Physopella zeae
ફૂગ
મુખ્યત્વે બાહ્યપાંદડાની સપાટીની નીચે અંડાકાર કે ગોળાકાર સફેદ ફોલ્લીઓના સ્વરૂપે રોગ ના લક્ષણો જોવા મળે છે. પાંદડાની બંને બાજુ પાંદડાંની શિરાને સમાંતર ઝૂમખામાં ફોલ્લીઓ જોવા મળે છે. જેમ જેમ તે મોટું થાય, તે કથ્થાઈ કે કાળા રંગનું બને છે અને છેવટે ફાટી જઈ, તેના કેન્દ્રમાં સ્પષ્ટ તેજસ્વી ભાગ ખુલ્લો બને છે. ગંભીર હુમલાના કિસ્સામાં, ફોલ્લીઓ એકરૂપ બને છે, અને પાંદડાં અકાળે ખરી પડે છે. ફૂગ અત્યંત વિનાશક છે અને જો છોડ પર ફૂલ આવવાના તબક્કા પહેલા ચેપ લાગે તો ઉપજને ખુબ જ નુકસાન થઇ શકે છે.
ફિસોપેલા ઝીએ સામે કોઈ વૈકલ્પિક સારવાર નથી. આ રોગ સામે લડત આપતી અથવા તેની અસર ઘટાડવા માટે મદદ કરી શકે એવી કોઇ જૈવિક સારવાર વિષે જો તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જ્યારે પણ શક્ય હોય ત્યારે, જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઊંચા મૂલ્યના પાકમાં જયારે રોગના પ્રથમ લક્ષણો દેખાય ત્યારે પાંદડાં પર ફુગનાશકનો છંટકાવ અસરકારક બની શકે છે. એઝોકસીસ્ટ્રોબીન, ટબુકોનેઝોલ, પ્રોપિકોનેઝોલ અથવા તેના સંયોજનો ધરાવતાં ફુગનાશકો રોગને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે.
આ ફૂગ અનિયમિત રીતે દેખાય છે અને અમેરિકાના વિષુવવૃત્તીય પ્રદેશમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં જ નિર્માણ થાય છે. તે હળવું પરોપજીવી છે કે જે યોગ્ય યજમાન વગર તેનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતું નથી. તે ઠંડી દરમ્યાન જમીનમાં અથવા છોડના કચરામાં ટકી શકતું નથી, તેથી ખેતરમાં બે ઋતુઓ વચ્ચે તેનો ચેપ સરળતાથી ટાળી શકાય છે. તે એક છોડ પરથી બીજા પર અને વિવિધ ખેતરમાં મુખ્યત્વે પવન દ્વારા ફેલાય છે. ઉષ્ણકટિબંધીય કાટનો રોગ વધતાં તાપમાન (22 થી 30° C) વધુ ભેજ અને સૂર્યના વધુ પડતાં કિરણોત્સર્ગ વાળા વિસ્તારમાં સરળતાથી ફેલાય છે. પાંદડાંની સપાટી પર પાણીની હાજરીથી રોગના બીજકણ અંકુરિત થવાની શરૂઆત થાય છે. જ્યારે ઋતુની અંતમાં નીચા ઊંચાઇએ મકાઈનું વાવેતર કરવામાં આવે ત્યારે ઉષ્ણકટિબંધીય કાટનો રોગ નિર્માણ થાય છે.