લાગુ કરી શકાય.

તે શાના કારણે થયું?

સોયાબીનના કાટએ ફાકોપસોર પચીરહઈઝી નામની ફૂગના કારણે થતો આક્રમક રોગ છે. તે બીજજન્ય નથી અને તેને જીવવા અને તેનું જીવન ચક્ર પૂર્ણ કરવા લીલા સજીવ કોષોની જરૂર રહે છે. જયારે કોઈ સોયાબીનનો છોડ આસપાસ ન હોય, ત્યારે તેને ટકી રહેવા માટે વૈકલ્પિક યજમાનની જરૂર હોય છે. ફોલ્લીમાં નિર્માણ પામેલ રોગના બીજકણ ઉડીને એક છોડ પરથી બીજા છોડ પર જઈ છોડના કોષોમાં સીધો પ્રવેશ કરે છે, નહિ કે પાંદડામાં રહેલ છિદ્રો કે જખમ મારફતે. પાંદડાં પર 6 થી 12 કલાક માટે સતત ભીનાશ, ઠંડુ કે મધ્યમ તાપમાન (16 થી 28 ° C) અને ભેજનું ઉંચુ પ્રમાણ (> 75%) રોગના વિકાસની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતો પસંદ કરો.
  • જો શક્ય હોય તો વહેલા વાવણી કરો અને વહેલા પાકતી છોડની જાત પસંદ કરો.
  • વૈકલ્પિક રીતે, સૂકા સમયગાળાનો લાભ લેવા માટે પાકની વાવણી વિલંબિત કરો.
  • પાંદડાની ઘટા ઝડપથી સુકાઈ જાય તે માટે ચાસ વચ્ચે વિશાળ અંતર રાખો.
  • તમારા છોડનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને વૈકલ્પિક યજમાનરૂપ નીંદણ દૂર કરો.
  • જમીનની ઉત્પાદકતાની, ખાસ કરીને પોટેશિયમ અને ફોસ્ફરસના સ્તરની, યોગ્ય ગોઠવણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો